Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝઅફઘાનમાં ભૂખે મરતા લોકો : રૂ. 3,000માં પાણીની એક બોટલ, રૂ. 7500માં એક પ્લેટ ભાત !!!

અફઘાનમાં ભૂખે મરતા લોકો : રૂ. 3,000માં પાણીની એક બોટલ, રૂ. 7500માં એક પ્લેટ ભાત !!!

afghan situation
Share Now

તાલિબાનના હાથમાં અફઘાનની કમાન આવતા જ આખો ચિંતામાં મુકાયો છે. અફઘાનિસ્તાનમાં વધારેમાં વધારે લોકો દેશ છોડવા માંગે છે. અફઘાનિસ્તાનથી બહાર નીકળવાનો એક માત્ર રસ્તો કાબૂલ એરપોર્ટ છે. અહીંની સુરક્ષા અમેરિકાની પાસે છે. કાબૂલ એરપોર્ટ પર લગભગ અઢી લાખની ભીડ છે. જે અફઘાનિસ્તાન છોડીને જવા માંગે છે. સ્થિતિ એવી છે કે એરપોર્ટ પર ભૂખ- તરસથી લોકો દમ તોડી રહ્યા. કાબુલ એરપોર્ટ પર અત્યારે ચારેબાજુ નિરાશા અને હતાશાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અહીં પાણી અને જમવામાં માટે હજારોની કિંમત વસૂલાય છે. પરિણામે, અફઘાનોને ભૂખ્યા મરવાનો વારો આવ્યો છે.

ભાતની એક પ્લેટ માટે 100 ડોલર એટલે કે 7500 હજાર રુપિયા

afghan people condition નવાઈની વાત એ છે કે આ વસ્તુઓ માત્ર ડોલરમાં વેચવામાં આવી રહી છે, અફઘાનિસ્તાનની કરન્સીમાં નહીં. જો કોઈ પાણીની બોટલ અથવા ખાવાનું ખરીદે તો તેમણે અમેરિકન ડોલરમાં પેમેન્ટ કરવાનું હોય છે. આ દરમિયાન મોટા સમાચાર આવી રહ્યા છે કે એરપોર્ટ પર ફુડ અને પાણીના ભાવ આસમાને પહોંચ્યા છે. અહીં પાણીની બોર્ટલ 40 ડોલરની એટલે કે 3 હજારની મળી રહી છે. જ્યારે ભાતની એક પ્લેટ માટે 100 ડોલર એટલે કે 7500 હજાર રુપિયા ખર્ચવા પડે છે. એરપોર્ટ પર ફુડ કે પાણી કંઈ પણ ખરીદવું હોય તો અહીં અફઘાનિસ્તાનની કરન્સી સ્વીકારવામાં નથી આવતી. ફક્ત ડોલરમાં જ પેમેન્ટ સ્વીકારવામાં આવે છે. એટલે લોકોને ભૂખે મારવાનો વારો આવ્યો છે. એક બાજુ તાલિબાનો પીડા આપી રહ્યા છે અને બીજી બાજુ મોંઘવારીનો માર.

આ પણ વાંચો : મનપાની મેગા ડ્રાઈવ : દૂધમાં પાણીની ભેળસેળ થતી હોવાનો ખુલાસો

ઘરેથી એરપોર્ટ પહોંચવા માટે 5થી 6 દિવસ લાગે છે

અફઘાનિસ્તાનમાં ઘરેથી કાબૂલ એરપોર્ટ પહોંચવા માટે 5થી 6 દિવસ લાગે છે. કેમ કે શહેરથી એરપોર્ટ સુધી તાલિબાનની તૈનાતી છે. તાલિબાનની ગોળીબારીના ભયની વચ્ચે હજારો ભીડને પાર કરી એરપોર્ટની અંદર જવું મુશ્કેલ છે. અને જો એરપોર્ટ પહોંચી પણ ગયા તો પ્લેન મળવામાં 5થી 6 દિવસ લાગી શકે છે. ફક્ત બિસ્કિટ નમકીનથી કામ ચલાવવું પડે છે. ખાવા પીવાની કિંમત વધારે હોવાથી સમસ્યા હજું વધારે વધી ગઈ છે. સ્થિતિ એવી છે કે અનેક બાળકો માતાપિતા વગર દેશ છોડી રહ્યા છે.

અફરાતફીમાં અત્યાર સુધી 20 લોકોના મોત

ખાવા પીવાની કિંમત વધારે હોવાથી લોકો ભૂખ્યા પેટે તડકામાં ઉભા રહેવા મજબૂર છે. તેમની હિંમત જવાબ આપી દે છે. શરીર નબળુ પડી રહ્યું છે અને તેઓ બેભાન થઈ પડી રહ્યા છે. તેવામા તાલિબાન લોકોની મદદ કરવાની જગ્યાએ તેમને ડરાવી રહ્યા છે મારપીટ કરી રહ્યા છે. કાબૂલ એરપોર્ટની બહાર અફરાતફીમાં 20 લોકોના મોત થયા છે. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment