ઓલિમ્પિક સુવર્ણચંદ્રક વિજેતા નીરજ ચોપરા – એક એવું નામ જે હવે દરેક ઘરમાં લેવામાં આવી રહ્યું છે. તાજેતરમાં સમાપ્ત થયેલ ટોક્યો ઓલિમ્પિક 2020 માં ગોલ્ડ મેડલ જીત્યા પછી નીરજ સ્ટાર બની ગયા છે. હવે લોકો કહી રહ્યા છે કે ટૂંક સમયમાં નીરજ પર બાયોપિક (Neeraj Chopra biopic) બનાવવામાં આવશે.
2018 માં આવેલો નીરજ ચોપરાનો એક ઇન્ટરવ્યૂ પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેણે કહ્યું કે જો તેના પર બાયોપિક બનાવવામાં આવે તો તે ઇચ્છે છે કે અક્ષય કુમાર અથવા રણદીપ હુડા તેની ભૂમિકા ભજવે. આ ઇન્ટરવ્યૂ વાઇરલ થયા બાદ જ અક્ષય નીરજની બાયોપિક (Neeraj Chopra biopic) બનાવશે, આ મીમસ વાયરલ થઇ રહ્યા છે.
અક્ષય કુમારે નીરજ ચોપરાની બાયોપિકની તૈયારી શરૂ કરી દીધી
પરંતુ હવે અભિનેતા અક્ષય કુમારે નીરજ ચોપરાના આ સૂચન પર પ્રતિક્રિયા આપી છે. અક્ષય એ કહ્યું છે કે જો કોઈ મારી બાયોપિક કરશે, તો તે (નીરજ) તે કરી શકે છે.
અક્ષય કુમારનો લાકડી પકડતો એક મીમ વાયરલ થયો છે. અને લોકો આ મીમ પર કમેંટ કરી રહ્યા છે કે અક્ષય કુમારે નીરજ ચોપરાની બાયોપિકની તૈયારી શરૂ કરી દીધી છે.
જુઓ આ વિડીયો: खबरी-आंटी फिल्मी है!
આ અંગે અક્ષયે કહ્યું, “મેં મીમ જોયું જેમાં હું મારા હાથમાં લાકડું પકડીને ઊભો છું. મારી પહેલી ફિલ્મ સૌગંધનો આ ફોટો છે. લોકો કહેવા લાગ્યા, ‘અરે, અત્યાર થી પ્રેક્ટિસ શરૂ થઈ ગઈ છે! મને તે ખૂબ રમુજી લાગ્યું. “
જોકે, નીરજ ચોપરાએ પોતાની બાયોપિક (Neeraj Chopra biopic) વિશે પોતાનો વિચાર બદલી નાખ્યો છે. એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું: “હમણાં મારા પર બાયોપિક ન બનાવશો. હું હજી પણ રમી રહ્યો છું અને ચાલુ રાખવા માંગુ છું. હું માનું છું કે મારી આ જર્નીમાં વધુ કહાણીઓ ઉમેરવાની છે, અને હું ઈચ્છું છું કે હું વધુ એક મેડલ સાથે આવી શકું.”
આ પણ વાંચો: ભણસાલીના બોલીવુડમાં 25 વર્ષ પૂર્ણ, દીપિકાએ સંજય માટે કઈક ખાસ કર્યું
જણાવી દઈએ કે નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીત્યો ત્યારથી અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે તેમના પર બાયોપિક બની શકે છે. પરંતુ હવે અક્ષય અને નીરજે આ બાબતોને ફગાવી દીધી છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt