પાટણ એ ઐતિહાસિક ધરોહરથી ઓળખાતું પાટણ છે જ્યાં રાણીનીવાવ પાટણ ના પટોળા હોય કે પછી દેવડા તો તહેવારોમાં ઘર માં દેવડા ન આવે ત્યાં સુધી દિવાળી લાગે છે અધુરી. ગુજરાત તેમજ દેશ વિદેશમાં રહેતા પાટણ વાસીઓ આજે પણ પોતાના વતન ના દેવડા મંગાવવાનું ભૂલતા નથી અને કહેવાય છે કે જ્યાં સુધી દિવાળીના તહેવારમાં ઘરમાં દેવડા લાવવામાં ના આવે ત્યાં સુધી તહેવાર આવતો જ નથી તેવું પાટણ વાસીઓ માની રહ્યા છે.
કેવી રીતે બનાવવામાં આવે છે આ દેવડા
– સૌ પ્રથમ મેંદાના લોટને ઘીમાં મેળવીને તેના બ્લોક બનાવીને તેને ઘીમાં તળી નાખવામાં આવે છે… પછી તેને એક દિવસ ઠંડા કરવામાં આવે છે પછી ખાંડની ચાસણી ને મોટી કડાઈમાં ઉકાળવામાં આવે છે અને તે ચાસણીને બે આંગળીઓ વડે દબાવીને તેની ચીકણાસ ચેક કરવામાં આવે છે ત્યાર બાદ એક મોટા વાસણમાં ઘી નાખવામાં આવે છે ત્યારબાદ આ ઘી ને તે વાસણમાં ફેલાવી દેવામાં આવે છે બાદમાં મેંદાના લોટમાંથી તળીને તૈયાર કરવામાં આવેલા દેવડા ના બ્લોકને ચાસણીમાં ડુબાડી ને તેને ઘીના વાસણમાં રાખવામાં આવે છે જ્યાં તેની પર સુકો મેવો એટલેકે કેસર પીસ્તા નાખીને સુસોભીત કરવામાં આવે છે અને તે ઠંડા થઈ ગયા પછી વહેચાણ અર્થે દુકાનના કાઉન્ટર સુધી પહુંચે છે.
દેવડાની વાત કરવામાં આવે તો પાટણ વાસીઓ પોત પોતાના સબંધીઓને દેવડા મોક્લાવવાનું ભૂલતા નથી ઉપરથી સક્ત અને અંદરથી નરમ એવા બહારથી મીઠા અને અંદરથી મોળા એવો ડબલ સ્વાદ ધરાવતા દેવડાની વાતજ કાઈ નિરાલી છે તો પાટણની તમામ મીઠાઈ ઘરની વાત કરવામાં આવે તો દેવડા સૌઉ પહેલી હરોળમાં વેચાણ અર્થે મુકવામાં આવે છે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ચોખ્હા ઘીના દેવાડનો ભાવ 160 થી 400 રૂપિયાસુધીનો હોય છે જેમાં ચાલુ સાલે 20 ટકાનો ભાવ વધારો મોંઘવારી ને લઈ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : પવિત્ર યમુના નદી બની ઘાતક, ઝેરી ફીણ વચ્ચે શ્રધાળુઓએ કર્યું સ્નાન
પાટણના દેવડાની માંગ દેશ વિદેશમાં પણ
ગ્રાહકોના જણાવ્યા અનુસાર અમે પણ દેવડા ખરીદવા માટે આવ્યા છીએ પાટણના દેવડા લોકો ખુબ વખાણે છે જ્યાં જોઈએ ત્યાં દેવડાજ દેખાઈ રહ્યા છે પાટણની પ્રજા દિવાળીમાં દેવડા ની ખરીદી ખાસ કરે છે અને પાટણ ના દેવડાની માંગ દેશ વિદેશમાં પણ છે…ભરતભાઇના જણાવ્યા અનુસાર જ્યાં સુધી અમે દિવાળીમાં દેવડા ખરીદીએ નહિ ત્યાં સુધી અમારો તહેવાર અધુરો છે જે રીતે પાટણ સહેરની આ એવી સ્વિટ મીઠાઈ છે કે જેને ખરીદી કર્યા વગર ના ચાલે દેવડાને અમે અમારા બહાર રહેતા પરિજનોને ગીફ્ટ કરવાનું અમે ભૂલતા નથી.
પાટણની બજારોમાં દેવડાના વિવિધ ફ્લેવર તેમજ વિવિધ બ્રાન્ડ જોવા મળી રહી છે
અત્યારે પાટણની બજારોમાં દેવડાના વિવિધ ફ્લેવર તેમજ વિવિધ બ્રાન્ડ જોવા મળી રહી છે જેમાં સુદ્ધ ઘીના દેવડા , સ્પેસ્યલ બટર કોચ દેવડા , સ્પેશ્યલ કેટબરી દેવડા , તેમજ સ્પેસ્યલ કેસર દેવડા જેવી અવનવી બ્રાંડો આજકાલ પાટણના બજારોમાં જોવા મળી રહી છે બજારમાં અનેક અવનવી મીઠાઈઓ ઠલવાઈ રહી છે તેવામાં પાટણની ઓળખ એવા દેવડા પોતાનું આગવું સ્થાન ધરાવે છે પાટણ વાસીઓ દેવડા ખરીદવાનું આજે પણ ભુલ્યા નથી અને દિવાળીમાં દેવડાને પાટણ બહાર રહેતા પોતાના સ્નેહીજનોમાં મોકલવાનો રીવાજ આજે પણ અકબંધ છે અને આ વર્ષોથી ચાલતી પરમ્પરા આજે પણ ભુલાઈ નથી તેજ પાટણના દેવડાની સાચી ઓળખ છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4