Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝરૂપાણી સરકારના મંત્રીએ જ સરકાર સામે કર્યા ગંભીર આક્ષેપ

રૂપાણી સરકારના મંત્રીએ જ સરકાર સામે કર્યા ગંભીર આક્ષેપ

PARSOTAM SOLANKI BLAIM
Share Now

ગુજરાતના માછીમારોની સમસ્યા અને તેમને સહાય મુદ્દે ગુજરાત સરકાર (gujarat government) ના જ મંત્રીએ સરકારની કામગીરી પર સવાલો કર્યા છે. વાવાઝોડાને કારણે ઉના-દીવ-પોરબંદર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વસતા માછીમારો પૈકી 70 ટકા વસતી કોળી સમાજની હોવાથી તેમને અપૂરતી સહાય મળી હોવાના મુદ્દે રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમ સોલંકીએ સરકાર સામે બંડ પોકાર્યું…કોળી સમાજના આગેવાન અને રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકી (purshottam solanki) એ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે, ભાજપમાં માછીમારોને વધારે કશું આપવામાં આવતું નથી. માછીમારોની તકલીફ કોઇ જોતું નથી. પેકેજ આપ્યું છે પણ અમલવારી ક્યાં કરવામાં આવતી નથી. નેતાઓ માછીમારોની ચિંતા અને દર્દ નથી સમજતા. આજે કેબિનેટ બેઠકમાં રહ્યા ગેરહાજર….ગઈકાલે વ્યક્ત કરી હતી નારાજગી…ગેરહાજર રહેતા અનેક તર્કવિતર્ક શરૂ થયા છે.

દરિયાકાંઠાની સ્થિતિ મેં જોઈ છેઃ સોલંકી

તેમણે કહ્યું કે, માછીમારો પૈકી 70 ટકા કોળી સમાજના છે, ખારવા છે, મુસ્લિમ પણ છે. દરિયાકાંઠાની સ્થિતિ મેં જોઈ છે, આ વિસ્તારની બધી બેઠકો ભાજપને મળી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આવ્યા ત્યારે તેમની સાથે જઈને જોયું છે. વાવાઝોડાની સહાયના સરકારે પૂરતા પ્રયત્ન કર્યા છે, પણ વધુ સહાયની જરૂર છે. સરકારે અધિકારીઓને -આગેવાનોને મૂકીને સ્થિતિથી વાકેફ થવું જોઈએ. મારો કોળી સમાજ ભોળો છે, દુ:ખી છે, મારે મદદ કરવી જોઇએ, પણ હું કેટલી કરી શકું ? હું મદદ ન કરી શકું તો મારે નેતા કે મંત્રી બનવું જોઇએ નહીં, રાજીનામું આપવું જોઇએ.’…માછીમારી કરવા દરિયાકાંઠાના વિસ્તારમાં માણસોને મુશ્કેલી પડી રહી છે. કાંઠા વિસ્તારોમાં જઈને પૂછો તમને હકીકત ખબર પડશે. ગરીબોની દશા જુઓ. ખાવાના ય વાંધા છે. સરકાર બધી વાતો જ કરે છે. જેટલુ પહોચવુ જોઈએ તેટલુ પહોંચ્યુ નથી. સરકારે માછીમારો માટે લિમિટેડ રૂપિયા જ જાહેર કર્યાં છે. સરકાર જે જોરથી કરવુ જોઈએ તે થતુ નથી. દરિયા કાઁઠે અધિકારીઓને મોકલીને સરવે કરાવીને પ્રયત્ન કરવા જોઈએ.

આ પણ જુઓ : PMનો બ્લોગ: કોરોના મહામારીનો સામનો કરવામાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ મહત્વની ભૂમિકા ભજવી

જવાહર ચાવડા પણ લાચાર છે – પરસોત્તમ સોલંકી

તેમણે વધુમાં કહ્યું કે, મંત્રી જવાહર ચાવડા બિચારા મારું બધુ માને છે. તેઓ પોતે પણ લાચાર છે. પણ બધુ સરકાર પર નિર્ભર છે. મુખ્યમંત્રી હવે શુ કરે એ જોવાનું છે. મુખ્યમંત્રી પોતે કહે છે કે તમારો સમાજ ગરીબ છે એ હુ સમજુ છું. અનેક નેતાઓને દરિયાકાંઠાની સમજણ નથી. માછીમારો દરિયામાં બાર-પંદર દિવસ જાય છે, પણ વિલાયેલા મોઢે પાછા ફરે છે. આ પરિસ્થિતિ જેણે જોઈ છે તેને ખબર છે. હું પોતે આ બધામાંથી પસાર થઈ ચૂક્યો છું. વાપીથી લઈને પોરબંદર સુધીના દરિયા કાંઠે કોળી, ખારવા અને મુસ્લિમ સમાજ વધુ છે. કોળી સમાજ થકી હું આગળ આવ્યો છું, તે સમાજના થકી હું મંત્રી બન્યો છું.

કોળી સમાજની મુશ્કેલીઓ દૂર નથી થઈ રહી તે મુદ્દે તેમણે કહ્યું કે, કુંવરજીભાઈ કોળી સમાજના હોવા છતા તેમને દરિયાકાંઠાનો બહુ અનુભવ નથી. તેમણે એ જીવન જોઈ નથી. તેઓ રાજકોટની બાજુના રહેવાસી છે. તેથી તેઓ પણ બનતા પ્રયાસ કરે છે. સરકારને ખબર છે કે માછીમારોને શેની જરૂર છે, એ તેમને આપે.

પાટીદારોની જેમ સરકાર સામે પડવા મુદ્દે તેમણે કહ્યું કે, મારે પાટીદારોની જેમ સરકાર સામે નથી પડવુ. કોળી સમાજ પટેલ સમાજ કરતા મોટો છે. પટેલ સમાજે જે કર્યું તે હું કરવા માંગતો નથી. હું મારાથી બનતા પ્રયાસ કરીને મારા સમાજને આગળ ધપાવીશ.

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment