પંજાબ કોંગ્રેસમાં કેપ્ટન અને સિદ્ધુ વચ્ચે ચાલી રહેલ ઝગડાનો અંત લાવ્યા બાદ કોંગ્રેસ પાર્ટીનું હાઈકમાન્ડ હવે રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે ચાલી રહેલ વિવાદનો અંત લાવવવાની તૈયારીમાં લાગી ગયું છે. છેલ્લા ઘણા સમયથી રાજસ્થાન કોંગ્રેસમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ત્યાર હવે આ બન્ને નેતાઓ વચ્ચે ચાલી રહેલ વિવાદનો અંત લાવવા માટે કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ કેસી વેણગોપાલ અને રાજસ્થાનના પ્રભારી અજય માકન હાલ રાજસ્થાન પહોચ્યા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે ચાલી રહેલ વિવાદનો અંત લાવવા માટે રાજસ્થાનના મંત્રી મંડળમાં ફેરફાર થવાની માં કેબિનેટ વિસ્તરણ, રાજકીય નિમણૂકો અને સત્તા સંગઠનમાં ફેરફારની કવાયત તીવ્ર બની છે. અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચેના ઝઘડાને સમાપ્ત કરવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડ ટૂંક સમયમાં મોટા નિર્ણયો લેવાની તૈયારી કરી રહી છે.
ગેહલોતે તમામ નિર્ણય હાઈકમાન્ડ પર છોડ્યા
મુખ્યમંત્રી અશોક ગેહલોતે કેબિનેટ વિસ્તરણ અને કોંગ્રેસ હાઈકમાન્ડમાં ફેરબદલના નિર્ણયને છોડી દીધો છે. કોંગ્રેસ સંગઠનના મહામંત્રી કેસી વેણુગોપાલ અને પ્રભારી મહામંત્રી અજય માકને મોડી રાત્રે મુખ્યમંત્રી હાઉસ ખાતે મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે લાંબી ચર્ચા કરી હતી. આ પરામર્શમાં, ગેહલોતે કેબિનેટ ફેરબદલથી લઈને સચિન પાયલોટના જૂથના ધારાસભ્યોને મંત્રી બનાવવા માટેના તમામ નિર્ણયો હાઇકમાન્ડ પર છોડી દીધા છે.
PC- DECCAN HERALD
આ પણ વાંચો:સ્વીટી પટેલ મીસીંગ કેસ: PI અજય દેસાઇ જ નીકળ્યો હત્યારો
અગાઉ પણ થઇ હતી બેઠક
આ પહેલા પણ પ્રદેશ પ્રભારી અજય માકને સીએમ અશોક ગેહલોત સાથે વચ્ચે લાંબી ચર્ચા થઇ હતી. પરંતુ તે સમયે ગેહલોત કેટલાક મુદ્દાઓ પર સહમત ન હતા. ગેહલોત તે સમયે પાઇલટ જૂથના ધારાસભ્યોને સમાન ભાગીદારી આપવા તરફેણમાં ન હતા. પંજાબ ઓપરેશન પછી રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના વલણમાં પરિવર્તન થવાના સંકેત પણ મળી રહ્યા છે. તેથી જ તેમણે આ નિર્ણય હાઈકમાન્ડ પર છોડી દીધો છે. કેબિનેટ વિસ્તરણથી લઈને રાજકીય નિમણૂકો સુધી તમામ નિર્ણય જલ્દીથી લેવાય તેવી સંભાવના છે. જેમાં સચિન પાયલોટના જૂથના લોકોને પૂરતી જગ્યા મળે તેવી સંભાવના છે.
અચાનક બેઠક બોલાવતા રાજકીય ચર્ચાઓ તીવ્ર બની
કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલ અને પ્રદેશ પ્રભારી અજય માકન જયપુર આવતાની સાથે જ સવારે ધારાસભ્યો અને પાર્ટીના પદાધિકારીઓની બેઠક બોલાવતા રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ બેઠકને સામાન્ય માનવામાં આવી રહી નથી, રાજકીય નિષ્ણાતો માને છે કે સંગઠનના મહાસચિવની હાજરીમાં મળેલી બેઠકનો મતલબ છે કે, હાઈકમાન્ડ દ્વારા કોઈ મોટી જાહેરાત કરવામાં આવશે અથવા પાર્ટીનો નવો કાર્યક્રમ જાહેર થવો જોઈએ. રવિવારે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં કોંગ્રેસના ધારાસભ્યો અને પાર્ટીના પદાધિકારીઓની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત, કેસી વેણુગોપાલ, અજય માકન અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ગોવિંદસિંહ ડોટાસરા ઉપસ્થિત રહેશે. આ મીટીંગમાં સંગઠનને લગતા મુદ્દાઓ પર હાઈકમાન્ડના નવા આદેશની ઘોષણા કરી શકાય છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિ (પીસીસી) ના ધારાસભ્યો અને પદાધિકારીઓને પણ આ મીટીંગ માટે ફોન કરવામાં આવ્યા છે.
PC- INDIAN EXPRESS
ગેહલોત દિલ્હીથી બનાવી દુરી
પંજાબની જેમ કોંગ્રેસ હવે રાજસ્થાનમાં પણ જરૂરી પરિવર્તન લાવવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી અશોક ગેહલોત આ વખતે પાયલોટ જૂથને સત્તામાં ભાગ લેવા નહીં દેવા પર મક્કમ છે. એવું કહેવામાં આવે છે કે સત્તા-સંગઠન સાથે જોડાયેલી નાની નાની બાબતો પર એક સમયે દિલ્હી તરફ જતા ગેહલોતે હવે દિલ્હી જવાથી દુરી બનાઈ દીધી છે. મોટાભાગે હાઈકમાન્ડ દ્વારા નેતાઓને દિલ્હી બોલાવવામાં આવે છે. પરંતુ આ વખતે હાઈકમાન્ડના નેતાઓ મુખ્યમંત્રી ગેહલોત પાસે આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. જેને લઈને પાર્ટી હાઈકમાન્ડ દ્વારા પંજાબની જેમ હવે રાજસ્થાનમાં પન્ન અંતરીક વિખવાદને પૂર્ણ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4