ભારત અને પાકિસ્તાન (India-Pakistan Match) વચ્ચે 24 ઓક્ટોમ્બરે ટી 20 વર્લ્ડ કપની મેચ રમવાની છે. ત્યારે દુનિયાભરના ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કારણ કે આ ટીમો માત્ર ICC ટુર્નામેન્ટમાં જ સામસામે જોવા મળે છે. ત્યારે આ મેચ અંગે હાલ ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે પંજાબ સરકારના મંત્રી પરગટ સિંહ તરફથી આ ક્રિકેટ મેચ રદ કરવાની માંગણી કરવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રી ગીરીરાજ સિંહે કહ્યું હતું કે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ ના થવી જોઈએ. આ મેચ વિશે એક વાર હજુ વિચાર કરવાની જરૂર છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે પાકિસ્તાનનો આતંકવાદી ચેહરો આખી દુનિયાએ જોયો છે. અને તેનું પરિણામ પણ પાકિસ્તાનને ભોગવવું પડશે. રવિવારે જોધપુરમાં કેન્દ્રીય જળ શક્તિમંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતના ઘરે શોક સભા રાખવામાં આવી હતી. જેમાં સામેલ થયા પછી કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે મીડિયા સાથે વાતચીત કરી હતી.
કાશ્મીરમાં હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે…
ગીરીરાજ સિંહે કહ્યું કે જમ્મુ-કશ્મીરમાં જે પ્રમાણે આતંકી હુમલા થઇ રહ્યા છે, તેને ધ્યાનમાં રાખીને આવનાર દિવસોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થનાર મેચ અંગે હજુ એક વિચારણા કરવી જોઈએ. બંને દેશો વચ્ચે સંબંધો અત્યારે સારા નથી. સાથે સાથે તેને કોંગ્રેસ પર પણ આકરા આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યુ હતું કોંગ્રેસ દેશમાં ખોટી રાજનીતિ કરી રહી છે. આગળ તેમને રાજસ્થાનમાં બનતી ઘટનાઓ વિશે પણ વાત કરી હતી. કહ્યું હતું રાજસ્થાનમાં વાલ્મીકી સમાજના લોકો પર અત્યાચાર થઇ રહ્યા છે. ઠેર ઠેર દીકરીઓ સાથે બળાત્કાર થઇ રહ્યો છે. કાશ્મીરમાં હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. આ સિવાય કાશ્મીરમાં એક સામાન્ય નાગરિક કે જે પાણીપુરી વેચીને પોતાનું ગુજરાન ચલાવતો હતો, તેને આતંકી દ્વારા ટાર્ગેટ કરવમાં આવ્યો હતો. તેના પરિવાર દ્વારા પણ આ મેચ રદ કરવા અંગે માંગણી કરવામાં આવી હતી.
જુઓ આ વિડીયો: Gujarat में Congress भी खेल सकती है पटेल कार्ड!
ગયા અઠવાડિયામાં ભારતના 9 સૈનિકો થયા શહીદ
પંજાબ સરકારના મંત્રી પરગટ સિંહે પણ આ મુદ્દે પોતાના વિચારો રજુ કર્યા હતા અને કહ્યું હતું કે આ મેચ ના થવી જોઈએ. કારણ કે બોર્ડર પર અત્યારે ખુબ તણાવપૂર્વક માહોલ છે. જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાનની હરકતોના કારણે ગયા અઠવાડિયામાં ભારતના 9 સૈનિકો શહીદ થયા છે. પાકિસ્તાન તરફથી આતંકીઓની સતત ભારતમાં ઘુસણખોરી કરવાના પ્રયાસો થઇ રહ્યા છે.
સાનિયા આ દિવસે રહેશે સોશિયલ મીડિયાથી દુર
ત્યારે મેચના દિવસે ભારતીય ટેનીસ ખેલાડી સાનિયા મિર્ઝા સોશિયલ મીડિયાથી દુર રહેશે, તેવી જાહેરાત કરી હતી. ભારત અને પાકિસ્તાન મેચ (India-Pakistan Match) દરમિયાન જોવા મળતા તણાવપૂર્વક માહોલ અને ખરાબ વર્તનથી બચવા માટે તેણે આ નિર્ણય લીધો હતો. કારણ કે જયારે જયારે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાય છે, ત્યારે સાનિયાને બન્ને દેશના દર્શકો દ્વારા ખુબ ટ્રોલ કરવામાં આવતી હોય છે.
આ પણ વાંચો: T20 World Cup 2021: આજથી ટી20 વર્લ્ડ કપની શરૂઆત, જાણો દરેક ટીમ વિશે
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4