Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 2.
Homeન્યૂઝઅમરિષ ડેર વિશે પાટીલનો યુ ટર્ન,અંબરીશ ડેરને મેં આમંત્રણ આપ્યું નથી

અમરિષ ડેર વિશે પાટીલનો યુ ટર્ન,અંબરીશ ડેરને મેં આમંત્રણ આપ્યું નથી

patil
Share Now

ધણી બધી રાજકીય ચર્ચાઓ વચ્ચે આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટી રાજકોટની મુલાકાતે છે. નવા મુખ્યમંત્રીની નિમણૂંક બાદ પહેલીવાર પાટીલ(C. R. Patil ) રાજકોટની મુલાકાતે છે. ત્યારે તેમણે કોંગ્રેસના ધારાસભ્ય અમરિષ ડેર મામલે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, મેં તેમને આમંત્રણ નથી આપ્યું, અમરીશ ડેર જ નહિ, હું કોઈ પણ કોંગ્રેસીને ભાજપમાં લેવા માટે તૈયાર નથી. સાથે જ પાટીદાર આંદોલનના 78 કેસ પાછા ખેંચાશે તેવુ નિવેદન પણ આપ્યું છે.તો આ નિવેદન આપવાની સાથે જ રાજકીય માહોલ વધુ ગરમાયો છે.તો સાથે જ તેમણે જણાવ્યું કે પાટીદાર આંદોલનના ઘણા બધા કેસો પાછા ખેંચી લીધા છે. બીજા 78 કેસો પાછા ખેંચવાની કાર્યવાહી પણ ચાલી રહી છે.

તો સાથે જ તેઓ નોનવેજ અને વેજ વિશે પણ બોલ્યા હતા. તેઓએ કહ્યું કે આ દેશની અંદર લોકોએ જે ખાવું હોય તેની સ્વતંત્રતા છે. લોકો નોન-વેજ પણ ખાઈ શકે છે. પ્રતિબંધિત નથી તે વસ્તુ લોકો વેચી શકે છે. તો બીજી તરફ રાજકોટ ભાજપમાં ચાલી રહેલા જૂથવાદ વિશે કહ્યું કે,  રાજકોટમાં કોઈ જૂથવાદ નથી. રાજકોટ શહેર ભાજપનું સંગઠન મજબૂત છે. પડકારો આવશે તે ઝીલવા તૈયાર છે. આગામી ચૂંટણીને લગતા પડકારો છે. આગામી ચૂંટણીઓ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીની આગેવાનીમાં જ લડવામાં આવશે.તો  વિજય રૂપાણી અમારા સ્ટાર પ્રચારક છે અને રહેશે. 

સૌરાષ્ટ્ર યુનિ.માં નો-રિપીટની થિયરી કરાશે

પાટીલએ(C. R. Patil ) જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં પેધી ગયેલા સિન્ડિકેટ સભ્યોને હટાવવામાં આવશે.તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નો-રિપીટ થિયરી અપનાવવામાં આવશે. અધ્યાપકોની ભરતીકાંડમાં જે કોઈ જવાબદાર હશે .તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.વડાપ્રધાને કૃષિના ત્રણ કાયદા પાછા ખેંચીને ખેડૂતના હિત માટે પગલું ભરવામાં આવશે. એના માટે કામ કરીશું. દરેક અર્થનો અનર્થ કરવામાં આવ્યો નથી. મેં કોઈ અમરીશ ડેરને આમંત્રણ આપ્યું નથી. અંબરીશ ડેર પહેલાં ભાજપમાં હતા. માસ્ક અને દંડ મુદ્દે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવામાં આવશે.patil

આ પણ વાંચો :પાટણનાં દેવડાની મિઠાશ 200 વર્ષથીઅકબંધ..દિવાળીના તહેવારોમાં અન્ય મીઠાઈઓ વચ્ચે પાટણના દેવડાની જમાવટ

અંબરીશ ડેર ( Amarish Der)મામલે પાટીલનો યુ ટર્ન

પાટીલની(C. R. Patil )હાજરીમાં શહેરના હોદ્દેદારો અને સંગઠનની વિવિધ પાંખના નેતાઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મીડિયાને પ્રવેશ નિષેધ કરવામાં આવ્યો છે. તો બૈ દિવસ પહેલા સી.આર પાટીલે કોંગ્રેસના રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર પ્રત્યે લાગણી વ્યક્ત કરી હતી. કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર માટે ભાજપમાં ખાલી જગ્યા રાખી છે .તેવુ સ્ફોટક નિવેદન ભાજપ પ્રદેશ અધ્યક્ષે આપ્યું હતું. કાર્યક્રમમાં સી. આર. પાટીલે કહ્યું કે, ધારાસભ્ય ડેરને ખખડાવવા મારો અધિકાર છે. મારી પાર્ટીના ઘણા લોકો તેમના મિત્ર છે અને તેમનો ઉદય પણ ભાજપમાંથી જ થયો છે. અમે હજુ પણ તેમના માટે ખાસ જગ્યા રાખી છે. પહેલા અમે સાથે જ હતા.

પરંતુ આજે તેમણે નિવદેન આપીયું તેનાથી લોકો સાથે નેતાઓ પણ ચોકી ઉઠયા છે. ગત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે મોટાપાયે તોડજોડનું રાજકારણ અપનાવ્યુ હતું. કોંગ્રેસના અનેક ધારાસભ્યોને પોતાના પક્ષોમાં ખેંચ્યા હતા. ત્યારે સીઆર પાટીલનું (C. R. Patil )કોંગ્રેસીઓને ભાજપમાં ન લેવાનુ નિવેદન મોટું કહી શકાય.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment