Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeએન્ટરટેઈન્મેન્ટ‘મને રાતોરાત ક્રિમિનલ બનાવી દીધો’ : પર્લ વી પુરી

‘મને રાતોરાત ક્રિમિનલ બનાવી દીધો’ : પર્લ વી પુરી

Pearl V Puri
Share Now

એન્ટરટેનમેન્ટ ડેસ્ક:  ફેમસ ટીવી એક્ટર પર્લ વી પુરી ( Pearl V Puri ) પર થોડા દિવસો પહેલાં એક નાબાલિક પર રેપ કરવા બાબતે કેસ થયો હતો. તેમના પર આરોપ હતો કે, તેમણે એક નાબાલિકને બોલિવુડમાં કામ આપવા બાબત પર દુષ્કર્મ કર્યો હતો. નાગિન ફેમ એક્ટર પર્લ પુરી( Pearl V Puri ) નું નામ ઘણા સમયથી સોશિયલ મીડિયામાં છવાયેલુ છે, એક્ટર પર લાગેલા દુષ્કર્મના આરોપ પર પોલીસે 14 દિવસની ન્યાયિક હિરાસતમાં લીધા હતા. રેપના આરોપો લાગ્યા બાદ પર્લને સમાચારોની હેડલાઇન બનેલા છે.

આરોપો લાગ્યા બાદ પણ એક્ટરની સાથે ઘણી સેલેબ્રિટિ આવીને ઉભી રહી હતી. પર્લના સપોર્ટમાં કરિશ્મા તન્ના, નિયા સર્મા, એકતા કપુર દિવ્યા ખોસલા કુમાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યાં છે. મળતી માહિતી પ્રમાણે એક્ટર પર્લને હવે 14 દિવસની સજા બાદ તે ફરી જેલની બહાર આવી ગયા છે. ત્યારે તેમણે પોતાનું આ દર્દ એક પોસ્ટ દ્વારા શેર કર્યું હતુ. પર્લ 14 દિવસ સુધી ચુપ રહ્યાં બાદ તેમણે સોશિયલ મીડિયા પર પોતાનું દુખ વ્યક્ત કર્યું છે.

Pearl V Puri

Image Source : Pearl V Puri

પર્લે શેર કરી પોસ્ટ

Perl V

Image Courtesy : @pearlvpuri

નાગીન ફેમ પર્લે પોતાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યુ છે કે,” જીવન પોતાની રીતે લોકોની પરિક્ષા લેતી હોય છે, થોડા સમય પહેલાં મેં મારા નાનીને ગુમાવી દીધા હતા, તેમના જવાનો દુખ ગયો નહોતો અને 17માં દિવસે પિતાને પણ ગુમાવી દીધા હતા, પછી ખબર પડી કે, માતાને કેન્સર છે, જે બાદ મારા પર લાગ્યો આ રેપનો આરોપ…થોડા મહિનાઓથી મારો સમય ખરાબ ચાલી રહ્યો છે, અને આ થોડા અઠવાડિયા મારા માટે ડરાવના સપના જેવા છે, એકજ રાતમાં મને અપરાધી સાબિત કરી દીધો, એ પણ આટલુ બધુ માતાના કેન્સર વચ્ચે થયુ, જેણે મારા અંદરથી મને સુરક્ષાની ભાવનાને તોડી દીધા હતા. મને બેબસ કરી દીધુ હતુ.”

પર્લે આ સિવાય પોસ્ટમાં વધુમાં લખ્યુ છે કે, “મને હાલ પણ સારુ ફિલ થઇ રહ્યું નથી, આ ઘટનાએ મને અસાહય બનાવી દીધો છે, હું હજી સદમામાં છું, અને શુન્ય જેવો અનુભવ થઇ રહ્યો છે, પછી મને વિચાર આવ્યો કે, હુ ફેમિલી, મિત્રો અને મારા ફેન્સ સાથે કનેક્ટેડ રહુ, ત્યારે મને તેમના પાસેથી મને જે પ્રેમ અને સાથે સાથે શુભેચિંતકોએ જે મને પ્રેમ આપ્યો છે, તેનાથી હું અનુભવી શકુ છુ, કે તે લોકો મારી ચિંતા કરે છે, મને પ્રેમ કરે છે.

પર્લે પોતાની પીડા શેર કરી

Ekta Kapoor, Anita Hassandani, Indian TV industry

Image Courtsy : @pearlvpuri

“મારા શુભચિંતકોને હું કહેવા માંગીશ કે મારા પર ભરોસો કરવા માટે ધન્યવાદ. હુ સત્ય મેવ જયતે પર ભરોસો રાખુ છુ. મને દેશના કાયદા પર અને દેશના લોકો પર ભરોસો છે, પ્લીઝ મારા માટે દુઆ કરતા રહેજો.”

 

પર્લે શેર કરેલ આ પોસ્ટમાં સેલિબ્રિટિઓની કમેન્ટ પણ આવી રહી છે, તેમજ એક્ટરને મજબુત બનીને અડગ રહેવાનું અને લડવા માટેની પ્રેરણા લોકો આપી રહ્યાં છે.

સ્વાભાવિક છે કે, જ્યારે કોઇ એક્ટર પર નાનો એવો પણ આરોપ લાગે ત્યારે તેના ફિલ્મી કરિયરને લઇને થોડો ધક્કો વાગતો જ રહે છે, બે કામ થઇ શકે છે કે, એક તે વ્યક્તિ ચર્ચામાં આવી જાય એટલે તેને ફિલ્મોની ઓફર થવા લાગે છે અથવા તો નામ બદનામ થવાના કારણે તેને કોઇ પણ કામ મળતુ નથી, રિયા ચક્વતિનું નામ જ્યારે સુશાંત સિંહ રાજપુત કેસમાં આવ્યુ ત્યારે એક અભિનેત્રી તરીકે જાણે તેના કરિયરની ગાડી રુકી ગઇ છે.

પર્લ વી પુરીના કરિયરની જો વાત કરીએ તો એક્ટર નાગિન ફેમથી ઓળખાય છે, હવે તેમના કરિયરમાં લાગેલો આ ડાઘ કે આરોપ ક્યારે દુર થશે એ તો સમય બતાવશે, પણ હાલ તેમના પર લાગેલા આરોપો પરથી લાગી રહ્યું છે કે, ફેન્સ અને એક્ટર પર્લ વી પુરીની સાથે છે.

 આ પણ વાંચો:  વિવાદ: શા માટે થઈ અભિનેત્રી પાયલ રોહતગીની ધરપકડ?

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment