Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeન્યૂઝઅમદાવાદમાં નગરચર્ચા માટે જગન્નાથને મળી પરમિશન

અમદાવાદમાં નગરચર્ચા માટે જગન્નાથને મળી પરમિશન

Rathyatra, jaganath rathyatra, ahmedabad news
Share Now

સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. તેને કારણે ગતવર્ષે રથયાત્રા(RATHYATRA) પર પ્રતિબંધ મુકાયો હતો. અને ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી શકી ન હતી.આ વખતે 12 જુલાઈના રોજ રથયાત્રા છે. આ વખતે અમદાવાદમાં 144મી રથયાત્રા નીકળશે કે કેમ તેને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે આ તમામ ચર્ચાઓનો હવે અંત આવ્યો છે. સરકાર દ્વારા ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાને મંજૂરી આપવામાં આવી છે. આ અંગેની માહિતી ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આપી હતી. પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, રથયાત્રાના સમગ્ર રૂટ પર સંપૂર્ણ કર્ફ્યુ લાગુ રહેશે. તેમજ રથયાત્રામાં પ્રસાદની વહેંચણી કરવામાં નહીં આવે. દરેક લોકોએ ઓનલાઇન દર્શન કરવાના રહેશે.

રથયાત્રાના સમગ્ર રૂટ પર રહેશે કર્ફ્યુ

દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે 12 જુલાઈના રોજ રથયાત્રા(RATHYATRA) નીકળવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રથયાત્રાના સમગ્ર રૂટ પર કર્ફ્યુ લાગુ રહેશે. તેમજ રથયાત્ર પૂર્ણ થાય ત્યાં સુધી પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડતા તમામ બ્રિજ બંધ રહેશે. રથયાત્રાના રૂટ પર રહેતા લોકો પોતાના ઘરે કોઈપણ મહેમાનોને બોલાવી નહિ શકે. માત્ર 5 વાહનો સાથેજ રથયાત્રા નીકાળવામાં આવશે. રથયાત્રામાં ભાગ લેનાર ખલાસીઓએ 48 કલાક પહેલાંનો RT-PCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ આપવો પડશે. વેક્સિનના બંને ડોઝ લઇ લીધા હશે તે ખલાસીઓને પહેલા સ્થાન આપવામાં આવશે. જોકે, દરેક ખલાસીએ ફરજીયાત એક ડોઝ લેવો પડશે. આમ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ભગવાન જગન્નાથની રથયાત્રાની પરમિશન કર્ફ્યુ સાથે આપવામાં આવી છે.

Rathyatra, jaganath rathyatra, ahmedabad news

PC- GOOGLE

આ પણ વાંચો:કોંગ્રેસના દિગ્ગ્જ નેતા અને હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીનું નિધન

અમિતશાહ રહેશે ઉપસ્થિત

પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રથયાત્રાના સમગ્ર રૂટ પર કર્ફ્યુ લાગુ રહેશે. કોઈ પણ વ્યક્તિ રથની નજીક ન આવે તે માટે કર્ફ્યુના અમલ સાથે રથયાત્રાને મંજૂરી આપવામાં આવી છે. રથયાત્રામાં સવારે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ષોની પરમ્પરા મુજબ મંગળા આરતીમાં ઉપસ્થિત રહેશે. તેમજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં સવારે રથના પ્રસ્થાનની પહિંદ વિધિ કરવામાં આવશે.

રથયાત્રાનું લાઈવ કવરેજ કરવામાં આવશે

પ્રદીપસિંહ જાડેજાએ વધુમાં કહ્યું હતું કે, દેશમાં હાલ કોરોનની મહામારી ચાલી રહી છે. થોડા સમય પહેલા દેશમાં કોરોનની બીજી લહેર પ-ન આવી હતી. અને હવે ત્રીજી લહેર આવવાની આશંકાઓ થઇ રહી છે. ત્યારે લોકોની ચિંતા કરીને રથયાત્રામાં(RATHYATRA) પબ્લિકને મંજૂરી નહિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અને સમગ્ર રથયાત્રાના રૂટ પર કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યું છે. ત્યારે ભક્તો માટે રથયાત્રાનું લાઈવ કવરેજ કરવામાં આવશે. દરેક લોકો રથયાત્રાના ઘરે બેઠા દર્શન કરી શકશે. આ વખતે સમૂહ ભોજનની વ્યવસ્થા પણ બંધ રાખવામાં આવી છે. ત્યારે અમે દરેક લોકોને વિનંતી કરીએ છીએ કે બધાજ ઘરે રહીને રથયાત્રાના દર્શન કરે.

માર્યાદિત લોકો સાથે નીકળશે રથયાત્રા

કોરોના મહામારી દરમ્યાન રથયાત્રાને મંજૂરી આપવામાં આવી છે. ત્યારે આ રથયાત્રામાં ત્રણ રથ અને પાંચ વાહનો ઉપસ્થિત રહેશે. એ સિવાય કોઈ વાહન રથયાત્રામાં જોડાઈ શકશે નહિ. રથ ખેંચનાર ખલાસીઓએ પોતાનો 48 કલાક પહેલાનો RTPCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ રજૂ કરવો પડશે. તેમજ રથ ખેંચતા સમયે દરેક ખલાસી વચ્ચે અમુક અંતર રાખવામાં આવશે. તેમજ રથયાત્રામાં જોડાનાર દરેક વ્યક્તિર ફરજીયાત માસ્ક પહેરવું પડશે અને દરેકે કોરોના રસીનો પહેલો ડોઝ લીધેલો હોવોઓ જોઈએ. વખતની રથયાત્રામાં હાથી, અખાડાઓ અને ભજનમંડળીઓ જોડાઈ શકશે નહિ. આ વખતની રથયાત્રા દરવખત કરતા અલગજ રીતે નીકાળવામાં આવશે.

પોલીસ બંધોબસ્ત ગોઠવી દેવાયો

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાને મંજૂરી આપી દેવામાં આવી છે. ત્યારે અલગ અલગ જિલ્લાઓમાંથી અમદાવાદ ખાતે પોલીસ બોલાવવામાં આવી છે. રથયાત્રાને હજુ 4 દિવસની વાર છે ત્યારે અત્યારથીજ પોલીસ બંધોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દરેક પોલીસ સ્ટેશનમાંથી 70 પોલીસ કર્ણમચારીઓ ફરજીયાત રથયાત્રાના બંધોબસ્તમાં રહેશે. તેમજ થોડા થોડા અંતરે PSI અને કોન્સ્ટેબલ હાજર રહેશે. કોરોના મહામારીને કારણે રથયાત્રાના સમગ્ર રૂટ પર કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યુંય છે. ત્યારે આ કર્ફ્યુનું ઉલ્લંઘન ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment