નવી દિલ્હી: પેપર બનાવનાર કંપનીઓએ પેપરના ભાવ (Paper Price) વધારવાના શરુ કરી દીઘા છે. તેના ભાવમાં ૧૦થી ૧૨ ટકાનો વધારો થયો છે. જેના પગલે પેપર સાથે જોડાયેલ કંપનીઓના શેરમાં તેજી (Share Price)નું વલણ જોવા મળ્યું હતું. કંપનીઓએ પેપરના ભાવમાં ૨૦૦૦-૩૦૦૦ પ્રતિ MT સુધી વધારો કર્યો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર પેપર મિલોએ ઓક્ટોબર ડીલીવરી (Delivery)ના ભાવ વધ્યા છે.પેપરોની કિંમતમાં અંદાજે ૨ હજારથી ૩ હજાર રૂપિયા પ્રતિ મેટ્રિક ટનનો વધારો થયો છે. ગત ૧ મહિનામાં પેપરના ભાવ ૧૦ થી ૧૨ ટકા વધ્યા છે. દિગ્ગજ કંપની ITCએ પણ ભાવ વધારવાની પૃષ્ટિ કરી છે.
ભાવવધારા માટે જવાબદાર પરિબળો
મળતી માહિતી અનુસાર ટ્રાન્સપોર્ટનો ખર્ચ (Transport Cost) વધવાથી ભાવમાં વધારો કરાયો છે. જયારે કોલસા (Coal) ,વેસ્ટ પેપર મોંઘા થવાથી ભાવ વધ્યા છે જયારે શાળાઓ અને ઓફિસો ખૂલવાથી પેપરની માંગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. પેપરના ભાવ (Paper Price) વધવાથી જે કે પેપર, આઈટીસી, માલુ પેપર, વેસ્ટ કોસ્ટ પેપર, સીશાસેયી પેપર જેવા શેરના ભાવમાં આજે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. પેપરના ભાવ વધવાના કારણો પર વધારે જાણકારી આપતાં એક વિશ્લેષકે કહ્યું હતું કે છેલ્લાં એક મહિનામાં પેપર કંપનીઓએ પેપરના ભાવ વધારવાનું શરુ કર્યા હતા. જેની પાછળનું મુખ્ય કારણ ચીન (China)માં પેપર મિલો દ્વારા પેપરના ભાવ વધારવું સામેલ છે. જ્યાં રો મટેરિયલ (Raw Material)ના ભાવ વધવા, ઉત્પાદનની માંગ (Demand) વધવી અને વીજ તંગીના કારણે ચીનની કંપનીઓએ ભાવ વધાર્યા હતા જેની અસર હવે ભારતીય કંપનીઓ પર પણ જોવા મળી રહી છે.
દેશની મોટી કંપનીઓએ વધાર્યા પેપરના ભાવ
જ્યાં સુધી ભારતીય કંપનીઓની વાત છે તો ૨૫ સપ્ટેમ્બર પછી પેપર કંપનીઓએ પોતાના ભાવ વધારવાનું શરુ કર્યું હતું. આઈટીસી અને સેન્ચુરી ટેક્સટાઈલ્સના પેપર ડિવિઝને ગત મહિનાથી જ પોતાના પેપર ઉત્પાદનના ભાવ વધારવાનું શરુ કર્યું હતું આ ઉપરાંત જે કે પેપરે પણ ભાવ વધાર્યા હતા.
શેરબજારના અન્ય એક વિશ્લેષકે કહ્યું હતું કે કંપનીઓએ દરેક પ્રકારના ભાવ વધાર્યા છે પછી તે લખવાના ઉપયોગમાં થનાર પેપર હોય કે પછી પ્રિન્ટીંગ (Printing Paper) માટે ઉપયોગ થનાર પેપર હોય, એટલે સુધી કે પેકેજીંગમાં ઉપયોગ થનાર પેપરના ભાવ પણ કંપનીઓએ વધાર્યા છે.
માંગમાં વધારો
ભારતીય કંપનીઓના અનુસાર પેપર બનાવવા માટે ઉપયોગમાં આવતો કાચો માલ, વિવિધ પ્રકારના કેમિકલો અને સોદા,વેસ્ટ પેપર, ટ્રાન્સપોટેશનના ભાવ વધવાના કારણે કંપનીઓની પડતર કિંમત અથવા ખર્ચ વધી ગયો છે જેના કારણે કંપનીઓએ ભાવ વધાર્યા છે. આ ઉપરાંત પેપરની માંગ કોરોના પહેલાના સ્તરે પહોચી ગઈ છે. કોરોના નિયંત્રણમાં આવવાના કારણે કાર્યાલયોમાં કામગીરી વધી ગઈ છે. જ્યાં પેપરની માંગ વધી છે. આ ઉપરાંત શાળાઓ ખૂલવાથી પણ પેપર કંપનીઓના ઉત્પાદનમાં વધારો કરવો પડયો છે જેના કારણે ભાવ (Paper Price) વધારવામાં આવ્યા છે.
આ પણ વાંચો : ઇઝરાયલી કોન્સ્યુલ જનરલ શ્રીયુત કોબ્બી શોષાનીએ ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કરી મુલાકાત
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4