હિન્દુ પંચાગ પ્રમાણે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની એકાદશીને પરિવર્તની એકાદશી (Parivartani Ekadashi) તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસને ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં ભાદરવા શુક્લ પક્ષની એકાદશીએ પડખુ ફેરવે છે, એ જ કારણથી આ એકાદશીને પરિવર્તની એકાદશી કહેવાય છે. તેને વામન એકાદશી, પાશ્ચર્વ એકાદશી કે જયંતી એકાદશી પણ કહેવામાં આવે છે.
તમને જાણકારી હશે જ કે, ભગવાન વિષ્ણુ દેવપોઢી એકાદશીએ યોગ નિદ્રામાં જતા રહે છે, ત્યારથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. અત્યારે ચાતુર્માસ ચાલી રહ્યો છે. દેવઉઠી એકાદશીના દિવસે તે યોગ નિદ્રામાંથી બહાર આવશે. ત્યારબાદ લગ્ન, બાબરી ઉતરાવવી, જનોઈ વગેરે જેવા માંગલિક કાર્યો ફરીથી શરૂ થશે. ચાતુર્માસમાં માંગલિક કાર્યો પર પ્રતિબંધ હોય છે.
Parivartani Ekadashi
ભાદરવાની એકાદશીનું વ્રત 16 સપ્ટેમ્બરે રાખવુ કે 17 સપ્ટેમ્બરે? આવો જાણીએ તિથિ, પારણુ, સમય અને પરિવર્તની એકાદશી (Parivartani Ekadashi)ના મહત્વ વિશે.
પરિવર્તની એકાદશી 2021 મહૂર્ત
ગુજરાતી પંચાગ અનુસાર, ભાદરવા મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિનું પ્રારંભ 16 સપ્ટેમ્બરના દિવસે ગુરુવારે સવારે 9:09 થી શરુ થઈ રહ્યું છે. તેની પૂર્ણાહૂતિ બીજા દિવસે 17 સપ્ટેમ્બરના રોજ શુક્રવારે સવારે 8:07 થશે. વ્રત માટે ઉદયાતિથિનું મહત્વ હોય છે. એવામાં પરિવર્તની એકાદશીનું વ્રત 17 સપ્ટેમ્બરે શુક્રવારે રાખવામાં આવશે.
પરિવર્તની એકાદશી 2021 પારણાનો સમય
જે લોકો 17 સપ્ટેમ્બરે પરિવર્તની એકાદશીએ વ્રત રાખશે, તેમણે વ્રતનું પારણુ બીજા દિવસે 18 સપ્ટેમ્બરના રોદજ શનિવારે સવારે 6:07 થી 06:54 ની વચ્ચે કરી લેવું જોઈએ. એ દિવસે દ્વાદશી તિથિ સવારે 06:54 એ પૂર્ણ થઈ રહી છે, આથી તે પહેલા જ પારણું કરી લો. એકાદશી વ્રતનું પારણું હંમેશા દ્વાદશી તિથિના પૂર્ણ થયા પહેલા કરવુ જોઈએ.
Parivartani Ekadashi નું મહત્વ
પૌરાણિક માન્યતાઓ અનુસાર, જે વ્યક્તિ પરિવર્તિની એકાદશનીનું વ્રત રાખ છે અને વામન અવતારની વિધિપૂર્વક પૂજા કરે છે, તેને વાજપેય યજ્ઞ સમાન ફળ મળે છે. અજાણતા કરવામાં આવેલા પાપ સમાપ્ત થાય છે અને મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે.
આ પણ વાંચોઃ- Ganesh Mahotsav દરમિયાન જય મકવાણા સાત વર્ષથી શ્રીજીનું વિસર્જન કરતા નથી
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt