Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeએન્ટરટેઈન્મેન્ટયુનિટને બીજો ડોઝ અપાતાં જ શરુ થશે શાહરુખની ફિલ્મ ‘પઠાણ’નું શૂટિંગ

યુનિટને બીજો ડોઝ અપાતાં જ શરુ થશે શાહરુખની ફિલ્મ ‘પઠાણ’નું શૂટિંગ

shahrukh and salman khan
Share Now

યશરાજ ફિલ્મ્સમાં કોરોના વેક્સીનને લીને શરુ થયેલા અભિયાનની સાથે જ જે પહેલી ફિલ્મની યુનીટને વેક્સીનનો બીજો ડોઝ લાગ્યા બાદ સૌથી પહેલાં શૂટિંગ કરવાની પરમીશન મળી છે એ છે એ છે શાહરૂખ ખાન દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહિમ અભિનીત ફિલ્મ ‘પઠાણ’( Pathan ).  આ ફિલ્મની શૂટિંગ એપ્રિલ અને મેના મહિનાઓમાં યુરોપમાં થવાની હતી. પરંતુ કોરોનાની બીજી લહેરને ધ્યાનમાં રાખીને ફિલ્મની શૂટિંગ સ્થગિત કરી દેવામાં આવી હતી. હવે આ ફિલ્મની શૂટિંગ આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં શરુ કરવાની તૈયારી ચાલી રહી છે.  

Pathan

image credit : timesfindia.indiatimes.com

કંપનીના તમમાં કર્મચારીયોને કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લાગી ચુકેલો હોવા છતાં યશરાજ ફિલ્મ્સના કર્મચારિયોને હાલમાં તેમના ઓફિસે કામ કરવા બોલાવવામાં આવી રહ્યા નથી. કર્મચારીયોને વેક્સીનનો બીજો ડોઝ લાગવાની તારીખ પણ નક્કી થઇ ચુકી છે. પહેલાં ડોઝ વખતે એ તમામ કર્મચારિયોની સાથે કલાકારો, ટેકનીશીયનો અને કામદારોને પણ કોરોનાની રસી આપવામાં આવેલ છે, જેમને સૌથી પહેલા શૂટિંગ પર પહોંચવાનું છે. યશરાજ ફિલ્મ્સના સીનીયર વાઈસ પ્રેસિડેન્ટ અક્ષય વિધાનીના જણાવ્યા અનુસાર ‘યશરાજ ફિલ્મ્સમાં બધા જ કર્મચારિયોને વેક્સીન આપ્યા બાદ અમે અમારી ફિલ્મના ટેકનીશીયનો, કર્મચારિયો અને અન્ય લોકોને વેક્સીન આપવાની તૈયારી ચાલુ કરી દીધી છે અને એના પછી અમે હિન્દી સિનેમાના બીજા લોકો માટે પણ આ વેક્સીનેશન ડ્રાઈવ શરુ કરી છે. આનાથી આપણી ઇન્ડસ્ટ્રીમાં દૈનિક વેતન પર કામ કરનાર તમામ કર્મચારી કામ પર પાછા ફરી શકશે. ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારા તમામ લોકોને કવર કરવા માટે મોટી સંખ્યામાં વેકસીનની જરૂર પડશે, જેને જોતાં આ અભિયાનને અલગ અલગ ચરણમાં પૂરું કરવામાં આવશે.’

આ પણ જુઓ : ટીવીના ‘હનુમાન’ નિર્ભય વાધવાને વેચવી પડી પોતાની બાઈક

logo yashraj

image credit : Yashraj Films

સુત્રોના જણાવ્યા અનુસાર યશરાજ ફિલ્મ્સની અટકી પડેલી ફિલ્મોમાં જેનું કામ સૌથી પહેલું શરુ થવાનું છે , એ ‘પઠાણ’( Pathan ) છે. આ ફિલ્મની શૂટિંગ આ મહિનાના છેલ્લા અઠવાડીયામાં શરુ કરવાની ખાતરી યશરાજ ફીલ્મ્સ તરફથી મળી ચુકી છે. જોકે આના વિષે ચોક્કસ તારીખ નક્કી થયા બાબતે સુત્રોએ ઇનકાર કર્યો છે. ફિલ્મ ‘પઠાણ’ નિર્માતા આદિત્ય ચોપડાની કાલ્પનિક જાસૂસી દુનિયાનો ટર્નીંગ પોઈન્ટ બનવા જઈ રહી છે, જેમાં યશરાજ ફિલ્મ્સની ફિલ્મોમાં પહેલાથી મોજુદ જાસૂસો ટાઈગર, ઝોયા અને કબીરનો મેલ થવાનો છે. વર્ષ ૨૦૨૧માં ‘પઠાણ’( Pathan ) સિવાય ‘ટાઈગર ૩’ની શૂટિંગ પૂરી કરવાનો યશરાજ ફિલ્મ્સનો ઈરાદો છે. પરંતુ આ ફિલ્મની ષોઓતિંગ શરુ થવામાં હજી વાર છે. યશરાજ ફિલ્મ્સે હાલમાં જ ફિલ્મ ‘ટાઈગર ૩’નો સેટ મુંબઈના ગોરેગાંવથીહટાવ્યો છે અને યુનિટના તમામ સદસ્યોને હજી વેક્સીન લાગી નથી. આ ફિલ્મના પહેલાં ‘પઠાણ’ની યુનીટને કોરોના વેક્સીનનો બીજો ડોઝ લાગશે જેથી કરીને આ ફિલ્મનું શૂટિંગ સમયસર શરુ થઇ શકે.

અહિયાં વાંચો: Weapon Series: ભારતીય સેનાના હાથમાં ‘દુશ્મનોનો કાળ’ SIG 716

Pathan

image credit : indiatimes.com

યશરાજ ફિલ્મ્સની તૈયાર થઇ ચુકેલી ફિલ્મોમાં ત્રણ ફિલ્મો ઘણા લાંબા સમયથી રિલીઝની કતારમાં ઉભી છે. આ વર્ષે યશરાજ ફિલ્મ્સે પોતાની એક ફિલ્મ ‘સંદીપ ઔર પિંકી ફરાર’ રીલીઝ કરી હતી. કોરોનાની બીજી લહેર શરુ થયાના ઠીક પહેલાં રીલીઝ થયેલી નિર્દેશક દીબાકર બેનર્જીની આ ફિલ્મને દર્શકોએ સાવ નકારી દીધી હતી. ફિલ્મને ઓટીટી પર રીલીઝ કાર્ય પછી એને હીટ બતાવવાની નિર્દેશક અને કલાકારોની તમામ કોશિશો પણ નિષ્ફળ ગઈ છે. આ પછી યશરાજ ફિલ્મ્સની ત્રણ ફિલ્મો ‘બંટી ઔર બબલી ૨’થી શર્વરી વાઘ, ‘જયેશભાઈ જોરદાર’થી શાલીની પાંડે અને ફિલ્મ ‘પૃથ્વીરાજ’થી માનુષી છીલ્લરની યશરાજ ફિલ્મ્સમાં એન્ટ્રી થઇ રહી છે.

No comments

leave a comment