“We Don’t Own the Planet Earth, We Belong to It and We Must Share It With Our Wildlife.” ક્રોકોડાઈલ હંટરના નામથી પ્રખ્યાત સ્ટિવ ઈરવિન દ્વારા આ વાક્ય બોલવામાં આવ્યું હતું. આજે પણ તેનું મૂલ્ય ગુમાવતું નથી. વન્યજીવોને બચાવવા ખુબ જ જરૂરી છે. ભારત સરકાર આજે દેશમાં સિંહ જેવા વન્યજીવોને બચાવવા માટે અનેક ભગીરથ પ્રયાસ કરી રહી છે. સિંહોને બચાવવા માટેના આ પ્રયાસોમાં મુખ્ય સાથ પરિમલ નથવાણીએ આપ્યો. ગીરના રાજાને બચાવવા માટે સદા તત્પર એવા વ્યક્તિ એટલે પરિમલ નથવાણી.
પ્રકૃતિનું અદભુત સર્જન એટલે સિંહ. સિંહ ભારતીય સંસ્કૃતિમાં અનેરુ સ્થાન ધરાવે છે. ભારતના ઈતિહાસ અને દંતકથાઓમાં સિંહનું સ્થાન અતિ વિશેષ છે. સિંહ એટલે શક્તિ. સિંહ એટલે હિંમત. સિંહ એટલે સર્વોચ્ચ નેતૃત્વ. ધર્મમાં સિંહની વાત કરીએ તો, ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે કે, પ્રાણીઓમાં હું મૃગરાજ સિંહ છું. જ્યારે દુર્ગા મા પણ સિંહની સવારી કરે છે. આવા બલિષ્ઠ રાજા સિંહથી ભારતના સમ્રાટ અશોક પણ એટલા જ પ્રભાવિત હતા. આ માટે જ આજે પણ અશોક સ્તંભ પર સિંહોની મુખકૃતિ દ્રશ્યમાન થાય છે જે આજે આપણું રાષ્ટ્રીય ચિન્હ છે. ભારતની સંસ્કૃતિમાં સિંહ સૌથી ઊંચા પાયદાન પર રહેલો છે. એટલે જ તો મહારાજાઓના આસનને સિંહાસન કહેવાય છે. આવા બલવાન જંગલના રાજાને બચાવવા માટે પરિમલ નથવાણી છેલ્લા 35 વર્ષથી કામ કરી રહ્યા છે.
પરિમલ નથવાણીને એકવાર એક ઈન્ટરવ્યૂમાં પૂછવામાં આવેલું કે સિંહ તમારા માટે શું છે. “ત્યારે પરિમલ નથવાણીએ હસતાં મુખે કહ્યું હતું. સિંહ કોઈ પ્રાણી નથી પરંતુ મારો પરિવાર છે. હું સિંહોને ખુબ જ પ્રેમ કરું છું. મારી ફરજ છે કે, હું સિંહોનું રક્ષણ કરું. સિંહોને પ્રમોટ કરવા અને તેમનું રક્ષણ કરવાનો પ્રયાસ કરું છું. સિંહને જોઈને મારામાં એક નવી ઉર્જાનો સંચાર થાય છે.” – પરિમલ નથવાણી સાંસદ,રાજ્ય સભા અને ડાયરેક્ટર કોર્પોરેટ અફેર્સ, RIL
35 વર્ષ પહેલા પરિમલ નથવાણી પાસે સિંહોને જોવાનું, ગીરમાં ફરવાનું અને વન્યજીવ સંરક્ષણનું જૂનૂન હતું. સાંસદ સભ્યનું પદ ન હતું. ખુબ જ ઓછી સવલતો હતી. દૂધની ગાડી, સરકારી બસ અને અન્ય વાહનોમાં સવાર થઈને પરિમલ નથવાણી જામખંભાળિયાથી 215 કિલોમીટરનો સફર ખેડતા હતા. સિંહ પ્રત્યેનો પ્રેમ આટલા મોટા સફરમાં તેમને થાકવા ન દેતો હતો. સાસણ પહોંચીને વનવિભાગ,માલધારી અને ટ્રેકર્સની સાથે સિંહો જોતા અને મદદ કરતાં હતા જેથી સિંહનું સામ્રાજ્ય સલામત રહે છે, કાયમ રહે.
આ પણ વાંચો : ગીરના સિંહનો રોમાંચક ઈતિહાસ
એક સમય એવો આવ્યો કે, સિંહોના આકસ્મિક રીતે મોત વધુ થવા લાગ્યા. આ સમયે સિંહો પર સંકટ મંડરાઈ રહ્યું હતું. પરંતુ દેવદૂત બનીને સમય દરમિયાન પરિમલ નથવાણી આવ્યાં. રેલવે ટ્રેક પર સિંહોનું મોત, વાહન અકસ્માતમાં સિંહોનું મોત અને ખુલ્લા કુવામાં પડીને મોતને ભેટતા સિંહોને બચાવવા માટે પરિમલ નથવાણીએ ફરીથી પ્રયાસ ચાલુ કર્યા. પરિમલ નથવાણીએ રિલાયન્સ ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝની સાથે રહી હજારો કુવાઓને ઢાંકવાનું કામ કર્યું. જેથી રાત્રે હૂંકતા ચાલતા સિંહ કુવામાં પડે નહીં અને તેનું મોત પણ ન થાય. સંસદમાં સિંહોના સંરક્ષણ માટે આવાજ ઉઠાવ્યો. સરકાર સમક્ષ મહત્વના મુદ્દા મુક્યા.
ઈનફાઈટમાં અનેક સિંહો ઘાયલ થાય છે અને આજ કારણે સિંહોના મોત થાય છે. આ મોતને રોકવા માટે એક નવી લાયન હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી રહી છે. જેનું ઉચ્ચ-ગુણવત્તાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે તેમાં યોગ્ય લાયકાતવાળા ડોક્ટર્સને મુકવામાં આવશે. જેથી સિંહ પરિવારને બચાવી શકાય. સિંહના વંશને આગળ લઈ જઈ શકાય.
આ પણ વાંચો : ગીરનાર પર્વતનો રોચક ઈતિહાસ…
પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, ગીરમાં સિંહ અને માણસ વચ્ચે સહઅસ્તિત્વની અનોખી મિસાલ દેખાય છે. બંને જીવ એક સાથે રહે છે. ગીરનો આ રાજવી જીવ માણસને તેના સામ્રાજ્યમાંથી સહર્ષ પૂર્વક નીકળવાનો રસ્તા આપે છે. જ્યારે આફ્રિકન સિંહ આવો વ્યવહાર કરતાં નથી. જંગલી આફ્રિકન સિંહ માણસ પર હુમલો કરે છે. ગીરમાં આ સહઅસ્તિત્વને ટકાવી રાખવા માટે સ્થાનિક લોકો, માલધારી અને ટ્રેકર્સ સૌથી મોટી ભૂમિકા અદા કરે છે.
“સિંહ સામ્રાજ્ય સતત વિસ્તરતું જાય છે. હાલમાં ગુજરાતના 7 જિલ્લાઓ સુધી સિંહોનું સામ્રાજ્ય વિસ્તરી ગયું છે. આ ગીરના રાજાને ખુલ્લાં આવાસ જોઈએ જેથી તેઓ હજુ પણ આગળ વધી શકે. ગીર સિંહ માટે ઉપયુક્ત આવાસ છે, અને સિંહ માટે પ્રાકૃતિક ખોરાક મળી રહે તેના માટે પ્રયત્ન કરવા જોઈએ.” પરિમલ નથવાણી સાંસદ,રાજ્ય સભા અને ડાયરેક્ટર કોર્પોરેટ અફેર્સ, RIL
પરિમલ નથવાણીએ તેમના કાર્યનો 35 વર્ષનો અનુભવ તેમની પુસ્તક GIR LION—PRIDE OF GUJARAT માં લખ્યો છે. આ સાથે જ વિદેશ પ્રવાસીઓને દુર્લભ સિંહની જાણકારી મળે તે હેતુથી અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે એક ગીર ગેલેરીનું નિર્માણ પણ પરિમલ નથવાણીએ કરાવ્યું છે. જેથી લોકોમાં સિંહને લઈને જાગૃતતા આવે સાથે-સાથે ગીર અને સિંહ વિશે જાણી શકે.. સિંહને વૈશ્વિક ફલક ઉપર ઓળખ અપાવવા બદલ અને સિંહોના સંરક્ષણ માટે ભગીરથ કાર્યમાં સાથ આપવા માટે પરીમલ નથવાણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરે છે. આજે ગીર નેશનલ પાર્ક માત્ર ગુજરાતનું જ નહી પરંતુ સમગ્ર ભારતનું ગૌરવ છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4