Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / December 6.
Homeન્યૂઝવેક્સિનના બંને ડોઝ લઇ ચૂકેલા લોકોને અહીં દારૂમાં મળશે બમ્પર ડિસ્કાઉન્ટ

વેક્સિનના બંને ડોઝ લઇ ચૂકેલા લોકોને અહીં દારૂમાં મળશે બમ્પર ડિસ્કાઉન્ટ

Vaccine
Share Now

વેક્સિનેશનને પ્રમોટ કરવા માટે મધ્ય પ્રદેશના મંદસૌર જિલ્લા પ્રશાસને એક વિચિત્ર જાહેરાત કરી છે જેને વાંચીને તમે પણ જરૂર ચોકી જશો. આ જાહેરાતમાં કહેવાયું છે કે, કોરોના વેક્સિન (vaccine)ના બંને ડોઝ લગાવી ચૂકેલા લોકોને દારૂ પર ડિસ્કાઉન્ટ અપાશે. જો કે આ માટે સંબંધિત વ્યક્તિએ વેક્સિનેશનનું સર્ટિફિકેટ બતાવવું પડશે.

vaccine લેવા પર કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપશે

જિલ્લા આબકારી વિભાગે જણાવ્યું છે કે, કોવિડ-19 વેક્સિનેશનમાં સહયોગ કરવા અને બંને ડોઝ લાગેલા હોવાનું પ્રમાણપત્ર રજુ કરવા પર દેશી દારૂની દુકાનો પર 10 ટકાની છૂટ આપવામાં આવશે.

આ પણ વાંચો: રાજ્ય પર ફરી આફત! આગામી દિવસોમાં માવઠાંની આગાહી

મંદસૌર જિલ્લા આબકારી અધિકારીએ જણાવ્યું કે, કોવિડ-19 વેક્સિનના બંને ડોઝ લીધા હોવાનું પ્રમાણપત્ર રજુ કરનારાને દારૂ પર 10 ટકા છૂટ આપવામાં આવશે. આ છૂટ સીતામઉ ફાટક, ભુનિયાખેડી અને જૂના બસ સ્ટેન્ડ સ્થિત દારૂની દુકાનો પર લાગૂ રહેશે. હકીકતમાં મંદસૌરમાં લોકો વેક્સિનનો બીજો ડોઝ લેતા નથી. જિલ્લા પ્રશાસનની અનેક કોશિશો છતાં વેક્સિનેશનનો લક્ષ્યાંક પૂરો થઈ શકતો નથી. આથી, આ અજીબોગરીબ જાહેરાત કરાઈ છે.

vaccine લેવાની આ વિચિત્ર જાહેરાતથી ધારાસભ્યએ શું કહ્યું

આબકારી અધિકારીએ આગળ જણાવતા કહ્યું હતુ કે, યોજનાનો દુરઉપયોગ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે. જો આ પ્રયોગ સફળ રહ્યો તો જિલ્લાના અન્ય ભાગોમાં પણ તેને લાગૂ કરાશે. જો કે આ જાહેરાતને લઈને વિવાદ પણ શરૂ થઈ ગયો છે. મંદસૌરના ધારાસભ્ય યશપાલ સિંહ સિસોદિયાએ આપત્તિ જતાવતા કહ્યું કે, આ પ્રકારનો નવો પ્રયોગ યોગ્ય નથી. તેમણે કહ્યું કે, આ શાસનનો નિર્ણય નથી અને તેનાથી પીવા પ્રત્યે લોકોનું આકર્ષણ વધશે.

સુરતમાં આવી સ્પુતનિક-વી જુઓ વીડિયો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment