આજે દરેક ઘરમાં પાળેલા (Pet animals law) પ્રાણીઓ જોવા મળે છે, કુતરા, બિલાડી, ખરગોશ, કાચબા, ઉંદર જેવા પ્રાણીઓને લોકો પાળે છે. પોતાના પેટને (પાલતુ પ્રાણીઓ) અલગ અલગ નામથી બોલાવે છે, તેમનાં પ્રત્યે સંપૂર્ણ પ્રેમ વ્યક્ત કરે છે અને ડોગ્સ પણ તેમના માલિક માટે ખૂબ વફાદાર અને અજાણ્યાઓથી સાવચેત રહે છે. લોકો સવાર-સાંજ તેમના ડોગને પાર્ક, મૈદાન જેવી ખુલ્લી જગ્યાએ ફરવા લઈ જાય છે.
પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમારો પેટ કોઈને કરડે તો તેની સજા કોને મળશે?
પાળેલું ડોગ કોઈને કરડે તો તેની સજા કોને મળશે? (Pet animals law)
શું અમેરિકાના હાથીની જેમ આ પ્રાણીને ફાંસી આપવામાં આવશે? જેના પર સર્કસ દરમિયાન ટ્રેનરની હત્યા કરવાનો આરોપ હતો, કા તો પ્રાણીના માલિકને સજા થશે? જો કે ભારતમાં કાયદા અનુસાર, માલિકને સજા આપવાનું નિર્ણય લેવામાં આવ્યું છે. જો કે ઘણી વખત એવા અહેવાલો પણ સામે આવ્યા છે કે બકરી પર કેસ નોંધવામાં આવ્યો, ભેંસ પર કેસ નોંધવામાં આવ્યો. અને ધરપકડ કરવામાં આવી હતી. લોકો પ્રાણીઓને પાળવા ના મામલે ખુબજ શોખીન હોય છે. ભારતમાં નિયમ પ્રમાણે IPC કલમ 289(IPC 289) હેઠળ નિર્ણય લેવામાં આવ્યું છે. પાળતુ પ્રાણીની કોઈપણ ક્રિયા માટે માલિક જવાબદાર રહેશે.
આ પણ વાંચો: Bulli Bai Appના નિર્માતાએ પૂછ-પરછમાં કર્યા ચોંકાવનારા ખુલાસા, જાણો કેવી રીતે વિદ્યાર્થી બન્યો માસ્ટરમાઇન્ડ!
pet-animals-law-google image
સજાનો સમય:
જો તમારો પેટ તમારી બેદરકારીના લીધે કોઈને કરડે તો તે વ્યક્તિ પોલીસ સ્ટેશન જઈને FIR નોંધાવી શકે છે. પેટના માલિકને કલમ 289 હેઠળ 1 હજાર રૂપિયાનો દંડ અને 6 મહિનાની જેલ બંને થઈ શકે છે. જો તમે ઘરમાં પેટ ડોગ રાખો છો અથવા કોઈ પણ પ્રાણીને પળો છો, તો ખૂબ કાળજી રાખવી જરૂરી છે.
pet dog-google image
Prevention Of Cruelty To Animal Act 1960
આ સિવાય પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ એક્ટ 1960 હેઠળ (Prevention Of Cruelty To Animal Act 1960) જો તમે પાલતુ પ્રાણીને કોઈપણ કારણોસર તરછોડી દો, તેને ભૂખ્યા રાખો, અને કોઈપણ પ્રકારની તકલીફ આપશો અને મારશો તો પણ સજા થઈ શકે છે. આપણા સંવિધાનમાં જેમ માનવીને જીવવાનો અધિકાર છે તેમ પ્રાણીઓને પણ જીવવાનો અધિકાર છે.
જુઓ આ વિડીયો: Kapil Sharma Mother
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4