Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 10.
Homeન્યૂઝઓહો!!! આવો ગણેશોત્સવ તમે ક્યાંય નહિ જોયો હોય…

ઓહો!!! આવો ગણેશોત્સવ તમે ક્યાંય નહિ જોયો હોય…

Share Now

ગણેશોત્સવની શરૂઆત થઇ ચૂકી છે, ત્યારે દરેક બાજુ ગણપતિ બાપા મોરિયા, મંગલમૂર્તિ મોરિયાની ધૂન સંભળાય છે. શુક્રવારે ભક્તોએ ધામધૂમથી ગણપતિ બાપાને પોતાના ઘરે સ્થાપિત કર્યા. ત્યારે ઓરિસ્સામાં કેટલાક લોકોએ એક અનોખા અંદાજમાં આ તહેવારને મનાવ્યો છે. ભુવનેશ્વર સ્થિત બીજું પટનાયક પાર્કમાં લોકોએ એક વૃક્ષને જ ગણપતિ (Ganesha tree) બનાવીને, તેને શણગારીને ધામધૂમ પૂર્વક તેની પૂજા-અર્ચના કરી હતી.

વૃક્ષને ગણપતિના (Ganesha tree) રૂપમાં શણગારવામાં આવ્યા 

બકુલ ફાઉન્ડેશન 2018થી આ જ અનોખી રીતે, ગણેશ ચતુર્થી મનાવી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષથી કોરોના મહામારીના કારણે આ ફાઉન્ડેશન ગણપતિજીની પૂજા નથી કરી શક્યો. અહીંયાના વોલીયેંટરે કહ્યું હતું કે, “પર્યાવરણ સંરક્ષણના મેસેજની સાથે ગણેશોત્સવના સેલિબ્રેશનને લઈને અમે લોકો ખૂબ ઉત્સાહિત છીએ. અમે વૃક્ષને ગણપતિના રૂપમાં શણગારીને એવી રીતે તૈયાર કર્યા છે કે જેનાથી વરસાદની તેના પર કોઈ અસર ના થાય.”

 

આપને જણાવી દઇએ કે આ ફાઉન્ડેશન દ્વારા રક્ષાબંધન અને ફ્રેન્ડશીપ ડે જેવા તહેવાર પણ અનોખી રીતે સેલિબ્રેટ કરવામાં આવે છે. રક્ષાબંધનના તહેવાર પર આ સંગઠનના લોકો વૃક્ષોને રાખડી બાંધે છે. એટલું જ નહીં પુનેશ્વર ડેવલપમેન્ટ ઓથોરિટીની મદદથી બકુલ ફાઉન્ડેશનએ બીજૂ પટનાયક પાર્કમાં લાયબ્રેરી પણ બનાવી છે, કે જેમાં લોકો પાર્કમાં શાંતિથી બેસીને પુસ્તકો વાંચવાની મજા લઇ શકે.

સુરતના ગ્રીનમેન “ટ્રી ગણેશા”ના માધ્યમથી કરી રહ્યા છે પ્રદૂષણ સામે સત્યાગ્રહ

ગ્રીનમેન તરીકે જાણીતા સુરતના ઉદ્યોગપતિ વિરલ દેસાઈ વૃક્ષારોપણના તેમના કામો માટે ગુજરાતભરમાં જાણીતા છે. તેઓ દરેક ઉત્સવો પર્યાવરણને કેન્દ્રમાં રાખીને જ ઉજવે છે અને એ અંતર્ગત પાછલા ચાર વર્ષોથી તેઓ ‘ટ્રી ગણેશા’ને નામે ગણેશ મહોત્સવ ઉજવે છે. તેમના દ્વારા યોજાતા ‘ટ્રી ગણેશા’ દર વર્ષે જુદી જુદી થીમ પર આધારિત હોય છે, જ્યાં આ વર્ષે ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન’ની થીમ પર તેઓ દસ દિવસ સુધી ગણેશ મહોત્સવની (Ganesh Mahotsav) ઉજવણી કરશે.

ganesh mahotsav on theme satyagraha against pollution

‘ટ્રી ગણેશા’ના ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન’ની થીમમાં ગણેશ પંડાલમાં મહાત્મા ગાંધી અને સરદારની પ્રતિમાઓ મૂકવામાં આવી છે અને વૈકુંઠમાં બેઠેલા ગાંધી અને સરદાર પર્યાવરણની ગંભીરતા વિશે ચર્ચ કરી રહ્યા છે અને તેઓ સંવાદના માધ્યમથી પ્રદૂષણની સામે સત્યાગ્રહ આદરવા માટે લોકોને પ્રેરણા આપી રહ્યા છે. સાથે જ અહીં પંડાલમાં ‘વોલ ઑફ ક્લાઈમેટ ક્રાઈસીસ’ અને ‘વોલ ઑફ હોપ’ નામની બે દીવાલો રાખવામાં આવી છે, જેમાં એક તરફ પર્યાવરણમાં થયેલી ખુંવારી અને હાલમાં માનવજાતની સામે ઊભી રહેલી સમસ્યાઓને દર્શાવવામાં આવી છે તો એક તરફ વ્યક્તિગત ધોરણે કયા પગલાં લઈ શકાય અને પર્યાવરણ શુદ્ધિમાં પોતાનું યોગદાન આપી શકાય એ વિશેની માહિતી આપવામાં આવી છે.

જુઓ આ વિડીયો:  એક ટપાલ “બાપ્પાને”

યુવક મંડળ દ્વારા વેક્સિનેશન કેમ્પ શરૂ

આપણે સૌ જાણીએ છીએ કે કોરોનાથી બચવા માટે વિશ્વમાં એકમાત્ર ઉપાય વેક્સિનેશન જ છે એટલે જ સરકારના વેક્સિનેશન અભિયાનને વેગ મળી રહે અને દર્શન કરવા આવનાર ભક્તને વેક્સિન સ્વરૂપે જીવન સુરક્ષા કવચ મળી રહે. આ હેતુથી મોટા મંદિર યુવક મંડળ દ્વારા વેક્સિનેશન કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે.

vaccination camp in pandal

મોટા મંદિર યુવક દ્વારા મંડપ પર જ વેકસિન સેન્ટર ઉભું કરાયું છે. 8 તારીખથી 18 તારીખ એટલેકે કે સતત 10 દિવસ સુધી ભક્તોને વેક્સિન આપવામાં આવે એવું આયોજન કરાયું છે. વેકસીન સાથે મંડપ પર ફ્રી માસ્ક પણ આપવામાં આવે છે.

આ પણ વાંચો: સુરતના ગ્રીનમેન “ટ્રી ગણેશા”ના માધ્યમથી કરી રહ્યા છે પ્રદૂષણ સામે સત્યાગ્રહ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment