પેથાપુરમાં ગઇ કાલે જે બાળક સ્વામિનારાયણ મંદિરની ગૌશાળા માંથી મળી આવ્યુ હતુ, માનવતાને શર્મશાર કરે તેવી ઘટના સામે આવ્યા બાદ, હવે પોલીસની ઝડપી કાર્યવાહીના અને સોશિયલ મીડિયામાં હેલ્પ લાઇન નંબર થકી જે લોકો પાસે મદદ માંગવામાં આવી રહી હતી, તેનું પરિણામ મળી ગયુ છે. તે માસુમ બાળકનું નામ સ્મિત રાખવામાં આવ્યુ છે,
ગઈ કાલે રાત્રે ગાંધીનગર (Gandhinagar) પેથાપુર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર(Swaminarayan temple) પાસે દોઢ વર્ષનું બાળક તરછોડાયેલી હાલતમાં મળી આવ્યું હતું, જેને પગલે ગાંધીનગર પોલીસે પૂરજોશમાં તપાસ શરૂ કરાઇ હતી, મંદિર પાસેથી મળી આવેલ બાળકના ફોટા સમગ્ર રાજ્યની તમામ પોલીસને મોકલી દેવામાં આવ્યા હતા.
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ ઘટનાની નિંદા કરી હતી, તેમજ તાત્કાલિક ધોરણે પોલિસની ટીમને ગાંધીનગર રવાના કરી હતી, આ સિવાય બાળકની સંભાળ અને મુલાકાત લેવા માટે સિવિલ હોસ્પિટલ પણ ગયા હતા.
પેથાપુરની ગૌશાળા બહાર તરછોડાયેલા બાળકને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે, ત્યારે આ બાળકની સ્વાસ્થ્ય અંગેની જાણકારી મેળવવા હોસ્પિટલની મુલાકાત લીધી.
આ કૃત્યને વખોડી, સમગ્ર ઘટનાની ત્વરિત તપાસ અંગે ગાંધીનગર સહિત અન્ય ટીમોને પણ રવાના કરવામાં આવી છે. pic.twitter.com/6FyjCKhnaS
— Harsh Sanghavi (@sanghaviharsh) October 9, 2021
બાળકના પિતા મળ્યા
સચિન નંદકુમાર દીક્ષિત નામના વ્યક્તિની બાળકના પિતા હોવાનું બહાર આવ્યુ છે, પોલીસને સીસીટીવી મળ્યા હતા, જેમાં શંકાસ્પદ સેન્ટ્રો કાર પણ કબ્જે કરાઇ હતી, સેન્ટ્રો કાર GJ 01 KL 7363 માં બાળકને લવાયો હતો. જેમાં બાળકને મંદિરમાં મુકીને ફરાર થઇ ગયો હતો.
આ બાબતે OTT India એ પણ પહેલ કરી હતી,
માહિતી મુજબપતિ પત્નીના ઝઘડામાં માસુમ બાળક તરછોડાયો હતો, માસુમના પિતા તેની પત્નીથી અલગ ગાંધીનગરમાં રહેતો હતો. આ પરિવાર ગાંધીનગર સેક્ટર 26 માં રહે છે. આખરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચની મહેનત રંગ લાવી હતી.
આ આખો મામલો હાઇપ્રોફાઇલ બની ગયો હતો, સમગ્ર મામલામાં બહાર આવ્યુ છે કે, પતિ પત્નીના ઝઘડામાં બાળકને તરછોડાયુ હતુ.આ ઘટનાને લઈને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) ખુદ મોડી રાત સુધી આ કેસને લઈને પોલીસ વડાના સંપર્કમાં રહ્યા હતા. આ બાળકના માતા-પિતાની તપાસ માટે SOG, મહિલા પોલીસ,LCB, અને પેથાપુર પોલીસની ટીમોને કામે લગાડવામાં આવી હતી.
જુઓ વીડિયો
આ પણ વાંચો: ‘મા આખિર મા હોતી હૈ’ : ત્યજી દીધેલી અનાથ બાળકીને મળ્યા અમેરિકાના માતા-પિતા
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4