Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / May 16.
Homeસ્ટાર્ટ અપહવે દૂધ વેચશે પારલે ગૃપ

હવે દૂધ વેચશે પારલે ગૃપ

Share Now

અમદાવાદ : ભારતના સૌથી ખ્યાતનામ ખાદ્ય પ્રોડકટ બનાવતું સમૂહ પારલે હવે મિલ્ક સેગમેન્ટમાં પ્રવેશવા જઈ રહ્યાં છે. પારલે એગ્રોએ કહ્યું કે તેઓ હવે ફ્લેવર્ડ દૂધ (Parle Agro Smoodh Milk) કારોબારમાં ફરી ઝંપલાવશે.

પારલે પરિવારની એક કંપની પારલે એગ્રો સ્મૂધ બ્રાંડ(Parle Agro Smoodh Milk) હેઠળ ડેરી પ્રોડકટ્સ સેગમેન્ટમાં ફરી પદાર્પણ કરશે.

અમે વૈવિધ્યપૂર્ણતા સાથે ગહન રીસર્ચ કરીને આધુનિક અને નવી ટેક્નિકમાં મોટાપાયે રોકાણ કરીને ડેરી સેગમેન્ટની જરૂરિયાતો અનુસાર ભારતીય ગ્રાહકો માટે પારલે એગ્રો ફ્લેવર્ડ મિલ્ક(Parle Agro Milk)થી ડેરી કારોબારની શરૂઆત કરી રહ્યાં છીએ.Parle Agro શું છે ભાવ ?

કંપનીએ સૌથી નાનું પેકેજ 10 રૂપિયાનું લોન્ચ કર્યું છે. 10 રૂપિયાના ટેટ્રા પેકમાં કંપની 85 મિલીલિટર ફ્લેવર્ડ દૂધ આપશે.

સ્મૂધ દૂધ બે વિકલ્પોમાં ઉપલબ્ધ હશે-એક છે ચોકલેટ મિલ્ક અને ટોફી કેરેમલ. કંપનીએ નાનાથી લઈને યુવાવર્ગ અને વૃદ્ધો માટેના બેસ્ટ ફ્લેવર્ડ મિલ્ક આપવાની શરૂઆત કરી છે.

પારલે એગ્રો આ લોન્ચિંગ સાથે આગામી ચાર વર્ષમાં બ્રાંડેડ ફ્લેવર્ડ મિલ્ક કારોબારને 5000 કરોડ રૂપિયાને પાર પહોંચાવડવા ઈચ્છુક છે. મહત્વની વાત એ છે કે હાલ આ સેગમેન્ટની કુલ આવક 800 કરોડ રૂપિયા છે એટલેકે આગામી 4 વર્ષમાં 5 ગણી વૃદ્ધિની પારલે એગ્રોને અપેક્ષા છે.

આ પણ વાંચો : સોનિયા ગાંધીને મળ્યા કમલનાથ, અપાઈ શકે છે આ જવાબદારી

પારલે એગ્રોલના જોઈન્ટ મેનેજમેન્ટ ડાયરેક્ટર અને મુખ્ય માર્કેટિંગ ઓફિસરે અનુમાન મુક્યું છે કે કંપની દૈનિક 20 લાખ આઉટલેટ પર આ દૂધ પહોંચાડવાના લક્ષ્યાંક સાથે ઉતરી છે.

અન્ય કંપનીઓના બ્રાંડ ફ્લેવર્ડ મિલ્ક પર નજર કરીએ તો આઈટીસીના સનફિસ્ટ અને હેરશે ચોકલેટ મિલ્ક શેક 35 રૂપિયામાં વેચે છે, જેમાં 180 મિલીલિટર દૂધ છે, જ્યારે અમૂલ કૂલ 20 રૂપિયાનું છે.

પારલે એગ્રોની છે રી-એન્ટ્રી :

પારલે એગ્રોએ 2001માં જ્યારે આ કોન્સેપ્ટસ પણ તમામ માટે નવો હતો ત્યારે N-Joi નામથી ફ્રૂટ મિલ્ક વેચવાનું શરૂ કર્યું હતુ પરંતુ, ચાર વર્ષના ગાળા બાદ કંપનીએ આ પ્રોડકટ્સનું વેચાણ બંધ કર્યું હતુ.

રસપ્રદ વાત એ પણ છે કે પારલે એગ્રોની જ ફ્રૂટી બ્રાન્ડના ભાવ કંપનીએ આવા મોંઘવારીના સમયમાં પણ  15 વર્ષ સુધી 10 રૂપિયા પર સ્થિર રાખ્યાં હતા.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment