भूत पिसाच निकट नहिं आवै।
महाबीर जब नाम सुनावै।।
नासै रोग हरै सब पीरा।
जपत निरंतर हनुमत बीरा।।
અર્થાત ભૂત-પિચાસ પાસે નહીં આવે જ્યારે મહાવીર હનુમાનનું નામનું રટણ કરીએ. રોગ અને પીડા પણ વીર હનુમાનના નામથી જ નાસી જાય છે. આવા મહાવીર એવા ભગવાન હનુમાનનું દિવ્ય સ્વરૂપ એટલે (Panchmukhi Hanuman) પંચમુખી હનુમાન. પરમ રામભક્ત શ્રી હનુમાન શક્તિના દેવતા પણ છે. આમ તો તેમના ચિત્રોમાં મોટાભાગે તેઓ રામ દરબારમાં શ્રીરામ અને સીતાજીના ચરણોમાં બેસેલા દેખાતા હોય છે.
Panchmukhi Hanuman
અથવા તો મોટાભાગે પર્વત લઈને અથવા તો રામ-લક્ષ્મણને પોતાના ખભા પર ઉઠાવીને ઉડતા દ્રષ્ટિમાન થાય છે. મૂર્તિ-રૂપમાં તેઓ લાલ સિંદૂર લપેટાયેલા લાલ દેહ લાલીવાળ તેજસ રૂપમાં દર્શિત થાય છે. પંરતુ બહુ ઓછા લોકોએ તેમના પંચમુખી સ્વરૂપ ધારણ કરેલું જોયું હશે. મૂર્તિઓમાં જ નહિ, ચિત્રોમાં પણ તેમનુ આવુ રૂપ ક્યારેક જ જોવા મળે છે. આવા પંખમુખી હનુમાનજી અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં બિરાજે છે.
આ પણ વાંચોઃ- Omkareshwar Mahadev નું મંદિર અમદાવાદના સોમનાથ તરીકે પણ ઓળખાય છે
આ પંચમુખી સ્વરૂપની મૂર્તિમાં વરાહ મુખ,નરસિંહ મુખ,ગરૂડ મુખ, હયગ્રીવ મુખ અને હનુમાન મુખ એમ કુલ પાંચ અલગ-અલગ મુખોના દર્શન થાય છે.
લોકોની શ્રદ્ધાના સ્વામી એવા પંચમુખી હનુમાન (Panchmukhi Hanuman)ના દર શનિવારે સુંદરકાંડના પાઠ થાય છે. આ પાઠ સાંભળવા માટે વિવિધ વિસ્તારથી લોકો દોડ્યા આવે છે. ભાવિક ભક્તોને પંચમુખી હનુમાન પર અતૂટ શ્રદ્ધા છે. ભક્તગણ માને છે કે, દરેક પ્રકારના કામ દાદા પાર પાડે છે.
સેટેલાઈટમાં આવેલા મંદિરમાં બાળ હનુમાનના પણ દર્શન કરી ધન્યતા અનુભવી શકો છે. સાથે જ દેવાના દેવ મહાદેવના દર્શન પણ થાય છે. મહાદેવના લિંગને ભક્તો વિવિધ અભિષેક કરતા આ મંદિરમાં જોઈ શકાય છે. તમે પણ પંખમુખી હનુમાનજીના દર્શન કરો અને તમારા કષ્ટ દૂર કરો. આવા જ અનોખા સ્થાનો વિશે રોચક માહીતી મેળવવા માટે વાંચતા રહો OTT INDIA READ…
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4