આકાશમાં તુટતાં તારાઓને જોવુ કોને ન ગમે? જો તમે દુર કોઇ હિલ સ્ટેશન પર રાત વિતાવવાના છો તો તમને જરુર તારાઓ નજીક જોવા મળતા હશે, એ તારાઓ કોને ન ગમે, બ્રહ્રાંડ, ચંદ્ર, તારા જેટલી સુંદર દુનિયા જોવી કોને ન ગમે…આજે OTT India પર વાત કરીશું Perseid Meteor ની..
નાસાએ કરેલા ટ્વીટ મુજબ,
🌠 The Perseid meteor shower peaks this week! Clear and dark skies will help you view them, but you can also watch them on our @NASA_Marshall livestream: https://t.co/WaOPyLFbVL
📸 : @NASAHQPhoto pic.twitter.com/oZrHdoPZL8
— NASA (@NASA) August 10, 2021
- વૈજ્ઞાનિકોના મતે આ ઉલ્કાનો વરસાદ ખુબ જ ખાસ રહેશે.
- પર્સિડસ ઉલ્કાનો વરસાદ 11 ઓગસ્ટની રાતે થશે
- દર વર્ષે મધ્ય ઓગસ્ટ મહિનામાં પર્સિડસ ઉલ્કાનો વરસાદ થાય છે
- ગુરૂવારે સવારે 4થી 5 વાગ્યાની વચ્ચે આ વરસાદ સૌથી વધારે દેખાવવાનો છે
પર્સિડસ ઉલ્કાનો વરસાદ 11 ઓગસ્ટની રાતે થવા જઇ રહ્યો છે, એટલે કે આજે રાત્રે.. જેને તમે પણ જોઇ શકશો. દર વર્ષે મધ્ય ઓગસ્ટ મહિનામાં પર્સિડસ ઉલ્કાનો વરસાદ પોતાની ચરમ પર પહોંચી જાય છે.
પર્સિડ્સ શું છે
ધૂમકેતુ Swift Tuttle માંથી નિકળેલો ઉલ્કાપીંડ હોય છે, આ ખાસ ઉલ્કાપિંડ ચમકીલો ફાયર બોલ જેવો હોય છે. એટલે માટે તેને જોવુ સરળ છે.
કઇ રીતે અને ક્યારે જોઇ શકશો?
આમ તો અઠવાડીયા સુધી ભારે ઉલ્કાનો વરસાદ ચાલુ રહેશે, પણ નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર બુધવારે રાતેથી ગુરૂવાર સવાર સુધી ઉલ્કાનો વરસાદ થશે, ગુરૂવારે સવારે 4થી 5 વાગ્યાની વચ્ચે આ વરસાદ સૌથી વધારે દેખાવવાનો છે,
Image Courtesy: @NASA
પણ તેની શરુઆત બુધવારે રાતે 10 કલાકની આસપાસ શરૂ થઈ જશે. તેના આકાશમાં પૂર્વોત્તર વિસ્તારમાં જોઈ શકાશે. ધરતીના ઉત્તરી ગોળાર્ધમાં ઉલ્કાનો વરસાદ સૌથી સારી રીતે જોઇ શકાશે.
ગત 14 જૂલાઈથી પર્સિડ્સ ઉલ્કાનો વરસાદ થયો હતો. જે 24 ઓગસ્ટ સુધી આકાશમાં ઉલ્કાપીંડોના નાના નાના કણ ધરતીના વાયુમંડળમાં પ્રવેશ કરશે. ધૂળ, પથ્થર અને બરફથી બનેલા આ ટૂકડા વાયુમંડળના ઘર્ષણના કારણે આગના ગોળામાં ફેરવાઈ જશે. આ ટુકડા એટલા નાના હશે કે ધરતી પર પડતા પહેલા જ હવામાં બળીન ખાક થઈ જશે. પણ તેનો તેજ પ્રકાશ લોકોનું ધ્યાન ખેંચશે.
ઓનલાઇન કઇ રીતે જોઇ શકો છો?
Nasa એ શેર કરેલી લિંકમાં તમે ઓનલાઇન પણ આ ખરતા તારાઓ કે ઉલ્કાઓને જોઇ શકશો.
નાસાના ફેસબુક પેઝ પર લાઇવ સ્ટ્રીમમાં પણ તમે નિહાળી શકો છો.
https://www.facebook.com/NasaMeteorWatch/
આ પણ વાંચો: ઇતિહાસની સૌથી ગોઝારી ઘટના, જીવાદોરી સમાન મચ્છુ ડેમમાં ઉંઘતુ મોરબી તણાઇ ગયુ
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4