પ્રિયંકા ચોપરા(Priyanka Chopra) અને નિક જોનસ એક પ્રખ્યાત સેલિબ્રિટી કપલ છે. તેઓ પોતાનો પ્રેમ બોલ્ડ(Bold) રીતે વ્યક્ત કરવામાં સહેજ અચકાતા નથી. પ્રિયંકાએ તેના ઇન્સ્ટાગ્રામ પર બિકીની તસવીરો પોસ્ટ કરીને ખળભળાટ મચાવી દીધી છે. પ્રિયંકાએ પોસ્ટ કરેળ તસવીરમાં તે બિકિની પહેરીને સનબાથ લેતી નજરે પડી રહી છે. અને નિક જોનસ તેની બાજુમાં બેઠો છે, જે શર્ટલેસ છે. પ્રિયંકાની તસવીર જોઈને ચાહકો તેના હોટ લુકથી સ્તબ્ધ થઈ ગયા હતા. ત્યારે ઘણા યુઝર્સે પ્રિયંકાને ટ્રોલ પણ કરી હતી. આ દરમિયાન પર્યંક ચોપરાની બહેન પરિણીતી ચોપરાએ(parneeti Chopra) પણ આ તસવીર પર કમેંટ કરી છે.
ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરી
પ્રિયંકાએ તેની તસવીર સાથે કેપ્શનમાં લખ્યું – ‘સ્નેક.’ આ સાથે, તેણે કાંટો અને છરીના ઇમોજી પણ પોસ્ટ કર્યા છે. ફોટોમાં, નિકે એક હાથમાં કાંટો અને એક હાથમાં છરી લીધી છે.
આ પણ વાંચો:બ્રિટનની રાજકુમારી ઓનલાઇન વેચી રહી છે પોતાના ડિઝાઇનર કપડા?
પરિણીતી ચોપરાએ કરી કમેન્ટ
પ્રિયંકાની કઝીન પરિણીતી ચોપરાએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ પર કરેલ કમેન્ટે દરેકનું ધ્યાન ખેંચ્યું હતું. પરિણીતીએ કમેન્ટમાં લખ્યું કે, ‘જીઝ, મીમી દીદી, આ શું ચાલી રહ્યું છે, પરિવાર ઇન્સ્ટાગ્રામ પર છે. મે આંખો બંધ કરીને લાઈક બટન દબાવવાનો પ્રયાસ કર્યો છે.
લોકોએ કરી ટ્રોલ
પ્રિયંકા ચોપરાએ(Priyanka Chopra) સોશ્યલ મીડિયમાં પોસ્ટ(Social Media Post) કરેલ ફોટો ઘણા લોકોને પસંદ આવ્યો નથી. આ ફોટો જોઈને ઘણા લોકોએ તેને ટ્રોલ કરી છે. એક વ્યક્તિએ પ્રિયંકાની પોસ્ટમાં લખ્યું છે, ભારતના સંસ્કાર ભૂલી ગયા, તેમજ બીજા વ્યક્તિએ લખ્યું કે ઓહ આ શું જોઈ રહ્યા છીએ અમે. આમ ઘણા લોકોને પ્રિયંકાની આ પોસ્ટ ગમી નથી.
આગામી ફિલ્મો
પરિણીતી અને પ્રિયંકા વચ્ચે ખૂબ જ સારી બોન્ડિંગ છે. બંને ઘણીવાર સાથે સમય પસાર કરતા જોવા મળે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પરિણીતી છેલ્લે ‘સંદીપ ઓર પિંકી ફરાર’ અને ‘સાઈના’ ફિલ્મોમાં જોવા મળી હતી. તેની આગામી ફિલ્મ ડિરેક્ટર રિભુ દાસ ગુપ્તા સાથે છે. જો કે,ફિલ્મનું નામ હજુ નક્કી કરવામાં આવ્યું નથી.
વિકેન્ડ પર ઘરે આવી
પ્રિયંકાની વાત કરીએ તો તે થોડા સમયથી લંડનમાં(london) તેની ફિલ્મ ‘સિટાડેલ’ના શૂટિંગમાં વ્યસ્ત હતી. તે સપ્તાહના અંતે અમેરિકા પરત ફરી છે. તેણે નિકના એક કોન્સર્ટમાં પણ હાજરી આપી હતી. સિટાડેટ ઉપરાંત, પ્રિયંકા પાસે ‘જી લે ઝારા’ અને ‘મેટ્રિક્સ 4’ ફિલ્મોનું કામ પણ છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4