Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝનવી 6 ખાનગી કંપનીઓ વેચી શકશે પેટ્રોલ-ડીઝલ, તમને થશે આ ફાયદો

નવી 6 ખાનગી કંપનીઓ વેચી શકશે પેટ્રોલ-ડીઝલ, તમને થશે આ ફાયદો

Petroleum Marketing Business: New 6 private companies will sell petrol-diesel, you will get this benefit
Share Now

નવી દિલ્હી : દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ડીઝલમાં થોડે અંશે ઓછો પરંતુ પેટ્રોલમાં ધરખમ ભાવવધારો ઝીંકાયો છે. જેનાથી સામાન્ય માણસ પરેશાન છે. ત્યારે સમાચાર આવી રહ્યા છે કે ઈંધણના વેચાણ માટે વધુ પેટ્રોલિયમ માર્કેટિંગ બિઝનેસ(Petroleum Marketing Business)માં વધુ 6 નવી પ્રાઈવેટ કંપનીઓ આવી શકે છે. મળી રહેલા અહેવાલો પ્રમાણે, ટૂંક સમયમાં જ આ કંપનીઓને સરકાર તરફથી પેટ્રોલ અને ડીઝલ વેચવાની મંજૂરી મળી શકે છે. જેનાથી ગ્રાહકોને હરીફાઈનો લાભ મળશે.

Petroleum Marketing Business: New 6 private companies will sell petrol-diesel, you will get this benefit

Petroleum Marketing Business

પેટ્રોલિયમ માર્કેટિંગ કારોબારમાં હાલ 8 કંપનીઓ છે આ 6 શામેલ થયા પછી આ સેક્ટરમાં કુલ 14 કંપનીઓ આવી જશે. આ 6 કંપનીઓના લિસ્ટમાં IMC, ઓનસાઈટ એનર્જી, આસામ ગેસ કંપની, MK એગ્રોટેક, RBML સોલ્યુશન ઈન્ડિયા, માનસ એગ્રો ઈન્ડસ્ટ્રીઝ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ વગેરે શામેલ છે.

આ પણ વાંચો : સુકન્યા સમૃદ્ધિ યોજનામાં જમા લાખો રૂપિયા પોસ્ટ ઓફિસમાંથી થયા ગાયબ, ખાતેદારો ચિંતામાં

ગ્રાહકોને સીધો લાભ

પેટ્રોલ અને ડીઝલ પ્રોડક્ટના માર્કેટિંગમાં વધુ કંપનીઓ આવવાથી સીધો ફાયદો ગ્રાહકોને થશે કેમ કે પહેલાથી વધુ પેટ્રોલ પંપ હશે અને સર્વિસ પહેલા કરતા વધુ સારી મળી રહેશે. એક્સપર્ટ મુજબ, વર્ષ 2019માં સુધારેલ માર્કેટ ટ્રાસપોર્ટેશન ફ્યુઅલ નિયમોના આધારે પ્રાઈવેટ કંપનીઓને પેટ્રોલ પ્રોડક્ટ અથવા ફ્યુઅલ વેચવાની મંજૂરી આપવામાં આવી છે. સરકાર તરફથી જારી નિર્દેશો પ્રમાણે, જેની મિનિમમ નેટવર્થ 250 કરોડ રૂપિયાથી વધુ હોય તેને નવા લાયસન્સ એ કંપનીઓને આપવામાં આવશે.

Petroleum Marketing Business: New 6 private companies will sell petrol-diesel, you will get this benefit

બનાવાયા આ નિર્દેશો

  • કંપનીઓએ 2000 કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડશે.
  • પહેલા બનાવવામાં આવેલ નિયમો પ્રમાણે લાયસન્સ મળ્યાના 5 વર્ષમાં કંપનીઓએ ઓછામાં ઓથા 100 પેટ્રોલ પંપ ખોલવા પડશે.
  • તેમાંથી 5 ટકા પેટ્રોલ પંપ ગ્રામીણ વિસ્તારોમાં ખોલવામાં આવશે.

Petroleum Marketing Business: New 6 private companies will sell petrol-diesel, you will get this benefit

હાલ આ સેક્ટરમાં માત્ર સરકારી કંપનીઓ

અત્યારે પેટ્રોલિયમ પ્રોડક્ટના માર્કેટિંગ(Petroleum Marketing Business)માં સરકારી કંપનીઓ જ કામ કરી રહી છે. દેશના 90 ટકા પેટ્રોલ પંપ પર સરકારનો કબજો છે. બાકીના 10 ટકા પેટ્રોલ પંપ પર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, શૈલ અને નાયરા એનર્જી પાસે છે. નવી કંપનીઓને જોડ્યા પછી સરકારનો હેતુ ગ્રામીણ વિસ્તારોમાં પેટ્રોલ પંપની સંખ્યા વધારવાનો છે.

આ પણ વાંચો : હમ દોનો ભાઈ-ભાઈ: તાલિબાન-પાકિસ્તાન વચ્ચેનો વેપાર એક જ સપ્તાહમાં 50% વધ્યો

વર્તમાનની વાત કરીએ તો, દેશમાં કુલ પેટ્રોલ પંપોની સંખ્યા 77,094 છે. જેમાં IOCના 32,062 પેટ્રોલ પંપ, BPCLના 18,637, HPCL 18,634, RIL 1420, NEL 6,059 અને Shellના 264 પેટ્રોલ આવેલ છે. તેમજ અન્ય 18 પેટ્રોલ પંપ કાર્યરત છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment