Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeનેચર & વાઈલ્ડ લાઈફશું ખરેખર ભારતના પોપટ છે ખતરામાં?

શું ખરેખર ભારતના પોપટ છે ખતરામાં?

Share Now

વિશ્વમાં પક્ષીઓની અગણિત પ્રજાતિઓ છે. જેમાંથી એક પ્રજાતિનું પક્ષી લોકોને સૌથી વધુ પ્રિય હોય છે.તે પક્ષી પોપટ છે. વિશ્વમાં પોપટની 393 પ્રજાતિઓ જોવા મળે છે. જેમાંથી કેટલીક લુપ્ત થઈ ચુકી છે. પોપટનું અસ્તિત્વ ટકાવી રાખવા અને બચાવવા માટે વિશ્વના અનેક દેશો world Parrot Day મનાવવામાં આવે છે. ભારતમાં 12 પ્રજાતિના પોપટ મળે છે.

  1. Vernal Hanging Parrot 
  2. Alexandrine Parakeet
  3. Grey-headed Parakeet
  4. Rose-ringed Parakeet
  5. Slaty-headed Parakeet
  6. Plum-headed Parakeet
  7. Blossom-headed Parakeet
  8. Malabar Parakeet
  9. Nicobar Parakeet
  10. Red Breasted Parakeet
  11.  Long Tailed Parakeet
  12. Lord Derby’s Parakeet

આ પ્રજાતિઓના પોપટ પાળવા, જે સમગ્ર વસ્તી પર સંકટ લાવી રહ્યું છે. ભારતમાં જોવા મળતો પહેલો પોપટ Rose-ringed Parakeet છે. જેને રિંગ-નેકડ પેરાકીટ તરીકે પણ ઓળખવામાં આવે છે. પુખ્ત વયના નરના ગળા પર લાલ અને કાળા રંગની રિંગ્સ હોય છે. આ પોપટની સરેરાશ લંબાઈ પૂંછડી સહિત 40 સે.મી. (16 ઇંચ)  જેટલી હોય છે. પૂંછડી Rose-ringed Parakeetની લંબાઈમાં મોટો ભાગ ભાજવે છે.  જંગલમાં Rose-ringed Parakeet ફળો, શાકભાજી, નટ અને બીજ ખાય છે. સુડાનાં ટોળાં ખેતરો અને બગીચાઓમાં ખાવા માટે ઘણા કિલોમીટર સુધી ઉડે છે. આ પોપટ નિયમિતપણે બગીચાઓ અને માનવ વસવાટની નજીક ખોરાક શોધવા માટે મુલાકાત લે છે.

Image Credit-WIKIPEDIA rose-ringed parakeet

વધુ વાંચોઃ-શું ઈતિહાસ લખશે પન્નાનો વાઘ?

બીજા નંબર પર એશિયાનો સૌથી મોટો પોપટ છે. Alexandrine Parakeet જેને એલેક્ઝાંડર પોપટ પણ કહેવામાં આવે છે. Alexandrine Parakeet એ Psittaculidae ફેમીલીના Genus Psittacula નો એક મધ્યમ કદનો પોપટ છે. તેનું નામ મહાન એલેક્ઝાંડરના નામ પર આપવામાં આવ્યું છે. જે પંજાબથી અનેક પક્ષીઓને યુરોપિયન અને ભૂમધ્ય દેશોમાં લઈ ગયા હતા. જે ગૌરવ અને ખાનદાની દેખાડવા માટે સેનાપતિઓને ભેટ તરીકે આપવામાં આવતો હતો. એલેક્ઝાન્ડ્રિન પોપટ જંગલો, ખેતરો અને મેંગ્રોવના જંગલોમાં 900 મીટર સુધીની ઊંચાઈપર રહે છે. આ પોપટ વિવિધ પ્રકારના બીજ, કળીઓ, ફળોને ખાય છે. Alexandrine Parakeet નું ટોળું ફળો, મકાઈ અને જુવાર જેવા અનાજ પાકને વ્યાપક નુકસાન પહોંચાડી શકે છે. તે સામાન્ય રીતે નાના ટોળાઓમાં રહે છે, પરંતુ તે વિસ્તારોમાં મોટા જૂથોમાં રહે છે જ્યાં ખોરાક વધુ પ્રમાણમાં હોય છે.

Image Credit- WIKIPEDIA Alexandrine parakeet

grey-headed parakeet એ Slaty-headed Parakeetની સાથે સંબંધ ધરાવે છે. જે એક સુપર પ્રજાતિ બનાવે છે.ઉત્તર-પૂર્વીય ભારતથી વિયેતનામ સુધીના દક્ષિણ-પૂર્વ એશિયામાં ગ્રે-માથાવાળો પોપટ મળી આવે છે. Psittacula finschii ઓક,દેવદાર અને દેવદારના વૃક્ષોથી ઘેરાયેલા જંગલોમાં 2700 મીટરની ઊંચાઈ પર જોવા મળે છે. સાથે જ પર્ણપાતી પહાડી વન,ખેતરોમાં પણ રહે છે. આ પોપટ કળીઓ,ફળ અને ફુલને ખાય છે. આ પોપટ ઝુંડમાં અને સમૂહમાં રહે છે. જાન્યુઆરીથી માર્ચ સુધી આ પોપટનો પ્રજનન કાળ હોય છે. પ્રજનન બાદ 4થી 5 ઈંડા આપે છે જેે 28.5 સે 22.0 મિમિના હોય છે. grey-headed parakeet ને પકડી લેવામાં આવે છે. જેથી આ પક્ષીઓની સંખ્યા ઘટી રહી છે.

Image Credit-WIKIPEDIA grey-headed parakeet

વધુ વાંચોઃ- જાણો જળબિલાડીનો ખોરાક શું હોય ?

લોર્ડ ડર્બીનો પોપટ (Psittacula derbiana), જેને ડર્બિયન પોપટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે અરૂણાચલ પ્રદેશ અને આસામના પર્વતો અને સદાબહાર જંગલોમાં જોવા મળે છે. આ પ્રજાતિના પોપટ ચીન,તિબેટ, સિચુઆન અને યુનાનના કેટલાક ભાગોમાં પણ જોવા મળે છે. આ પ્રજાતિના પોપટને ઝાડ કાપવા અને ગેરકાયદેસર વેપારને કારણે જોખમ છે. અનેક પ્રજાતિઓના પોપટને મનુષ્ય દ્વારા સૌથી વધુ જોખમ હોય છે. માણસ જંગલોનો નાશ કરી રહ્યો છે, જેના કારણે તેમના રહેઠાણ ઓછાં થઈ રહ્યા છે. બીજી તરફ, મનુષ્ય તમામ પ્રકારના પોપટ પાળવા માંગે છે, જેથી હવે આ પક્ષીઓની પ્રજાતિ લુપ્ત થવાના સંકટનો સામનો કરી રહી છે.

Image Credit-WIKIPEDIA Lord Derby’s Parakeet

No comments

leave a comment