Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 2.
Homeન્યૂઝપાલિતાણા-સોનગઢ હાઈવે પર કાર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2નાં મોત, 3 ઘાયલ

પાલિતાણા-સોનગઢ હાઈવે પર કાર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2નાં મોત, 3 ઘાયલ

ACCIDENT
Share Now

અકસ્માતની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે. ભાવનગરમાં પાલીતાણા-સોનગઢ રોડ પર માર્ગે અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં બે લોકોના મોત નિપજ્યા છે. પરિવાર જ્યારે લગ્ને પ્રસંગમાં જઈ રહ્યો હતો ત્યારે અચનાક બાઈક અને કાર સામ સામે અથડાયા હતા જેમાં બાઈક સવાર રોડ પર ઢસયાહો હતો જ્યારે કાર રોડ પરથી નીચે ખાબકી ગઈ હતી.. બાઈક અને કાર વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં બે લોકોના મોત થતા કરુણાંતિકા સર્જાઈ છે. જ્યારે પરિવારના અન્યા પાંચ સભ્યો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે શિહોર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

લગ્ન પ્રસંગે જઇ રહેલા પરિવારને નડ્યો અકસ્માત

પાલીતાણા-સોનગઢ રોડ પર સર્જાયેલા અકસ્માતને પગલે સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા જ્યારે રોડ પરથી પસાર થઈ રહેલા અન્ય વાહન ચાલકોએ 108ને બોલાવીને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા.. અકસ્માતની જાણ પોલીસેને કરતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી..જ્યારે પોલીસે બે મૃતકોને પીએમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો : લીલી લીંબડી રે… ગીત ગાતા જ કીર્તિદાન ગઢવી પર USમાં ડોલરની થપ્પીઓ ઉડી

લગ્ન પ્રસંગમાં જતા પરિવાર કાળનો કોળિયો બની જતા પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો

લગ્ન પ્રસંગે જઈ રહેલા પરિવારના અકસ્માત નડતા પરિવારને બે સભ્યોને મોત નિપજ્યા છે જ્યારે પાંચ લોકોને ઈજા થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે કાર-બાઇક વચ્ચે ટક્કરમાં બેના કરૂણ મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે લગ્ન પ્રસંગમાં જતા પરિવાર કાળનો કોળિયો બની જતા પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment