Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 30.
Homeન્યૂઝPaytm IPO: આજથી ખુલ્યો દેશનો સૌથી મોટો IPO

Paytm IPO: આજથી ખુલ્યો દેશનો સૌથી મોટો IPO

IPO
Share Now

ડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમ (Paytm)નો આઈપીઓ (IPO)આજે સોમવારથી બહાર પડ્યો છે. આજથી પેટીએમના આઈપીઓનું (paytm ipo) સબ્સક્રિપ્શન ભરી શકાશે. ગત અઠવાડિયે પાંચ કંપનીઓ પોતાનો આઈપીઓ બજારમાં લોન્ચ કરી ચૂકી છે. જ્યારે પેટીએમનો આઈપીઓ આજે સોમવારથી ભરી શકાશે અને 10 નવેમ્બર સુધી ખુલ્લો રહેશે. 18,300 કરોડ રૂપિયાના બજેટને ધ્યાને લઈએ તો પેટીએમનો આઈપીઓ દેશનો સૌથી મોટો આઈપીઓ માનવામાં આવી રહ્યો છે.

IPO ની પ્રાઇઝ બેન્ડ શું રહેશે?

શેરબજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, પેટીએમના આઈપીઓની શરૂઆત આજે સોમવારથી થઈ જશે અને આઈપીઓ ભરનારને 6 અથવા તેનાથી વધુ ગણા પૈસા લગાવવા પડશે. પેટીએમના આઈપીઓની પ્રાઈઝ બેન્ડ 2080 રૂપિયાથી 2150 રૂપિયા સુધી રહેશે. લોટની ફાળવણી 15 નવેમ્બર સુધી કરવામાં આવશે અને 18 નવેમ્બરે શેર બજારમાં પેટીએમનો શેર લિસ્ટ થઈ જશે.

આ પણ વાંચો: દેશના રસ્તાઓ પર દોડશે BH સિરીઝની નંબર પ્લેટ, જાણો રજીસ્ટ્રેશનની પ્રક્રિયા

આઈપીઓના ફ્રેશ ઈસ્યુ મારફતે 8300 કરોડ રૂપિયા એકઠાં કરવાની કંપનીની યોજના છે. જ્યારે 10 હજાર કરોડ રૂપિયા ઓફર ફોર સેલ એટલે કે હાલના શેર ધારકો માટે રહેશે. પેટીએમનો આ આઈપીઓ દેશનો સૌથી મોટો આઈપીઓ માનવામાં આવી રહ્યો છે. આ પહેલા 2015માં કોલ ઈન્ડિયાનો આઈપીઓ બહાર પડ્યો હતો જેના થકી 15,200 કરોડ રૂપિયા એકઠાં કરવામાં આવ્યા હતા. પેટીએમએ થોડા દિવસ પહેલા એન્કર રોકાણકારો મારફતે 8235 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા. કંપનીએ બ્લેકરોક, સિંગાપુરની સીપીપીઆઈબી અને અબુ ધાબીના સોવરેન વેલ્થ ફંડ્સને એન્કર રોકારકાર તરીકે જોડ્યા છે.

એક જાણકારી પ્રમાણે પેટીએમ (Paytm)ના મોટા ગજાના રોકાણકાર એએનટી ફાયનાન્સિયલ લગભગ 27.9 ટકા એટલે કે 643 મિલિયન ડોલરની ભાગીદારી વેચવાની યોજના બનાવી રહી છે. આ ઉપરાંત પેટીએમના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ વિજય શેખર શર્મા લગભગ 402 કરોડ રૂપિયાના શેર વેચશે.

રિલાયન્સના સફરની શરૂઆત કઇ રીતે થઇ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

Share

No comments

leave a comment