Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeએન્ટરટેઈન્મેન્ટવિવાદ: શા માટે થઈ અભિનેત્રી પાયલ રોહતગીની ધરપકડ?

વિવાદ: શા માટે થઈ અભિનેત્રી પાયલ રોહતગીની ધરપકડ?

payal rohatgi
Share Now

જાણીતી બોલિવૂડ એક્ટ્રેસ પાયલ રોહતગી (Payal Rohatgi)  ફરી એક વાર વિવાદમાં આવી છે.પોતાના સ્ટેટમેન્ટના કારણે સતત ચર્ચમાં રહેતી આ (Payal Rohatgi ) અભિનેત્રી વિરુદ્વ તેની સોસાયટિના ચેરમેને ફરિયાદ નોંધાવી છે. પાયલ રોહતગી એક મોડલ છે, બિગ બોસ અને સર્વાઇવર ઇન્ડિયા જેવા સો કરી ચુકી છે.

શું છે ઘટના?

payal-rohatgi-

image Courtesy: @payalrohatgi

અભિનેત્રી પાયલ રોહતગી અમદાવાદની સેટેલાઈટની સોસાયટીમાં રહે છે, તે સોસાયટીના ચેરમેને જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પાયલ રોહતગી (Payal Rohatgi) એ ફ્લેટની મીટિંગમાં જઈ સભ્યો સાથે ગાળાગાળી કરી ધમકીઓ આપી છે. જો કે તે મીટીંગનો ભાગ પણ નહોતી. પોલીસે આ અંગે ગુનો નોંધી ફિલ્મ એક્ટ્રેસની અટકાયત કરી છે. એકટ્રેસે ચેરમેનને જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. જેના કારણે ફરી એકવાર આ એકટ્રેસ વિવાદમાં આવી છે.

  • એકટ્રેસ પાયલ રોહતગીની અમદાવાદ પોલીસે કરી ધરપકડ
  • સોસાયટીના ચેરમેનને જાનથી મારી નાંખવાની આપી ધમકી
  • પોતાના સ્ટેટમેન્ટને લઇને સતત ચર્ચામાં રહે છે અભિનેત્રી
  • નેહરુજી અને મહાત્મા ગાંધીના પરિવારને લઇને પણ કરી હતી ટિપ્પળી
  • બિગ બોસમાંથી આવી હતી ચર્ચામાં
  • અભિનેત્રીની પહેલાં પણ થઇ ચુકી છે ધરપકડ

અભિનેત્રી પાયલ રોહતગી અમદાવાદની સેટેલાઈટની સોસાયટીના ચેરમેનને ધમકાવ્યા બાદ પણ સોસાયટીના વોટ્સઅપ ગ્રુપમાં અભદ્ર અને બિભત્સ મેસેજ મોકલ્યા હતા. જે બાદ મેસેજ ડિલીટ કરી દીધો હતો. સોસાયટીમાં જે ફેમીલીમાં ચારથી પાંચ બાળકો છે, તે લોકોને ફેમીલી પ્લાનિંગ નથી કરતાં તેવુ પણ કહ્યું હતુ.

એકટ્રેસની પહેલા પણ થઇ ચુકી છે ધરપકડ

Payal Rohatgi Wiki, Age, Boyfriend, Husband, Family, Biography & More – WikiBio

Image Courtesy: Wikipedia

પાયલ રોહતગીએ વર્ષ 2019 માં સોશિયલ મીડિયામાં એક વિડિયો પણ અપોડ કર્યો હતો. જે ગાંધી અને નેહરુના પરિવાર વિશે પણ અસોભનિય ટિપ્પણીઓ કરવા બાબતે મુંબઇ પોલીસે અભિનેત્રીનું એકાઉન્ટ બ્લોક કરી દીધુ હતુ. જે ઘટનામાં રાજસ્થાન પોલીસે પણ પાયલને અમદાવાદથી દરપકડ કરી હતી.

ફિલ્મોમાં કામ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પાયલ રોહતગી પોતાના કરિયરમાં દર્શકોનુ દિલ જીતવામાં કોઇ ખાસ કામ કર્યુ નથી. ફિલ્મોની વાત કરીએ તો, તુમસે મિલકર, રિફ્યુટી, તૌબા, 36 ચાઇના ટાઉન, કબડ્ડી, ઢોલ, અગલી ઔર પગલીમાં કામ કર્યું છે. ફિલ્મોમાંથી બહાર આવીને પાયલ કલર્સનો શો બિગ બોસમાં પણ પાર્ટ લીધો હતો, જ્યાંથી તે ઘણી ચર્ચામાં આવી હતી. જે બાદ તે ફિયર ફેક્ટર ઇન્ડિયા 2માં પણ જોવા મળી હતી.

આ પ્રકારના જ એન્ટરટેમેન્ટ ન્યુઝ, બોલિવુડ અને દેસ વિદેશના સમાચાર માટે જોતા રહો Ottindia 

આ પણ વાંચો: સતત ચર્ચામાં રહેલા માઇકલ જેક્સનની ડેથ આજે પણ છે એક મિસ્ટ્રી

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment