Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 20.
Homeન્યૂઝનાદાર અનિલ અંબાણી ખરેખર કંગાળ છે ? પંડોરા પેપર્સ લીકમાં થયા મસમોટા ખુલાસા

નાદાર અનિલ અંબાણી ખરેખર કંગાળ છે ? પંડોરા પેપર્સ લીકમાં થયા મસમોટા ખુલાસા

Pandora Papers: Anil Ambani, the bankrupt Reliance ADAG Group Chairman owns 18 offshore companies worth $1.3 bn wealth
Share Now

 

નવી દિલ્હી : કંગાળ હોવાનો દાવો કરનાર અનિલ અંબાણી શું ખરેખર કંગાળ છે? આ અંગે હવે સવાલ ઉઠી રહ્યા છે કારણ કે રિલાયન્સ ADAG ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી અને તેના પ્રતિનિધિઓ પાસે જર્સી, બ્રિટીશ વર્જિન આઈલેન્ડ્સ અને સાયપ્રસ જેવ સ્થળોએ ઓછામાં ઓછી ૧૮ વિદેશી કંપનીઓ હોવાની વાત પંડોરા પેપર્સ(Pandora Papers Anil Ambani)ને કારણે પ્રકાશમાં આવી છે. 

Pandora Papers Anil Ambani

Pandora Papers Anil Ambani

પનામા પેપર્સ બાદ હવે ગુપ્ત નાણાંકીય લેવડ-દેવડ અને કારોબાર પર પંડોરા પેપર્સ(Pandora Papers Anil Ambani)ના નામથી મોટો ખુલાસો થયો છે.આ ખુલાસો ઇન્ટરનેશનલ કંસોટોરીયમ ઓફ ઇન્વેસ્ટીગેટીવ જર્નાલીસ્ટસ (ICIJ)એ કર્યો છે, જેમાં યુકેમાં બીબીસી અને ઘ ગાર્જિયન અખબાર અને ભારતમાં ઘ ઇન્ડિયન એક્સપ્રેસ પણ સામેલ હતા. આઈસીઆઈજેએ પોતાની તપાસમાં ૧૫૦ મીડિયા આઉટલેટ્સની વચ્ચે દાવો કર્યો છે કે ૧.૧૯ કરોડથી વધુ ગુપ્ત ડેટા પ્રાપ્ત થયા છે, જેમાં અનેક સુપર ધનિકોના ગુપ્ત નાણાંકીય લેવડ-દેવડની જાણકારી મળી છે.

રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી 2020માં લંડનની એક કોર્ટને અનિલ અંબાણીએ કહ્યું હતું કે તેમની આવક ઝીરો છે. ચીનની ત્રણ સરકારી બેંકો દ્વારા કરવામાં આવેલા કેસની સુનાવણી દરમિયાન અનિલ અંબાણીની વિદેશી સંપતિ અંગે કોઈ જાણકારી આપવામાં આવી ના હતી. હવે કોર્ટે અનિલ અંબાણીને બેન્કોના ૭૧.૬ કરોડ ડોલરની રકમ ચુકવવા અને વિદેશોમાં સંપતિને ઉજાગર કરવા કહ્યું તો અનિલ અંબાણીએ કહ્યું હતું કે તેમની પાસે વિદેશોમાં ના તો કોઈ સંપતિ છે અને ના તો કોઈ જગ્યાએથી લાભ થઇ રહ્યાં છે.

આ પણ વાંચો : શાહરુખ ખાનનો પુત્ર આર્યન 4 વર્ષથી ડ્રગ્સ લે છે, NCBની પૂછપરછ ખુલાસો

18 વિદેશી કંપનીઓમાં 1.3 અબજ ડોલરનું રોકાણ

પરંતુ હવે પંડોરા પેપર્સની તપાસ(Pandora Papers Anil Ambani)માં આ ખુલાસો થયો છે કે રિલાયન્સ એડીએજી ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીની પાસે અને તેમના પ્રતિનિધિઓ પાસે જર્સી, બ્રિટીશ વર્જિન આઈલેન્ડ્સ અને સાયપ્રસ જેવા સ્થળો પર ઓછામાં ઓછી ૧૮ વિદેશી કંપનીઓ છે.

રીપોર્ટ અનુસાર આ કંપનીઓની સ્થાપના ૨૦૦૭થી ૨૦૧૦ વચ્ચે થઇ હતી, જેમાં સાત કંપનીઓમાં રોકાણ અને લોનનો આંકડો ઓછામાં ઓછો ૧.૩ અબજ ડોલર છે. પંડોરા પેપર્સના રીપોર્ટ(Pandora Papers Anil Ambani) અનુસાર જર્સીમાં અનિલ અંબાણીના નામ પર ત્રણ કંપનીઓ બેટીસ્ટ અનલિમિટેડ, રેડીયમ અનલિમિટેડ અને હ્યુંઈ ઇન્વેસ્ટમેન્ટ અનલિમિટેડ છે. ડિસેમ્બર ૨૦૦૭ અને જાન્યુઆરી ૨૦૦૮માં અસ્તિત્વમાં આવી .બેટીસ્ટ અનલિમિટેડની માલિકી અધિકાર રિલાયન્સ ઈનોવેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ પાસે છે જે અનિલ અંબાણીના એડીએજી ગ્રુપ સાથે જોડાયેલી છે. હ્યુંઈ ઇન્વેસ્ટમેન્ટ અનલિમિટેડની ઓનર કંપની એએએ એન્ટરપ્રાઈઝ લિમિટેડ છે જેની પ્રમોટર કંપની રિલાયન્સ કેપિટલ છે.

Reliance ADAG group Companies

PC : Tech Suvichar

જાન્યુઆરી ૨૦૦૮માં જર્સીમાં વધુ બે કંપનીઓ સમરહિલ લિમિટેડ અને ડલવિચ લિમિટેડ બની હતી.જેના માલિકનું નામ અનુપ દલાલ છે જે અનિલ અંબાણીના પ્રતિનિધિ છે.જેના નામ પર વધુ એક બીવીઆઈ કંપની રીડીયર હોલ્ડીંગ્સ લિમિટેડ છે.આ ઉપરાંત લોરેન્સ મ્યુચ્યુઅલ ,રીચાર્ડ ઇક્વિટી લિમિટેડ અને જર્મન ઇક્વિટી લિમિટેડ નામની ત્રણ કંપનીઓ પણ જર્સીમાં જ છે અને જીનીવાના એક વકીલ એના માલિક છે.

અનુપ દલાલની સૌથી મોટી ભૂમિકા

ખુલાસા અનુસાર અનિલ અંબાણી વતી અનુપ દલાલની ભૂમિકા રોકાણ પૂરું પાડવા માટે વિદેશમાં કંપનીઓ સ્થાપવા હેતુ એક કન્સલ્ટન્ટ અને સલાહકારની હતી.અનુપ દલાલે નવ કંપનીઓ અનિલ અંબાણીની રિલાયન્સ દ્વારા સ્થાપી હતી જેને પાછળથી ટ્રાન્સફર કરવામાં આવી હતી.અહેવાલ અનુસાર બેટીસ્ટ અનલિમિટેડ અને રેડીયમ અનલિમિટેડના રેકોર્ડમાં બહાર આવ્યું છે કે આ કંપનીઓને ૫૦ કરોડ ડોલર અને ૨૨ કરોડ ડોલરની લોન આઈસીઆઈસીઆઈથી લીધી હતી.જેનો હેતુ અનિલ અંબાણી સાથે સંકળાયેલ મુંબઈની એક રીયલ એસ્ટેટ કંપની એએએ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ માટે સીસીપીએસ (કંપલસરી કન્વર્ટબલ પ્રેફરન્સ શેર ) લેવાનો હતો.

આ પણ વાંચો : ચીનને તેની ભાષામાં જવાબ આપવા ભારત તૈયાર, મોદી સરકારને મળશે અદાણીનો સાથ

અનિલ અંબાણીની વિદેશમાં રહેલ કંપનીઓ

જર્સી : બેટીસ્ટ અનલિમિટેડ,હ્યુંઈ ઇન્વેસ્ટમેન્ટ અનલિમિટેડ,સમરહિલ અનલિમિટેડ,ડલવિચ લિમિટેડ,લોરેન્સ મ્યુચ્યુઅલ (જુનું નામ :ડાયવર્ટીમેન્ટો લિમિટેડ ),રિચર્ડ ઇક્વિટી લિમિટેડ અને જર્મન ઇક્વિટી લિમિટેડ .

બ્રિટીશ વર્જિન આઈલેન્ડ્સ : રીહિન્દીર હોલ્ડિંગ્સ લિમિટેડ,નોર્ધન એટલાન્ટીક કન્સલ્ટન્સી સર્વિસીસ ગ્રુપ અનલિમિટેડ ,નોર્ધન એટલાન્ટીક ટ્રેડીંગ અનલિમિટેડ,ટ્રાન્સ પેસિફિક હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ , ટ્રાન્સ એટલાન્ટીક  હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ, ટ્રાન્સ અમેરીકાસ  હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ

સાયપ્રસ : એએએ એન્ટરપ્રાઈઝ એન્ડ વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ,એએએ ટેલીકોમ હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ અને એએએ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રાઇવેટ લિમિટેડ

Pandora Papers 2021

91 દેશના મોટા માથાઓ અંગે ઘટસ્ફોટ

આઈસીઆઈજેએ પોતાની એક વર્ષની ઈન્વેસ્ટગેટીવ પત્રકારિતા અને દસ્તાવેજોની ખરાઈ અને તપાસ કર્યા બાદ વિશ્વભરની દિગ્ગજ હસ્તીઓના ગુપ્ત કારોબાર અંગે ચકચાર મચાવનાર ખુલાસો થયો છે. લીક થયેલા કરોડો દસ્તાવેજમાં ભારત સહિત ૯૧ દેશના વર્તમાન અને પૂર્વ નેતાઓ, અધિકારીઓ અને પ્રસિદ્ધ હસ્તીઓ વચ્ચે નાણાંકીય રહસ્યોને ઉજાગર કરવાનો દાવો કરવામાં આવ્યો છે. આઈસીઆઈજેના આ રીપોર્ટમાં ભારતની જે હસ્તીઓના નામનો ખુલાસો થયો છે તેમાં સચિન તેંદુલકર, અનિલ અંબાણી અને નીરવ મોદીની બહેન સામેલ છે.

આ પણ વાંચો : ચીનના કારણે ભારતમાં ઉભું થઇ શકે વીજળી સંકટ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment