Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝઆજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, આ શહેરમાં 117ને પાર થયું પેટ્રોલ

આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, આ શહેરમાં 117ને પાર થયું પેટ્રોલ

Petrol-diesel
Share Now

પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટવાનું નામ નથી લઇ રહ્યાં પરંતુ સતત વધી રહ્યાં છે. બે દિવસથી ભાવ સ્થિરતા રહ્યાં બાદ આજે કે બુધવારે ફરી વધ્યા છે. પેટ્રોલ-ડીઝલ (Petrol-diesel) 35 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નવા રેકોર્ડ પર પહોંચી રહ્યા છે.

પેટ્રોલ-ડીઝલ (Petrol-diesel)ના ભાવમાં ફરી વધારો 

ભારતીય પેટ્રોલિયમ (Indian Petroleum)માર્કેટિંગ કંપનીઓએ આજે બુધવારે પેટ્રોલના ભાવમાં 35 પૈસાનો વધારો કર્યો છે, જ્યારે ડીઝલના ભાવમાં પણ 35 પૈસાનો વધારો થયો છે. ઓઇલ માર્કેટિંગ કંપની (Oil marketing company)ઓ દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના અપડેટ મુજબ, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 106.19 રૂપિયા પ્રતિ લિટર અને મુંબઇમાં 112.11 રૂપિયા પ્રતિ લિટરના સર્વોચ્ચ સ્તર પર પહોંચી ગયું છે. તે જ સમયે, ડીઝલ હવે મુંબઈમાં 102.89 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે, જ્યારે દિલ્હીમાં ડીઝલનો દર 94.92 રૂપિયા પ્રતિ લીટર છે.

અહીં પેટ્રોલનો ભાવ 117 ને પાર

મધ્યપ્રદેશ (Madhya Pradesh)નો બાલાઘાટ જિલ્લો છત્તીસગઢ અને મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલો છે. જિલ્લામાં પેટ્રોલના દરે નવો રેકોર્ડ બનાવ્યો છે. બાલાઘાટમાં પેટ્રોલની કિંમત 117.17 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલની કિંમત 106.34 રૂપિયા પ્રતિ લીટર છે.

જણાવી દઈએ કે ઓક્ટોબરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રેકોર્ડ વધારો થયો છે. આ તમામ ભાવ વધારાને લઇને નિષ્ણાતો માની રહ્યાં છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત પ્રતિ બેરલ 90 ડોલર સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલમાં વધુ વધારો થવાનો છે. જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાને કારણે શાકભાજી સહિત અન્ય વસ્તુઓ પર મોંઘવારી (Inflation)વધી રહી છે.

મહાનગરોની જો વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ મુંબઈ (Mumbai)માં સૌથી મોંઘા છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં પેટ્રોલની કિંમત પહેલેથી જ 100 રૂપિયા પ્રતિ લિટરથી પાર છે, જ્યારે મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઓડિશા, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને બિહાર સહિતના રાજ્યોમાં ડીઝલના ભાવ 100 રૂપિયા પ્રતિ લિટરને પાર છે. 

આ પણ વાંચો: આ યુરોપિયન દેશમાં પેટ્રોલ-ડીઝલ અછત, સેનાને સ્ટેન્ડ બાય કરાઈ, કેમ સર્જાઈ આ સ્થિતિ ?

જણાવી દઇએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય બજાર (International market)માં ક્રૂડના ભાવ સાથે વિદેશી વિનિમય દરના આધારે દરરોજ અપડેટ થાય છે. ઓઇલ માર્કેટિંગ કંપની (Marketing company)ઓ દરરોજ ભાવની સમીક્ષા કર્યા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઓઇલ કંપનીઓ દરરોજ સવારે અલગ-અલગ શહેરોની પેટ્રોલ અને ડીઝલના ભાવની માહિતીને અપડેટ કરે છે.

તમારા શહેરમાં Petrol-diesel ની કિંમત આ રીતે જાણો

પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ અપડેટ થાય છે. આવી સ્થિતિમાં, તમે દરરોજ તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત માત્ર એક એસએમએસ દ્વારા જાણી શકો છો. આ માટે ઇન્ડિયન ઓઇલ (IOCL) ના ગ્રાહકોએ RSP કોડ લખીને 9224992249 નંબર પર મોકલવાનો રહેશે.

બાયોડિઝલનો વેપલો જુઓ વીડિયો:

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment