Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝભાજપના રાજમાં કિંગમેકર પટેલ સમાજ, જાતિવાદ રાજકારણ કરી આગામી ચૂંટણી જીતશે ભાજપ ?

ભાજપના રાજમાં કિંગમેકર પટેલ સમાજ, જાતિવાદ રાજકારણ કરી આગામી ચૂંટણી જીતશે ભાજપ ?

MLA
Share Now

ભૂપેન્દ્ર પટેલનું મંત્રીમંડળના નામ બહાર આવી ગયા છે. આ મંત્રીમંડળમાં 23થી વધુ ધારાસભ્યના નામ બહાર આવ્યા છે. આ નામ નીચે પૈકી (MLA)ધારાસભ્યોના નામ છે.

  • ઋષીકેશ પટેલ, વિસનગર  
  • ગજેન્દ્ર પરમાર, પ્રાતિંજ  
  • કિરિટસિંહ વાઘેલા, કાંકરેજ  
  • નરેશ પટેલ, ગણદેવી
  • કનુ દેસાઈ, પારડી
  • જીતુ ચૌધરી, કપરાડા  
  • હર્ષ સંઘવી,મજૂરા,સુરત
  • મુકેશ પટેલ, ઓલપાડ  
  • દુષ્યંત પટેલ, ભરૂચ  
  • વિનોદ(વીનુ) મોરડીયા, કતારગામ  
  • જે.વી.કાકડીયા, ધારી
  • અરવિંદ રૈયાણી,રાજકોટ
  • રાઘવજી પટેલ, જામનગર
  • બ્રિજેર મેરજા,મોરબી
  • દેવા માલમ, કેશોદ
  • કિરીટસિંહ રાણા, લિંબડી  
  • આર.સી. મકવાણા,મહુવા
  • જીતુ વાઘાણી, ભાવનગર 
  • જગદીશ પંચાલ નિકોલ
  •  નિમિષા સુથાર, મોરવા હડફ
  • પ્રદિપ પરમાર, અસારવા
  • અર્જુનસિંહ ચૌહાણ, મહેમદાવાદ
  • કુબેર ડિંડોર,સંતરામપુર
  • મનીષા વકીલ, વડોદરા શહેર 
  • પૂર્ણેશ મોદી,સુરત પશ્ચિમ

આ સરકારમાં પાટીદાર સમાજનો દબદબો હશે એ સ્વાભાવિક રીતે જોવા મળી રહ્યું છે. પૂર્વમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના રાજીનામા બાદ પટેલ ચહેરાને મુખ્યમંત્રી બનાવવો એ એક પાટીદાર મતદારોને ખેચવાનો રાજનૈતિક દાવપેંચ જ કહી શકાય. આગામી સરકાર બનાવવા માટે પાટીદાર સમાજની ભૂમિકા મહત્વની દેખાય રહી છે.  આ નવી સરકારમાંથી 8 જેટલાં મંત્રીઓ તો ફક્ત પાટીદાર સમાજમાંથી જ પસંદ કરવામાં આવ્યા છે. આ 8 મંત્રી પર ભાજપે દાવ લગાવી પટેલ મતદારોને ખુશી કરવાનો પ્રયાસ કર્યો છે. આ સરકારમાં દલિત સમાજમાંથી 2 (MLA) ધારાસભ્યો મંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે બ્રાહ્મણ સમાજમાંથી પણ 2 ધારાસભ્ય મંત્રી બન્યા છે. તો આદીવાસી સમાજમાંથી પણ 3 (MLA) ધારાસભ્યોનું નામ મંત્રીમંડળમાં છે. જ્યારે એક જૈન સમાજના એક પ્રતિનિધી પણ મંત્રી બન્યા  છે. ઓબીસીમાંથી 6 (MLA) ધારાસભ્ય મંત્રી બન્યા છે.

MLA

શા માટે પાટીદાર મત જરૂરી ?

ગુજરાતમાં દરેક પ્રકારની ચૂંટણીમાં પાટીદારોના મત મહત્વના બની જાય છે. પાટીદાર આંદોલન બાદ જે પાટીદાર ફક્તને ફક્ત ભાજપ સરકારના કમળને જોતા હતા.એ જ પાટીદાર વિવિધ પાર્ટીઓમાં ફંટાવવા લાગ્યા. એક બીજુ પાસુ જોઈએ તો પાટીદારો મત નીતિન પટેલને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા એટલા માટે ભાજપના પક્ષમાં રહ્યા હતા. જો કદાચ એ સમયે કોઈ બીજા સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતો તો એ ચૂંટણીમાં ભાજપની કારમી હાર નક્કી જ હતી એવું પણ કહી શકાય. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ સુરત જેવા શહેર ભાજપ માટે બહુ જ વિપરિત પરીણામ લાવ્યા હતા.

આ પણ વાંચો:  નીતિન પટેલ નારાજ? મંત્રીમંડળમાં પત્તુ કપાતા ભુગર્ભમાં

આ પણ વાંચો: ગુજરાતની નવી સરકારમાં 20 થી વધુ મંત્રીઓ લેશે શપથ, આ MLA ને આવ્યા ફોન

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment