Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / September 30.
Homeસ્ટાર્ટ અપમોંઘવારીની માર વચ્ચે સારા સમાચાર: ગેસ સિલિન્ડરની બુકિંગ પણ આ રીતે મેળવો 900 રૂપિયાનું બમ્પર કેશબેક

મોંઘવારીની માર વચ્ચે સારા સમાચાર: ગેસ સિલિન્ડરની બુકિંગ પણ આ રીતે મેળવો 900 રૂપિયાનું બમ્પર કેશબેક

Paytm LPG Offer: Booking Cylinder via Paytm and get rs 900 cashback
Share Now

નવી દિલ્હી : દેશમાં વધતા પેટ્રોલ ડીઝલના ભાવને લઈને દરેકના મોંઢે મોંઘવારીની ચર્ચા સાંભળવા મળતી હોય છે. LPG ગેસ સિલિન્ડરના ભાવ પણ વધતા હોવાથી ગૃહિણીઓના બજેટ પર પણ અસર પહોંચી છે, એવામાં જો કોઈ તમને એમ કહે કે તમારા ગેસ સિલિન્ડરની કિંમતથી પણ વધારે તમે કેશબેક મેળવી શકો છો, તો…? જીહાં ! LPG ગેસ સિલિન્ડરના બુકીંગ પર હવે તમે 900 રૂપિયાનું કેશબેક મેળવી શકો છો અને આ સુવિધા બીજે ક્યાંય નહીં પરંતુ દેશની અગ્રણી ડિજિટલ પેમેન્ટ અને ફાઇનાન્સિયલ સર્વિસિસ કંપની Paytm (Paytm LPG Offer) પર મળી રહી છે.

Paytm LPG Offer

પેટીએમ દ્વારા એલપીજી સિલિન્ડરના ગ્રાહકોને બમ્પર કેશબેક આપવાની જાહેરાત કરવામાં આવી છે. જો તમે પેટીએમ એપ્લિકેશનથી એલપીજી સિલિન્ડર બુક કરાવી રહ્યા છો તો તમને રૂ .900 સુધીનું કેશબેક મળશે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) એ ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે.

Paytm LPG Offer: Booking Cylinder via Paytm and get rs 900 cashback

નોંધનીય છે કે, પેટીએમની આ નવી Paytm LPG Offer હેઠળ, ગ્રાહકોને એપ્લિકેશન દ્વારા એલપીજી સિલિન્ડર બુકિંગ પર કેશબેકનો લાભ મળશે. નિવેદન મુજબ, ત્રણ સિલિન્ડર બુક કરાવવા પર 900 રૂપિયા સુધીનું કેશબેક મેળવી શકો છો. જો કે, 900 રૂપિયાનું આ કેશબેક પેટીએમ એપ્લિકેશથી પહેલીવાર એલપીજી ગેસ સિલિન્ડર બુક કરાવનાર ગ્રાહકોને જ મળશે. એટલે કે તમે જો તમે પેટીએમ એપ્લિકેશન તરફથી પહેલીવાર એલપીજી સિલિન્ડર બુક કરાવી રહ્યા છો તો જ તમને આ ઓફરનો લાભ મળશે.

આ પણ વાંચો : “મીમી” ફિલ્મ જોવું કે નહિ ?

આ ઓફરનો લાભ ઇન્ડેન ગેસ, ભારત ગેસ અને એચપી ગેસ સિલિન્ડર પર ઉપલબ્ધ છે. ગ્રાહકો ફક્ત એક જ વાર આ ઓફરનો લાભ મેળવી શકે છે. આ સાથે જ આ ઓફર 31 જુલાઇ સુધી જ છે એટલે કે તમારી પાસે ફક્ત એક અઠવાડિયાનો સમય બાકી છે.

lpg-cylinder-booking-get-rs-900-cashback-from-paytm

ઇન્ડિયન ઓઇલે ટ્વિટ કર્યું છે કે, જો તમે પેટીએમ દ્વારા ચુકવણી કરીને ગેસ સિલિન્ડરને ફરીથી ભરશો, તો તમે 900 રૂપિયા સુધીનું કેશબેક મેળવી શકો છો. વધુ વિગતો માટે https://paytm.com/cylinder-gas-recharge/indane લિંક તપાસો.

આ રીતે કરો બુક

  • સૌ પ્રથમ Paytm Application પર જાઓ.
  • આ પછી Paytm માં શો મોર પર ક્લિક કરો.
  • પછી Recharge  અને Pay Bill પર ક્લિક કરો.
  • આ પછી Book a cylinder પર ક્લિક કરો.
  • હવે તમારા ગેસ પ્રદાતાને પસંદ કરો જેમાં ભારત ગેસ, એચપીસીએલ, ઇન્ડેન આપવામાં આવશે.
  • પછી તમારો મોબાઇલ નંબર અથવા એલપીજી આઈડી દાખલ કરો.
  • તે પછી તમારે ચૂકવણી કરવી પડશે.
  • હવે સ્ક્રેચ કાર્ડ તમારી સામે દેખાશે.

આ પણ વાંચો : Bachpan Ka Pyar: ઓહો! તો આ ગુજરાતી ગાયકે ગાયું છે – મૂળ વાઇરલ ગીત બચપન કા પ્યાર

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment