Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝગુજરાત વિધાનસભાની ચૂંટણીપૂર્વે પાટીદાર પાવર કેટલો અસરકારક?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીપૂર્વે પાટીદાર પાવર કેટલો અસરકારક?

Patidar Samaj meeting in Khodaldham
Share Now

હાલમાં તમામ રાજકીય પક્ષો આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને બેઠકો અને તૈયારીઓ શરૂ કરી દીધી છે, ત્યારે આજરોજ ખોડલધામ(Khodaldham) ખાતે લેઉવા-કડવા પાટીદાર સમાજની બેઠક યોજાઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠક નો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના પાટીદાર સમાજને એક કરી આવનાર વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર પાવર બતાવીને પાટીદાર મુખ્યમંત્રી બનાવવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકને લઈને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

ગુજરાતના રાજકારણમાં પહેલાથી પાટીદારોનું વર્ચસ્વ રહેલું છે. હાલ ગુજરાતના રાજકારણમાં ભાજપ,કોંગ્રેસ અને આપમાં સર્વોચ્ચ સ્થાને પાટીદારો(Patidar) છે તેમજ ગુજરાતની વિધાનસભામાં 44 જેટલા ધારાસભ્યો પાટીદાર સમાજના છે. ગુજરાતનમાં પાટીદારોની 20% વસ્તી છે અને સમગ્ર ગુજરાતમાં તેઓ પ્રભુત્વ ધરાવે છે. આમ પાટીદાર સમાજ એ ગુજરાતમાં વિશાળ સંખ્યામાં છે અને તેમજ દરેક ક્ષેત્રે તેઓનું વર્ચસ્વ રહેલું છે.

Khodaldham

ગુજરાતના રાજકારણમાં છેલ્લા 25 વર્ષથી ભાજપ સત્તા ભોગવી રહ્યું છે અને પાટીદાર સમાજ તેમની કોર વોટ બેન્ક તરીકે રહ્યો છે. પરંતુ 2015માં જયારે પાટીદાર અનામત આંદોલન થયું ત્યારે સમગ્ર ગુજરાતના પાટીદારો એક મંચ પર આવ્યા હતા અને તે વખતે તેઓએ સત્તા પરિવર્તનની વાત કરી હતી. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં પાટીદારોએ ભાજપ વિરુદ્ધ પ્રચાર કર્યો હતો અને ગુજરાતમાં ભાજપને બેકફૂટ પર લાવી દીધી હતી. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર પાવરને લીધેજ 150 સીટો નો લક્ષ્ય રાખનાર ભાજપે ડબલ ડિજિટમાંજ સંતોષ માનવો પડયો હતો.

આ પણ વાંચો:શાકિબ અલ હસન ફરી વિવાદોમાં, સ્ટંમ્પને મારી લાત
ગુજરાતમાં પાટીદાર સમાજ(Patidar Samaj) આટલું વર્ચસ્વ ધરાવતો હોવા છતાં ગુજરાતના રાજકારણમાં પાટીદારો તેમના સમાજના મુખ્યમંત્રી ખુબજ ઓછા બનાવી શક્યા છે તેમજ અત્યાર સુધી એકપણ પાટીદાર મુખ્યમંત્રી પાંચ વર્ષની ટર્મ પુરી ભોગવી શક્યા નથી. તેથી હવે જોવાનું રહ્યું કે આજની પાટીદાર સમાજની બેઠક આવનાર વિધાનસભાની ચૂંટણીમાં પોતાનો કેટલો પાવર બતાવી શકે છે અને તેઓ ઈચ્છે એમ શું તેઓ પાટીદાર મુખ્યમંત્રી બનાવી શકશે? અને જો પાટીદાર મુખ્યમંત્રી બનશે તો શું એ પોતાની 5 વર્ષની ટર્મ પુરી કરી શકશે કે કેમ? તે આવનાર સમયમાં જોવું રહ્યું.

 

No comments

leave a comment