Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / October 18.
Homeન્યૂઝનવરાત્રીને લઈને પાવાગઢ મંદિરે જાહેર કરી ગાઈડલાઇન, પ્રાઇવેટ વાહનો પર મૂક્યો પ્રતિબંધ

નવરાત્રીને લઈને પાવાગઢ મંદિરે જાહેર કરી ગાઈડલાઇન, પ્રાઇવેટ વાહનો પર મૂક્યો પ્રતિબંધ

pavagadh temple, corona, navratri
Share Now

આગામી 7 ઓકટોબરથી નવરાત્રિનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. અને નવરાત્રિમાં લોકો મોટી સંખ્યામાં ધાર્મિક સ્થળોએ જતાં હોય છે. ત્યારે પાવાગઢ(Pavagadh)મંદિરના ટ્રસ્ટે કોરોનાને લઈને ગાઈડલાઈ જાહેર કરી છે. નવરરાત્રી દરમ્યાન પાવાગઢ (Pavagadh)મંમંદિરમાં દર્શન માટે આવતા ભક્તોએ કોરોના ગાઈડલાઇનનું ફરજિયાત પાલન કરવું પડશે. તાં ભક્તોએ માસ્ક પહેરવું પડશે, સોશ્યલ ડિસ્ટન્સ રાખવુંપડ્શે તેમજ સેનેટાઈઝરનો ફરજિયાત ઉપયોગ કરવો પડશે તેવું પાવાગઢ મંદિરના ટ્રસ્ટે જણાવ્યું છે. 

સવારે પાંચ વાગ્યાથી મંદિરના દ્વાર થશે ખુલ્લા 

પાવાગઢ(Pavagadh)મં મંદિરમાં નવરાત્રિના પ્રથમ દિવસે સવારે વહેલા પાંચ વાગે ભક્તોના દર્શન માટે દ્વાર ખુલ્લાં મુકાશે અને રાત્રે 8:00 વાગે બંધ થશે. નવરાત્રી દરમ્યાન પાવાગઢમાં મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે જતાં હોય  છે. ત્યારે જિલ્લા પ્રશાસન અને મંદિર ટ્રસ્ટ દ્વારા આવનાર લોકોની સુરક્ષા અને સલામતીને લઈ તૈયારીઓ કરી લેવામાં આવી છે. મંદિરે આવનાર લોકોની સુરક્ષા માટે 800થી વધુ પોલીસ કર્મચારીઓ ફરજ પર હાજર રહેશે. ચાંપાનેરથી માચી તરફ જતા રસ્તા વાંકાચૂકા ઢાળ વાળા છે ત્યારે તે રસ્તામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને ખાનગી વાહનો પર 7થી 20 ઓક્ટોબર દરમ્યાન માચી જવા પર પ્રતિબંધ લાદ્યો છે.

pavagarh,pavagadh, navratri

 

આ પણ વાંચો:નવરાત્રીને લઈને સરકારની ગાઈડલાઇન, કોરોના વેક્સિનના બંને ડોઝ ફરજિયાત

એસટી બસ 24 કલાક આપશે સુવિધા 

મંદિરે દર્શનાર્થે આવનાર લોકોને માચી જવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે એસટી વિભાગ 24 કલાક સેવા આપશે. અને આ માટે 50થી 55 બસો પાવાગઢ ખાતે મુકવામાં આવશે. અને આ માટે 15 રૂપિયા ભાડું લેવામાં આવશે. તેમજ  નવરાત્રી દરમ્યાન રોપવે સેવાની ટિકિટ બુકિંગ સવારે 4:00 વાગે શરૂ થઈ જશે. અને ત્યારબાદ 5:00 વાગ્યાથી ઓપવે શરૂ થઈ જશે. અને મંદિર બંધ નહીં થાય ત્યાં સુધી રોપ વે ચાલુ રહેશે. પરંપરા મુજબ પાવાગઢ મંદિરમાં ભક્તો બકરા-મરઘાને રમતા મૂકતા હોય છે. ત્યારે હવેથી બકરા મરઘા મંદિર સુધી લઈ જવાશે નહીં તેવો મંદિર ટ્રસ્ટે આ વખતે નિર્ણય લીધો છે. 

હંગામી મોબાઈલ ટાવરો મૂકવા માટે અપાઈ સૂચના

પાવાગઢ ખૂબ જ આસ્થાનું કેન્દ્ર છે. સાથે જ તેવર્લ્ડ હેરીટીઝ સાઈડ પણ છે. તેમ છતાં ત્યાં પાયાની સુવિધાઓથી લોકો વંચિત છે. પાવાગઢમાં મોબાઇલ ટાવરનું નિયમિત નેટવર્ક ન આવતું નથી. જેને લઈને યાત્રાળુઓ હંમેશા પરેશાન રહેતા હોય છે. ત્યારે જિલ્લા નિવાસી કલેક્ટરે વોડાફોન, BSNL, એરટેલ, આઈડિયા,  જીઓ સહિતની કંપનીને નવરાત્રી દરમિયાન પાવાગઢમાં હંગામી મોબાઈલ ટાવરો લગાવવા અંગે સૂચના આપી છે.

વાહનો પાર્કિંગની ઉઘાડી લૂંટ

નવરાત્રી હોવાથી પાવાગઢ ખાતે હજારોની સંખ્યામાં યાત્રાળુઑ દર્શનાર્થે આવશે. ત્યારે ખાનગી પાર્કિગ વાળા ઉઘાળી લૂંટ ચલાવે છે. નવરાત્રીને લઈને રોડ પર દબાણ કરીને લોકોએ ચ-નાસ્તાની હોટલો અને દુકાનો ઊભી કરી દીધી છે. 

ઉલ્લેખનીય છે કે, આગામી 7 ઓકટોબરથી નવરાત્રિનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. અને નવરાત્રિમાં લોકો મોટી સંખ્યામાં ધાર્મિક સ્થળોએ જતાં હોય છે. ત્યારે પાવાગઢ મંદિરના ટ્રસ્ટે કોરોનાને લઈને ગાઈડલાઈ જાહેર કરી છે. નવરરાત્રી દરમ્યાન પાવાગઢ મંદિરમાં દર્શન માટે આવતા ભક્તોએ કોરોના ગાઈડલાઇનનું ફરજિયાત પાલન કરવું પડશે. તાં ભક્તોએ માસ્ક પહેરવું પડશે, સોશ્યલ ડિસ્ટન્સ રાખવુંપડ્શે તેમજ સેનેટાઈઝરનો ફરજિયાત ઉપયોગ કરવો પડશે તેવું પાવાગઢ મંદિરના ટ્રસ્ટે જણાવ્યું છે. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment