Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 10.
Homeભક્તિPatan નું કાલિકા માતાજીનું મંદિર ‘નગરદેવી મંદિર’ તરીકે પણ ઓળખાય છે, જાણો ઈતિહાસ

Patan નું કાલિકા માતાજીનું મંદિર ‘નગરદેવી મંદિર’ તરીકે પણ ઓળખાય છે, જાણો ઈતિહાસ

Patan
Share Now

પાટણ(Patan)ના નગરદેવી કાલીકા માતાજી મંદિર માટે ઈતિહાસ સાક્ષી છે કે, મુગલ સલ્તન્તે સોમનાથ પર અને પાટણ પર વારંવાર ચઢાઈ કરી હતી. મંદિરો તથા નગરોને લૂંટ્યા હતા. મુગલ શાસકોએ અનેક મંદિરને તોડીને મસ્ઝિદ બનાવી હતી. પરંતુ પાટણનું એક મંદિર એવું છે જ્યાં આજ સુધી કોઈ હુમલો કરી શક્યું નથી. તે છે પાટણનું માતા કાલીકાનું મંદિર.

કાલિકા માતાજીના Patan માં પ્રાગટ્યનું રહસ્ય

સિદ્ધરાજ જયસિંહના સલાહકાર હેમચંદ્રાચાર્યે માલવિજયના એક ભાગમાં લખ્યું છે કે, સિદ્ધરાજને કાલિકા માતાજીનાં પૂજન-અર્ચન માટે ઉજ્જૈન જવું હતું, જ્યાં ગઢ કાલિકા બિરાજમાન છે.

પરંતુ ઉજ્જૈન માલવપતિના તાબા હેઠળ હતું તેથી સિદ્ધરાજે માળવા તરફ લશ્કરી કૂચ કરી. સિદ્ધરાજે ધારા નગરીનો દુર્ગ જીતી માળવાના રાજા યશોવર્માને કેદ કર્યો.

કાલિકા માતાજીના પૂજન-અર્ચન કર્યા બાદ માતાજી પ્રસન્ન થયાં. સિદ્ધરાજની વિનંતીથી માતાજી પાટણ (Patan) આવવા તૈયાર તો થયા… પણ પોતે ગઢકાલિકા હોવાથી ગઢ તૈયાર કરવાનો આદેશ આપ્યો.

Patan

કાલિકાના આદેશ અનુસાર સિદ્ધરાજ જયસિંહે ગઢકાલિકાનું મંદિર બનાવ્યું…. કિલ્લો તૈયાર થયા પછી માતાજી સ્વયંભૂ રીતે પાટણના ગઢકાલિકામાં પ્રગટ થયા…

આ મંદિરની વિશેષતાની વાત કરીએ તો…પાવાગઢમાં બિરાજમાન કાલિકા માતાજીના નેત્રો સુધીના દર્શન થાય છે, કલકત્તા સ્થિત કાલીઘાટમાં બિરાજમાન કાલિકા માતાજીનાં નાસિકા સુધીના દર્શન થાય છે, જ્યારે માત્ર પાટણ(Patan)ના નગરદેવી કાલિકા માતાજીના જ મુખારવિંદના દર્શન થાય છે.

મુખ્ય મંદિરના ગર્ભગૃહ ઉપર ત્રણ શિખરોની રચના છે. ગર્ભગૃહમાં કિલ્લામાંથી પ્રગટ થયેલાં કાલિકા માતાજી તથા એમની બાજુમાં જ ભદ્રકાળી, ક્ષેમંકારી માતાજી બિરાજમાન છે…

કાલિકા માતાજી પાર્વતીનું સ્વરૂપ હોવાથી તેને શિવા કહેવાય છે. કાલિકા માતાજીને દરરોજ પંચામૃતનો મંત્રો સાથે અભિષેક કરવામાં આવે છે. રોજ માતાજીનો અલગ-અલગ આભૂષણોથી શ્રૃંગાર કરવામાં આવે છે…

આ પણ વાંચોઃ- Khodiyar Mataji: સતની જ્યોત સ્વરૂપે વરાણામાં વિરાજમાન છે મા આઈશ્રી ખોડિયાર

બારમી સદીમાં દરેક શ્રદ્ધાળુ જ્ઞાતિ-જાતિના ભેદભાવ વિના કાલિકા માતાજીના દર્શન કરવા આવી શકતા હતા… આજે પણ પાટણમાં વસતી તમામ જ્ઞાતિ તરફથી મંદિરમાં માતાજી સમક્ષ વર્ષમાં એક વખત યજ્ઞ કરવામાં આવે છે. જેમાં સૌ જ્ઞાતિજનો ભેગા મળીને માતાજીને નિવેધ ધરાવી સાથે બેસીને પ્રસાદી લે છે. મંદિર પરિસરનું આહલાદ્ક વાતારણ શાંતિની અનુભુતી કરાવે છે…

Patan

Patan na Nagardevi mandir

માતાજીને સોના ચાંદીના, હીરા જડીત દાગીનાના સેટ જે બનારસ, કલકત્તા, મથુરા-વૃદાંવન, પાટણ તથા વિદેશમાં તૈયાર કરાયેલા આભુષણોથી શણગારવામાં આવે છે. નવરાત્રી તથા દિવાળી જેવા તહેવારો દરમિયાન થતાં માતાજીના શૃગાર દર્શન અદ્ભૂત અને અનન્ય હોય છે. સામાન્ય દિવસોમાં પણ જે માતાજીને રંગબંરંગી ફુલો તથા ફુલોના હારનો શણગાર સજાવાય છે. દર્શનમાત્રથી લોકો ધન્ય થઈ જાય છે…

સિદ્ધરાજ જયસિંહના સમયમાં પણ કાલિકા માતાજી નગરની બહાર બિરાજમાન હતા અને આજે પણ પાટણ શહેરની પશ્ચિમે સાક્ષાત કાલિકા માતાજી બિરાજમાન છે… જેના દર્શન માટે દેશ-વિદેશથી શ્રદ્ધાળુ આવે છે. અને માતાના ચરણોમાં ગુજરાતના રાજા સિદ્ધરાજની જેમ માતાને શીશ ઝુકાવે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment