Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 10.
Homeલાઇફ સ્ટાઇલઆ રક્ષાબંધને બહેનને પનીર ચિલિ બનાવીને ખવડાવો…

આ રક્ષાબંધને બહેનને પનીર ચિલિ બનાવીને ખવડાવો…

Paneer Chilli
Share Now

આમ તો રોજ પ્રશ્ન થતો જ હોય છે કે શું બનાવું જમવામાં? હવે તો તહેવારો શરૂ થઈ ગયા છે ત્યારે આવતી કાલે તો રક્ષાબંઘનનો પવિત્ર તહેવાર છે. જેમાં તમે પહેલા વિચારશો કે શું બનાવવું અને શું ખાવુ? ઘરે બનાવવુ કે બહાર જમવા જવું કે ઓર્ડ કરીને ખાવુ. આટલા અઢળક પ્રશ્નો થાય ત્યારે ખરેખરમાં શું કરવું તે નક્કી કરવુ અઘરુ હોય છે. ઘણા બધા લોકો એવા છે જે નોન-વેજ ખાતા નથી. તો એવા લોકો માટે આજે OTT India લઈને આવ્યું છું પનીર ચિલિ બનાવવાની રીત. કેવી રીતે રેસ્ટોરન્ટ જેવી જ ડિલિસિયસ પનીર ચિલિ (Paneer Chilli) ઘરે બનાવી શકાય છે. 

આ રક્ષાબંધનના દિવસે તમામ ભાઈઓ તેમની બહેનને પનીર ચિલિ બનાવીને ખવડાવી શકે છે અને બહેન જરૂરથી ખુશ થશે. આ રીતે પણ તમે તમારી બહેનને સરપ્રાઈઝ આપી શકો છો અને તેને ખુશ કરી શકો છો. ખૂબ જ સરળ અને ડિલિસિયસ પનીર ચિલિ બનાવતા શીખો અને તમારા પરિવારજનોને ખુશ કરી દો. તો આવો જાણીએ કેવી રીતે બને છે પનીર ચિલિ (Paneer Chilli) અને તે બનાવવા માટે તમારે કેટલી સામગ્રીની જરૂર પડશે. 

Paneer Chilli

IMAGE CREDIT: THE INDIAN EXPRESS

પનીર ચિલિ (Paneer Chilli) રેસિપીઃ-

પનીર ચિલી ડિશ એવી છે જે તમે કોઈ પણ વસ્તુ સાથે ખાઈ શકો છો, રોટલી, પૂરી કે ભાત સાથે. ઘણા લોકો એવા હોય છે કે જે જમવાનું બનાવવાના ખૂબ જ શોખિન હોય છે. આથી તેમને ઘણી બધી વાનગીઓ બનાવવાનો પણ શોખ હોય છે. ઘણીવાર તેમને રીત ખબર ના હોવાના લીધે વાનગી બરાબર બનતી નથી. કાં તો પછી તેને બનાવવાની યોગ્ય રીત ખબર ના હોવાના લીધે વાનગી બગડી જાય છે. આથી દરેક સામગ્રી હોવા છતા વાનગી સારી બનતી નથી. તો આવો આજે આપણે પનીર ચિલિ બનાવતા શીખીએ…

આ પણ વાંચોઃ- રક્ષાબંધનમાં આપો આર્ટિસ્ટિક, યૂનિક ગિફ્ટ

સામગ્રીઃ- 

  • પનીર (Paneer)- 250 ગ્રામ
  • કાપેલી ડુંગળી (Onion)- 1
  • લીલા મરચાં(Green chili)- 4 
  • કેપ્સીકમ (Capsicum)- 1
  • લીલી ડુંગળી (Spring Onion)- 2 
  • આદુ-લસણ (Ginger Garlic)- (ઝીણાં કાપેલા)
  • આદુ-લસણની પેસ્ટ (Ginger Garlic Pest)- 2 ટેબલસ્પૂન
  • મેંદો (All Purpose Flour)- 50 ગ્રામ
  • મકાઈનો લોટ (Corn Flour)- 2 ચમચી
  • તીખો સોસ (Chili Sous)- 1 ચમચી
  • ટામેટાનો સોસ (Tomato Sous)- 1 ચમચી
  • સોયા સોસ (Soya Sous)- 1 ચમચી
  • કાળા મરીનું પાવડર (Black Paper)- 1/2 ચમચી
  • તેલ (Oil)- 50 ગ્રામ
  • મીંઠુ- (Salt)- 1/2 ચમચી 
  • હળદર (Turmeric)- 1/2 ચમચી
  • ગરમ મસાલો/ શાકભાજીનો મસાલો (Garam Masala)- 1 ચમચી
Paneer Chilli

IMAGE CREDIT: SPICE CRAVINGS

બનાવવાની રીતઃ- 

  • સૌથી પહેલા એક વાડકીમાં મેંદો, મકાઈનો લોટ, મરચું અને મીઠું નાંખીને મિક્સ કરો અને પેસ્ટ તૈયાર કરો.
  • હવે પનીરને તેમાં નાંખીને મિક્સ કરો અને થોડીવાર રહેવા દો.
  • ત્યારબાદ એક પેન માં થોડુ તેલ લો અને તેમાં પનીરની ટિક્કીને ફ્રાય કરી લો.
  • ત્યારબાદ બીજા વાસણમાં કાઢી લો.
  • ત્યારબાદ એ જ તેલમાં આદુ લસણ જીણી કાપેલી ડુંગળી, મરચાં અને કેપ્સીકમને નાંખીને સાંતળો.
  • થોડીવાર સાંતળ્યા બાદ તેમાં સોયા સોસ, ટોમેટો સોસ, ગ્રીન ચિલિ સોસ, મરચાંનો પાવડર, આદુ, લસણની પેસ્ટ નાંખો.
  • ત્યારબાદ તેમાં થોડુ પાણી ઉમેરો અને જે પનીરની ગ્રેવી વધી હતી તે તેમાં નાંખીને બરાબર સાંતળો.
  • ત્યારબાદ પનીર નાંખી દો અને થોડી વાર સુધી ગેસ પર સાંતળો
  • હવે ગેસ બંધ કરી લો  અને તેના પર લીલી ડુંગળીથી ગાર્નિસ કરો. 
  • હવે તમારી પનીર ચિલિ તૈયાર છે તમે તેને સર્વ કરી શકો છો.

ખાસ ધ્યાનમાં રાખવાની બાબતઃ-

  • પનીરનું બેટર વધારે પાતળુ ન હોવુ જોઈએ. 
  • બેટરમાં પનીરને નાંખ્યા બાદ થોડીવાર સેટ થવા દો જેથી તે સારી રીતે મેરિનેટ થઈ જશે અને સારી બનશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment