Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝસોમનાથમાં પાર્વતી મંદિરનો શિલાન્યાસ અને વોક-વેનું થશે ટૂંક સમયમાં લોકાર્પણ

સોમનાથમાં પાર્વતી મંદિરનો શિલાન્યાસ અને વોક-વેનું થશે ટૂંક સમયમાં લોકાર્પણ

SOMNATH TRUST
Share Now

૧૨ જ્યોતિલિંગ માનું એક અને સૌની આસ્થાનું કેન્દ્ર એવા સોમનાથ મહાદેવ મંદિરમાં બનશે પાર્વતી મંદિર. જગવિખ્યાત સોમનાથ સાંનિધ્યે યાત્રીઓ માટે કેન્દ્ર સરકારની યોજના હેઠળ 50 કરોડોના ખર્ચે તૈયાર થયેલા વોક-વે, મ્‍યુઝિયમ સહિતના વિકાસકામોનું લોકાર્પણ અને નિર્માણ થનાર રૂ.21 કરોડના ખર્ચે પાર્વતી મંદિરનો શિલાન્‍યાસ એકાદ અઠવાડીયાની અંદર સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્‍તે વર્ચ્યુઅલ લોકાર્પણ અને શીલાન્‍યાસ વિવિઘ થનાર છે. જેને લઈ ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે.

SOMNATH TEMPLE

ASTRO TALK

21 કરોડના ખર્ચે બનશે શ્વેત આરસનું પાર્વતી મંદિર

સોમનાથ તીર્થ ધામમાં ભાવિકો માટે વધુ એક દર્શનીય સ્થળનો ઊમેરો કરવામાં આવશે. સોમનાથ મંદિર આસપાસ નવા મંદિરો બનાવવાનું હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ભવ્‍ય શ્રી રામ મંદિરનું નિર્માણ કરાયું છે. ગોલોકધામ બનાવવાની તૈયારીઓ ચાલુ છે. અને હવે સોમનાથ મંદિર પરીસરમાં રૂ.21 કરોડના ખર્ચે ભવ્ય શક્તિ પીઠ પાર્વતીજી મંદીરનું પણ નિર્માણ કરવાનું નકકી કરાયું છે. આ પાર્વતી મંદિર સોમનાથ મંદિર પરિસરમાં જૂની ચોપાટી નજીક અને હાલના યજ્ઞ મંડપ નજીક સફેદ માર્બલનું ભવ્ય મંદીર બનાવવાનું આયોજન હોવાનું જાણવા મળેલ છે.

સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ એવા પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુલ લોકાર્પણ-શિલાન્‍યાસ વિધિ થશે

સોમવારથી શ્રાવણ માસનો પ્રારંભ થશે. એવા સમયે જ જગવિખ્‍યાત સોમનાથ મંદિરના સાંનિધ્યે યાત્રીઓમાં આર્કષણનું કેન્‍દ્ર બની રહે તે હેતુસર કરોડોના ખર્ચે વિકાસકામો કેન્‍દ્ર સરકારની પ્રસાદ યોજના હેઠળ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં સોમનાથ મંદિર સમીપે સમુદ્ર કિનારે સવા કિલોમીટર લાંબો વોક-વે, ટીએચસી ભવન ખાતે મંદિર સ્થાપત્ય મ્યુઝિયમ તથા અહલ્યાબાય (જુના સોમનાથ મંદિર તરીકે ઓળખાતા) મંદિર પરિસરના વિકાસના કામનું લોકાર્પણ કરવાનું તેમજ આ સાથે સોમનાથ મંદિર પરિસરમાં નિર્માણ થનાર પાર્વતી જી મંદિરની શિલાન્‍યાસ વિવિધ પ્રઘાનમંત્રી કાર્યાલયમાંથી તારીખ મળ્યા બાદ આગામી ટુંકા દિવસોમાં સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ એવા પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુલ લોકાર્પણ-શિલાન્‍યાસ વિધિ થશે. જે કાર્યક્રમ માટેની તૈયારીઓ સ્‍થાનીક વહીવટી તંત્રના સંકલન સાથે ટ્રસ્‍ટ દ્રારા હાથ ધરવામાં આવી હોવાનું જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવ્યું છે.

તૈયારીઓને આખરી ઓપ

પ્રઘાનમંત્રી મોદીના હસ્‍તે વર્ચ્‍યુઅલ રીતે થનાર કાર્યક્રમની સોમનાથ ટ્રસ્ટના સચિવ પ્રવિણભાઇ લ્હેરીના માર્ગદર્શન હેઠળ તૈયારીઓને આખરી ઓપ સાથે રીહર્સલ પણ થઇ રહ્યુ છે. જેમાં ઇતિહાસમાં અંકિત થઇ જાય તેવી શોભાયાત્રા સોમનાથ સમુદ્ર તટના વોક-વે ઉપર કાઢવાનું આયોજન હોય તેના રીહર્સલના ભાગરૂપે શીશુમંદિર ઇન્ટરનેશનલ સ્કુલના બાળકોની બેન્ડ પાર્ટી દ્રારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં સ્‍કુલની સંસ્‍થાના ટ્રસ્ટીઓ જગમાલભાઇ વાળા, રમેશભાઇ ચોપડકર, જે.બી. મહેતા તથા સીબીએસસી સ્કુલના સ્ટાફે તાલીમબદ્ધ માર્ચ પાસ્ટ સાથે ભાગ લીધો હતો.

આ પણ વાંચો : Johnson and Johnson ની વેક્સિન હવે ઇન્ડિયામાં

વોક વેમાંથી સોમનાથ મંદિર સાથે સમુદ્રનો અદભુત નજારો માણી શકશે

સોમનાથ મંદિર સમીપે દરીયા કિનારે કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના અંતર્ગત રૂ.45 કરોડના ખર્ચે આધુનિક સુવિધાથી સજ્જ મુંબઈના મરીન ડ્રાઇવ જેવો સવા કિ.મી. લાંબા વોક વે તૈયાર થઇ ગયો છે. સવા કિ.મી. લાંબા વોક વે પથ સોમનાથના સાગર દર્શન ગેસ્ટહાઉસથી ત્રિવેણીના બંધાર સુધી બનાવવામાં આવ્યો છે. જેમાં બે એન્ટ્રી ગેટ રહેશે. સોમનાથ આવતા દેશ- વિદેશના યાત્રિકોને વોક વે પરથી એક તરફ સોમનાથ મહાદેવનું મંદીર અને બીજી તરફ ઘુઘવતા સમુદ્રનો નજારો માણવા મળશે.

વોકવેન સુંદર નજારો માણવાનો લ્‍હાવો યાત્રીકોને ટુંકા દિવસોમાં જ મળતો થશે

વોક વે પથ પર યાત્રિકો સાઈલિંગની મજા પણ માણી શકશે. વોક વેમાં ભારતની સંસ્કૃતિને દર્શાવતી ચિત્ર ગેલેરી બનાવવામાં આવી છે. જેમાં વોક વે પર ભારતની સંસ્કૃતિને લગતા ચિન ગેલરી, નિહાળી શકશે. આ ચિત્ર ગેલેરી રામાયણના જુદા-જુદા પ્રસંગોને તાદ્રશ કરતા ચિત્રો મુકવામાં આવ્યા છે, તેમજ મ્યુઝિક અને રાત્રીના સમય સ્ટ્રીટ લાઈટ ચાલુ રહેશે. જેથી રાત્રીના સમયે વોકવેન સુંદર નજારો માણવાનો લ્‍હાવો યાત્રીકોને ટુંકા દિવસોમાં જ મળતો થશે.

શા માટે બનાવવામાં આવી રહ્યું છે પાર્વતી મંદિર?

SOMNATH

WIKI

સોમનાથ હરિ અને હરની ભૂમિ તરીકે ઓળખાય છે. અહીં ભગવાન સોમનાથ સાથે ગૌલોકધામ ખાતે ભગવાન ક્રૃષ્ણ નિજધામ ગયાં તે મંદિર છે. તો તાજેતરમાં ભવ્ય રામમંદિર પણ બન્યું, પરંતુ અહીં માતાનું ભવ્યતાપૂર્ણ મંદિર નહોતું. જેથી સોમનાથ ટ્રસ્ટે તાજેતરમાં સોમનાથ મંદિર પરિસરમાં જ પાર્વતી માતાજીનું મંદિર બનાવવાનો નિર્ણય લીધો છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment