Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeલાઇફ સ્ટાઇલબાળકોના ઉછેરમાં ન્યૂક્લિયર કુુંટુંબ જવાબદાર???

બાળકોના ઉછેરમાં ન્યૂક્લિયર કુુંટુંબ જવાબદાર???

Parenting
Share Now

બાળકોના વ્યવહાર તથા તેમના વ્યક્તિત્વ માટે લોકો તેમના ઉછેરને જવાબદાર ગણે છે. ઘણીવાર માતા-પિતા (Parenting) બોલી બોલીને સારી વાતો શીખવાડવાનો પ્રયત્ન કરે છે, પણ શું તમે જાણો છો કે બાળક પાઠથી નહીં પણ તેમના માતા-પિતાના વ્યવહાર અને આજુબાજુના વાતાવરણથી સારી-ખરાબ વાતો શીખે છે અને તેનો સ્વિકારે છે.

ભૂતકાળમાં મહત્તમ લોકો સંયુક્ત પરિવારમાં રહેતા હતા. જ્યાં ઘરમાં ફક્ત માતા-પિતા જ નહીં, દાદા-દાદી, કાકા-કાકી, મોટા પપ્પા-મોટી મમ્મી અને ઘણા બધા ભાઈ-બહેનો પણ સાથે રહેતા હતા. એવામાં બાળકોના ભરણ-પોષણની જવાબદારી, સારી વાતો અને યોગ્ય વ્યવહાર શીખવાડવા માટેની જવાબદારી ફક્ત તેમના માતા-પિતાની (Parenting) જ નહોતી, પણ ઘરના બધા જ સભ્યો આ કાર્યમાં બરાબરની જવાબદારી નિભાવતા હતા. આ યુગમાં મહત્તમ લોકો ન્યૂક્લિયર પરિવારોમાં રહે છે, એવામાં યોગ્ય પેરેન્ટિંગ કેવી હોય છે તે વિશે મહત્તમ માતા-પિતા, ખાસ કરીને નવા બનેલા માતા-પિતાના મનમાં ઘણા સવાલો રહે છે.

બાળકો ભલે તે વાતો ના શીખે જે તેમને માતા-પિતા શીખવાડવા માંગે છે પરંતુ વધારે પડતી વાતો તેમના માતા-પિતાને જોઈને જ શીખે છે. આથી ખૂબ જ જરૂરી છે કે સૌથી પહેલા માતા-પિતાનું પરસ્પરનું વ્યવહાર સકારાત્મક, સમ્માનીય તથા શાંતિપ્રિય હોવુ જોઈએ, તો જ બાળકો એક સારુ બાળપણ જીવી શકશે.

Parenting

                        IMAGE CREDIT: ANKUR KASHYAP-MEDIUM

સારી પેરેન્ટિંગ (Parenting) કેવી હોવી જોઈએ તે વિશે અલગ-અલગ વિશેષજ્ઞ અલગ-અલગ સલાહ આપે છે, કેટલિક અંહી પ્રસ્તૃત છે…

  • નિષ્ણાતનું માનવુ છે કે, માતા-પિતાએ ઘરનું વાતાવરણ હંમેશા સમ્માનિય, ખુશનુમા અને સકારત્મક રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. સારા સ્વસ્થ વાતાવરણમાં બાળકોમાં ખુશી, સમ્માન, સંતોષ અને સુરક્ષાની ભાવના જન્મે છે.
  • દરરોજ તમારા બાળકો સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરો, તેમની સાથે વાત કરવી જોઈએ, ખાસ કરીને તેમની વાતો સાંભળવી જોઈએ. એવું કરવાથી માતા-પિતા અને બાળકોના વચ્ચેનો સંબંધ અને સ્નેહ વધારે ગાઢ બને છે.
  • તમારા બાળકોના સારા વ્યવહાર અને સકારત્મક વ્યવહાર પર વધારે ધ્યાન આપવુ જોઈએ. માતા-પિતા તેમના બાળકોને ખરાબ વ્યવહાર પર ધમકાવશે, બાળકો એટલા જ તે તરફ આકર્ષિત થશે. તેને પેરેન્ટિંગની ભાષામાં નકારત્મક વ્યવહાર કે નેગેટિવ એપ્રોચ કહેવાય છે. Parentingની વાત આવે ત્યારે જ્યાં સુધી શક્ય હોય ધમકાવવાની જગ્યાએ તેને સમજાવીને સાચા-ખોટાની પરખ કરાવો. જો વાત વધારે ગંભીર હોય તો તેમને ધમકાવવા પણ જરૂરી છે, ધમકાવાથી વખતે ખાસ ધ્યાન રાખજો કે તમે અભદ્ર ભાષા કે અપમાનજનક શબ્દોનો ઉપયોગ ન કરવો.

આ પણ વાંચોઃ- કેમ ટિનએજર્સ, માતા-પિતાને મિત્ર નથી સમજતા!!!

  • કહેવાય છે ને “શેરિંગ ઈઝ કેરિંગ” તે અતર્ગંત તેમને વહેંચણી કરવાનું શીખાવડવું ઘણુ જરૂરી હોય છે. સ્કૂલમાં ટિફિન, પેન્સિલ-પેન, જરૂર પડે તો પુસ્તક જો બાળક આ વાત શીખી જાય તો તેમને વ્યક્તિત્વ પર સકારત્મક અસર પડે છે.
  • ઘણીવાર જોવા મળ્યુ છે કે, માતા-પિતા તેમના કામની ચિંતા અને હેરાનગતિ થવા પર તેમના વ્યવહાર પર નિયંત્રણ ગુમાવવા લાગે છે અને પરિણામે અજાણતા જ તેમનો ગુસ્સો બાળકો પર ગુસ્સો કરીને કાઢે છે. તેનાથી હેરાનગતિ ઓછી નહીં પણ વધી જાય છે. એવું કરવાથી બાળકોના કોમળ મન પર અસર પડે છે તથા તેમને વ્યવહારમાં ગુસ્સો અને જીદ્દ વધી જાય છે. તે સાથે જ માતા-પિતા અને તેમના બાળકોનાં સંબંધમાં પણ અંતર આવી જાય છે અને સમ્માનમાં પણ કમી આવી જાય છે. બને ત્યાં સુધી તમારા બાળકો પર ગુસ્સો ન કરવો. જો તમે તમારા બાળકને કોઈ વાત સમજાવવા માંગો છો તો તે પહેલા બાળકોની મનોસ્થિતિને સમજો અને તેમના મનોભાવને સમજો.
Parenting

                        IMAGE CREDIT: QUOTES IDEAS

  • જો તમે ઈચ્છતા હોવ કે, તમારા બાળક મોટા થઈને તેમની જવાબદારી ઉપાડે અને તો તેની શરૂઆત તમારે આજથી જ કરવી પડશે. એક સારી પેરેન્ટિંગ (Parenting)માં તમે તેને ઘરના નાના-નાના કામોમાં તેમની મદદ લો. ક્યારેક ક્યારેક ઘરના કેટલાક સામાન્ય નિર્ણયમાં તેમની સલાહ પણ લો. તેનાથી તમારા બાળકોમાં આત્મવિશ્વાસ વધશે અને તે આત્મ-નિર્ભર અને આત્મ-વિશ્વાસુ પણ બનશે.
  • જો તમે ઈચ્છતા હોવ કે તમારું બાળક કંઈક શીખે તો તેને તેના કામ જાતે જ કરવા દો. બની શકે કે, શરૂઆતમાં તે દરેક કામ ખરાબ કરી દે તો પણ તેને જાતે જ શીખવા દો.
  • તમારા બાળકોને પડકારોનો સામનો સકારત્મકતાથી કરવો પડશે. નિષ્ણાતોનું કહેવુ છે કે, જે લોકો પડકારોને સકારત્મકતાથી જુએ છે, તેમને સફળતા જરૂર મળે છે. ત્યાં જ જે લોકો પડકારોને નકારત્મક દ્રષ્ટિકોણથી જુએ છે, તે પહેલા જ હાર માની લે છે અને તેનો સ્વિકાર કરી શકતા નથી.
Parenting

                         IMAGE CREDIT: STUDY FINDS

  • બાળકોને કડક નિયંત્રણમાં રાખવાની જગ્યાએ તેમના મિત્રો કે માર્ગદર્શક બનવાનો પ્રયત્ન કરો. વધારે પડતુ નિયંત્રણ બાળકોના વિકાસમાં અડચણ બની શકે છે. બાળકોની દરેક વસ્તુ, વાતમાં તમારે સલાહ આપવી જરૂરી નથી, ખાસ કરીને ત્યારે જ્યારે તમારા બાળકો ટીનએજ કે તેનાથી વધારે ઉંમરના હોય તો. ખાસ વાત, બાળકોને તમારા જેવા નહીં પણ તેમને તેમના જેવા જ બનવા દો અને તેમના અસ્તિત્વનો સ્વિકાર કરો.

નિષ્ણાતોની આ પ્રકારની અમુક રીતો અને તમારા વ્યવહારમાં પરિવર્તન લાવીને તમે તમારા બાળકોનો યોગ્ય રીતે ઉછેર કરી શકો છો. આ તમામ વાતોનું ખાસ પ્રકારે ધ્યાન આપીને તેમની નાજુક ઉંમરમાં તેમના સાથી બનીને તેમને યોગ્ય સલાહ આપીને તેમને આત્મવિશ્વાસુ બનાવી શકો છો. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment