Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / June 26.
Homeન્યૂઝઆ યુરોપિયન દેશમાં પેટ્રોલ-ડીઝલ અછત, સેનાને સ્ટેન્ડ બાય કરાઈ, કેમ સર્જાઈ આ સ્થિતિ ?

આ યુરોપિયન દેશમાં પેટ્રોલ-ડીઝલ અછત, સેનાને સ્ટેન્ડ બાય કરાઈ, કેમ સર્જાઈ આ સ્થિતિ ?

Petrol shortage UK
Share Now

લંડન : દુનિયા કોરોના સંકટમાં ઘેરાયેલી છે, જેમાંથી બહાર આવવા માટે વેક્સીનેશનનો સહારો મળી ગયો છે અને દુનિયા આંશિકરૂપે આર્થિક અને સ્વાસ્થ્યની દ્રષ્ટીએ બહાર નીકળી રહી છે. ત્યારે હવે દુનિયાના અનેક દેશો સ્થાનીક પડકારોનો સામનો કરી રહ્યા છે. હમણાં જ ચીનમાં વિજ સંકટ એટલી હદે ઘેરાયું છે કે ઘરો અને ફેક્ટરીઓમાં કામકાજ બંધ છે અને બધે અંધારપટ છવાયો છે. યુએન સલામતી પરિષદમાં વીટો પાવર ધરાવતા ચીનમાં વીજ કાપ (China Power Cut)થી લોકો પરેશાન છે તો ત્યારે વીટો પાવર (Veto Power) ધરાવતા અન્ય એક દેશની મુશ્કેલીઓ વધી છે. વીટો પાવર ધરાવતા એક દેશમાં વીજળી સંકટ અને હવે વીટો પાવર ધરાવતા વધુ એક દેશ બ્રિટનમાં પણ ભારે કટોકટી સર્જાવા પામી છે. બ્રિટનના લોકો પેટ્રોલીયમ પેદાશોની તંગીનો (Petroleum Product Shortage) સામનો કરી રહ્યા છે.

આ પણ વાંચો  : “ગુલાબ” નો કહેર ગુજરાત પર

હાલના દિવસોમાં બ્રિટનમાં પેટ્રોલ પંપ પર લાંબી લાંબી લાઈન લાગેલી જોવા મળી રહી છે. અમુક પંપ પર તો સ્ટોક ના હોવાના કારણે પંપ બંધ કરવાની નોબત આવી છે, દરમિયાન બ્રિટનની સરકાર (Britain Government)ને કહેવું પડ્યું છે કે સ્પલાય ચેન સંકટ (Supply Chain Crisis)ને દુર કરવા અંતે આગામી રણનીતિના ભાગ રૂપે સેનાને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. બીજીબાજુ સરકાર અને ઓઈલ કંપનીઓ કહી ચુકી છે કે દેશમાં પેટ્રોલીયમ પેદાશોની કોઈ અછત નથી.

પેટ્રોલ પંપ પર લાઈનો લાગી

સેનાને સ્ટેન્ડબાય રાખવાનો નિર્ણય એ માટે કરાયો છે કે કારણ કે દેશમાં ટ્રક ડ્રાઈવરોની હડતાલ (Truck Driver Strike)ના  કારણે ગંભીર સમસ્યા પેદા થઇ ગઈ છે અને તેનાથી ઇંધણનો પુરવઠો સ્ટોક ફીલિંગ સ્ટેશન (Stock Filling Station) સુધી પહોચી શકતો નથી. ગત સપ્તાહના અંતે ઇંધણના સપ્લાયમાં કમીની ચેતવણીના કારણે ખરીદદારોમાં ગભરાટનો માહોલ ફેલાઈ ગયો હતો અને કારની લાંબી લાંબી લાઈનો પેટ્રોલ પંપની બહાર લાગી ગઈ હતી જેના કારણે સમગ્ર  બ્રિટનના શહેરોમાં અનેક પેટ્રોલપંપ સુકાઈ ગયા હતા.

Petrol shortage UK

ટ્રક ડ્રાઈવરની હડતાળ

સરકારે પહેલાથી જ ૫૦૦૦ વિદેશી ટ્રક ડ્રાઈવરો માટે અસ્થાયી વિઝા ચાલુ રાખવા,પ્રતિસ્પર્ધા કાયદાઓને રદ્દ કરવા અને અગાઉના ડ્રાઈવરોને શ્રમિકોની કમીને ઉકેલવાના ઉપાયો હેઠળ ઉદ્યોગમાં પરત લાવવાની યોજનાની જાહેરાત કરી હતી. સરકારે કહ્યું હતું કે તેઓ સેનાના ટેન્કર ડ્રાઈવરો (Tanker Drivers)ને તૈયાર કરશે અને જરૂર જણાશે તો તેમને ફરજ સોંપશે.

શું કહે છે બ્રિટન સરકાર?

વેપાર મંત્રી ક્વાસીએ સોમવારે મોડી રાતે એક નિવેદનમાં કહ્યું હતું કે ભલે ફયુલ ઉદ્યોગ (Fuel Industry)ને આશા છે કે આગામી દિવસોમાં માંગ ફરીથી સામાન્ય સ્તરે પરત આવશે પરંતુ એ પણ યોગ્ય જ છે કે અમે સમજણભરી અને આવશ્યક કાર્યવાહી કરીએ .તેમણે કહ્યું હતું કે જો જરૂરી બનશે તો ઇંધણની સ્થાનિક માંગમાં વધારાના કારણે ઉભા થયેલા દબાણને ઓછુ કરવા માટે સેનાના જવાનોને પણ તૈનાત કરીશું. જેથી સપ્લાય ચેનને ઠીક કરવામાં મદદ મળશે.

Petroleum Product Shortage:  Shortage of petroleum products in Britain

સરકારે કહ્યું હતું કે સપ્લાય સીરીઝના મુદ્દાઓને (Supply Series Issues) ઉકેલવા માટે સેનાના ટેન્કર ડ્રાઈવરોને તૈનાત કરતા પહેલા એક વિશેષ તાલીમ પણ આપવી પડશે.

પેટ્રોલ એસોસિએશનનો અછત હોવાની વાતથી ઈનકાર

ઘ પેટ્રોલ રિટેલર્સ એસોશિયેશન (The Petrol Retailer’s Association) ના જણાવ્યા અનુસાર ઇંધણની માંગ (Fuel Demand) વધવાનો અર્થ એ છે કે બ્રિટનના અમુક વિસ્તારોમાં ૫૦ થી ૯૦ ટકા પંપ ખાલી પડ્યા છે .જો કે ફયુલ ઉદ્યોગનું કહેવું છે કે ઓઈલની કોઈ કમી નથી અને મુદ્દો પેટ્રોલ-ડીઝલને ફોરકોર્ટમાં લઇ જવાનો છે.

આ પણ વાંચો  : ખેડૂતો માટે જરૂરી સમાચાર! 4000 રૂપિયા મેળવવા આજે જ કરો આ કામ, આજે છેલ્લી તક

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment