પાકિસ્તાનની નાપાક હરકત સામે આવી છે. અવારનવાર પાકિસ્તાન (Pakistan) મરીન ભારતીય સીમામાં ઘૂસી આવે છે. ત્યારે પાકિસ્તાન મરીન દ્વારા ગુજરાતની બોટ પર ફાયરિંગ કરવામાં આવ્યુ છે. આ ફાયરિંગ (firing) માં એક માછીમારનું મોત નિપજ્યુ છે.
માછીમારી કરવા ગયેલી ગુજરાતની બોટ પર પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ
ગુજરાતની અનેક બોટ સમુદ્રમાં રોજ માછીમારી (gujarat fishermen) કરવા જાય છે. ત્યારે માછીમારી કરતા સમયે અનેકવાર પાકિસ્તાની મરીન ગાર્ડસનો સામનો થતો હોય છે. સમુદ્રમાં માછીમારી કરવા ગયેલી ગુજરાતની બોટ પર પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. દ્વારકાની જલપરી નામની બોટ દરિયામાં માછીમારી કરવા ગઈ હતી. ત્યારે આ બોટ પર ફાયરિંગ પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે.ઓખા ની જલપરી નામની બોટ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. બોટ માલિક રમેશ દામજી હોવાનું સામે આવ્યું છે. તો પોરબંદરની શ્રી પદમાણી કૃપા નામની બોટ સાથે 6 માછીમારોને અપહરણ કરવામાં આવ્યા હોવાની માહિતી પણ સામે આવી છે.
આ પણ વાંચો : UPની જેલમાં કેદીઓનો હંગામો, સાથી કેદીના મોત બાદ ગુસ્સે થયેલા કેદીઓએ જેલમાં લગાવી આગ
ફાયરીંગની ઘટનામાં એક માછીમારનુ મોત
ફાયરીંગની ઘટનામાં એક માછીમારનુ મોત નિપજ્યું છે. તથા અન્ય એક માછીમારને ઈજા પહોંચી છે. આ ઘટનામાં જલપરી બોટને ભારે નુકસાન પહોંચ્યુ છે. બોટના કાચ તૂટ્યા છે. ત્યારે ઓખા મરીન દ્વારા આ બોટને દરિયાકાંઠે લાવી પંચનામું કરવાની તજવીજ હાથ ધરાઈ છે.
ઉલ્લેખનીય છે કે માર્ચમાં પાકિસ્તાને 11 ભારતીય માછીમારોની ધરપકડ કરી હતી અને તેમની બે બોટ જપ્ત કરી હતી. ફેબ્રુઆરીમાં પણ, પાકિસ્તાને દેશના જળસીમામાં કથિત રીતે પ્રવેશ કરવા બદલ 17 ભારતીય માછીમારોની ધરપકડ કરી હતી અને તેમની ત્રણ બોટ જપ્ત કરી હતી. અરબી સમુદ્રમાં સ્પષ્ટ દરિયાઈ સીમાના અભાવે પાકિસ્તાન અને ભારત વારંવાર એકબીજાના માછીમારોની ધરપકડ કરે છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4