Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝપેગાસસ જાસૂસી: સરકારને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે આ બાબતોને ગુપ્ત રાખવાની આપી મંજૂરી

પેગાસસ જાસૂસી: સરકારને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે આ બાબતોને ગુપ્ત રાખવાની આપી મંજૂરી

pagasus spyware,news in gujarati,what is pagasus
Share Now

ઇઝરાયલી(Israel) સોફ્ટવેર પેગાસસ(Pagasus) દ્વારા કથિત જાસૂસીની તપાસ માટે દાખલ કરવામાં આવેલી અરજીઓ પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) સુનાવણીમાં કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને ટાંકીને કહ્યું કે તેના પર જાહેર ચર્ચા થઇ શકે નહીં. સુપ્રીમ કોર્ટે સરકારને નોટિસ આપતી વખતે 10 દિવસ પછી તેના પર પુનર્વિચાર કરવા કહ્યું છે. જો કે, કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડા થાય તેવી કોઈ બાબતને જાહેર કરવાની જરૂર નથી. આમ પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટે સરકારને રાહત આપી છે.  

દસ દિવસ પછી થશે સુનાવણી 

સરકારે સુપ્રીમ કોર્ટમાં કરેલ એફિડેવિટમાં કહ્યું હતું કે, પેગાસસ(Pagasus) મામલે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો સામેલ છે ત્યારબાદ મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણા, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ અનિરુદ્ધ બોઝની ત્રણ સભ્યોની બેન્ચે આ ટિપ્પણી કરી હતી. બેન્ચે કહ્યું કે તેણે વિચાર્યું હતું કે સરકાર વિગતવાર સોગંદનામું દાખલ કરશે પરંતુ સરકારે  માત્ર સોગંદનામું જ દાખલ કર્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે 10 દિવસ પછી આ મામલાની સુનાવણી કરશે અને જોશે કે કઈ પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ.

pagasus spyware,news in gujarati,what is pagasus

આ પણ વાંચો:દિલ્હી બળાત્કાર કેસમાં હાઈકોર્ટે દિલ્હી પોલીસ પાસે માંગ્યો રિપોર્ટ, SITની થઇ રચના

સરકારનું વલણ સ્પષ્ટ છે 

કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેન્ચને કહ્યું કે સરકારે સોમવારે દાખલ કરેલા સોગંદનામામાં પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. મહેતાએ બેન્ચને કહ્યું, “અમારો પ્રતિભાવ એ જ છે જે અમે અમારા અગાઉના સોગંદનામામાં આદરપૂર્વક આપ્યો હતો. કૃપા કરીને અમારા દ્રષ્ટિકોણથી આ બાબતને જુઓ કારણ કે અમારું સોગંદનામું પૂરતું છે. તેમણે કહ્યું કે સરકારે તેના સોગંદનામામાં કહ્યું હતું કે તે તમામ પાસાઓને જોવા માટે નિષ્ણાતોની સમિતિ બનાવશે અને આ સમિતિ સુપ્રીમ કોર્ટ સમક્ષ પોતાનો રિપોર્ટ રજૂ કરશે. તેમણે કહ્યું, “છુપાવવા માટે કશું નથી અને આ બાબત સાથે રાષ્ટ્રીય સુરક્ષાનું પાસું જોડાયેલું છે.

રાષ્ટ્રીય સુરક્ષા પર કોઈ શબ્દો નથી જોઈતા: SC

મહેતાએ કહ્યું કે, “આ એક સંવેદનશીલ બાબત છે તેથીતેની સાથે સંવેદનશીલતાથી વ્યવહાર કરવો જોઈએ.”તેમણે કહ્યું કે સરકાર રાષ્ટ્રીય સુરક્ષા તંત્ર વિષેની જાણકારી જાહેર ન કરી શકે. ત્યારે બેન્ચે મહેતાને કહ્યું કે, તે એવું કઇ ઇચ્છતી કે જેનાથી રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડા થાય. જો કોઈ સક્ષમ અધિકારી અમારી સમક્ષ સોગંદનામું દાખલ કરે તો શું સમસ્યા છે. અમે રાષ્ટ્રીય સુરક્ષા વિશે કોઈ શબ્દો ઈચ્છતા નથી. મહેતાએ કહ્યું કે તેઓ એમ નથી કહી રહ્યા કે સરકાર કોઈને કંઈ જણાવશે નહીં પરંતુ સરકારની દલીલ એ છે કે તે જાહેરમાં કઇ કહેવા માંગતી નથી.

રાષ્ટ્રીય સુરક્ષાને લગતી કોઈ માહિતી જાહેર ન કરવી જોઈએ:સિબ્બલ 

પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરનાર વરિષ્ઠ પત્રકાર એન રામ અને શશી કુમાર તરફથી હાજર રહેલ વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે તેઓ નથી ઈચ્છતા કે કેન્દ્ર રાષ્ટ્રીય સુરક્ષાને લગતી કોઈ માહિતી જાહેર કરે. બેન્ચે કહ્યું કે તે સરકારને નોટિસ જારી કરી રહી છે અને 10 દિવસ પછી આ મામલાની સુનાવણી કરશે. કોર્ટ એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાની અરજી સહિત વિવિધ અરજીઓની સુનાવણી કરી રહી છે. અરજીઓમાં સમગ્ર મામલાની સ્વતંત્ર તપાસની માંગ કરવામાં આવી છે.

શું છે પેગાસસ જાસૂસીનો સંપૂર્ણ મામલો

દેશમાં હાલ પેગાસસ(Pagasus) કાંડનો મુદ્દો ચર્ચાઇ રહ્યો છે. ત્યારે તમને જણાવી દઈએ કે, પેગાસસએ ઇઝરાયલઈ કંપની એનએસઓ દ્વારા બનાવવામાં આવેલ સોફ્ટવેર છે. એનએસઓએ જાસૂસી સોફ્ટવેર બનાવટી કંપની છે. ત્યારે એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે, પેગાસસ સ્પાયવેર દ્વારા દેશના અગ્રણી નાગરિકો, રાજકારણીઓ અને પત્રકારોની કથિત રીતે જાસૂસી કરાવવામાં આવી છે. તેમજ આંતરરાષ્ટ્રીય મીડિયા એસોસિએશને અહેવાલ આપ્યો છે કે પેગાસસ(Pagasus) સ્પાયવેરનો ઉપયોગ કરીને સર્વેલન્સના સંભવિત લક્ષ્યોની યાદીમાં 300 થી વધુ ચકાસાયેલ ભારતીય મોબાઇલ ફોન નંબરો હતા.

સરકારે સોગંદનામામાં કહ્યું – અરજીઓ અનુમાન પર આધારિત છે

કેન્દ્ર સરકારે સોમવારે તેના સંક્ષિપ્ત સોગંદનામામાં કહ્યું હતું કે પેગાસસ જાસૂસીના આરોપોની સ્વતંત્ર તપાસની માગણી કરતી અરજીઓ “અટકળો, અનુમાન અને અપ્રમાણિત મીડિયા અહેવાલો પર આધારિત છે. સોગંદનામામાં સરકારે કહ્યું છે કે કેન્દ્રીય આઈ.ટી. મંત્રી અશ્વિની વૈષ્ણવ પહેલેથી જ કથિત પેગાસસ જાસૂસી મુદ્દે સંસદમાં પોતાનું વલણ સ્પષ્ટ કરી ચૂક્યા છે.સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે કે, “ઉપરોક્ત અરજી અને સંબંધિત અરજીઓના વિશ્લેષણ પર, તે સ્પષ્ટ થઈ જાય છે કે તે અનુમાન, અટકળો અને અન્ય અપ્રમાણિત મીડિયા અહેવાલો અને અપૂર્ણ અથવા ચકાસાયેલ સામગ્રી પર આધારિત છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment