મોબાઈલ એ આપણા જીવનનું એક અભિન્ન અંગ બની ગઈ છે. મોબાઈલ એક એવું સાધન છે, જેની સાથે માણસ સૌથી વધુ સમય પસાર કરે છે. ત્યારે મોબાઈલ વાપરતા લોકોને નડતી સૌથી મોટી પ્રોબ્લેમ છે કે મોબાઈલનું સ્ટોરેજ (Phone storage) ખુબ જડપથી ભરાઈ જાય છે. અને પછી તમે ફોનમાં કોઈ પણ એપ્લીકેશન વાપરો તો ડીસપ્લે હેંગ થાય છે. અને જો સ્ટોરેજ ફૂલ હોય તો તમે નવા ફોટો પણ નથી પડી શકતા. ત્યારે આ સમસ્યા મેક્સીમમ લોકો સાથે ઉદભવતી હશે. તો ચાલો આજે જાણીએ કે ક્યાં કારણથી ફોનનું સ્ટોરેજ એટલી જલ્દી ભરાઈ જાય…
એક કંપની દ્વારા આ અંગે સર્વે કરાયો
IMAGE CREDITS- GOOGLE IMAGES
વેસ્ટર્ન ડીજીટલ નામની કંપની દ્વારા લોકોને ઉદ્ભવતી આ સમસ્યા અંગે ભારતમાં સર્વે કરવામાં આવ્યો હતો. આ કરાયેલ સર્વેમાં આ આખી વાતનું સોલ્યુશન બહાર આવ્યું હતું. અને એ હતું કે માત્ર ભારત જ એક એવો દેશ છે જ્યાં દરરોજ સવારે ફૂલો સાથેના કે પછી અલગ અલગ પ્રકારના “ગુડ મોર્નિંગ”ના મેસેજ મોકલવમાં આવે છે. તમે પણ તમારા જે ફેમીલી ગ્રુપ્સ હશે, તેમાં આ પ્રકારના મેસેજો જોયા હશે. સવાર પડતા જ એક ગ્રુપમાં આશરે ૧૫થી વધુ લોકો હોય છે, જે દરેક આ પ્રકારના ફોટોઝ અને વિડીયો શેર કરે છે. તો વિચારો એક જ દિવસના માત્ર ૧૫ કે તેથી વધુ આ પ્રકારના વિડિયોઝ અને ફોટા આવતા હોય છે.
તમે યુઝ કરતા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આ ફોટોઝ અને વિડીયો ડાઉનલોડ થવા માટે ઓંટો મોડ લાગેલું હોય છે. જેના કારણે આ ફોટા અને વિડીયો તમે ડાઉનલોડ નથી પણ કરતા, તો પણ તેની જાતે જ ડાઉનલોડ થઇ તમારી ગેલેરીમાં સેવ થઇ જાય છે. જેની તમને જાણ પણ નથી હોતી. અને એના કારણે જ ધીમે ધીમે તમારા ફોનનું સ્ટોરેજ ભરાવા લાગે છે.
આ પણ વાંચો:શું તમને ખબર છે? Bye એ શબ્દ નહિ, પણ એક વાક્ય છે!
આ સમસ્યાનો ઉકેલ શું?
IMAGE CREDITS- GOOGLE IMAGES
હવે આ સમસ્યાનો ઉકેલ શું? તો તમે જે તે એપ્લીકેશન વાપરો છો, તેના સેટિંગ ઓપ્શનમાં જાઓ, ત્યાં તમને સ્ટોરેજ અને ડેટા કરીને એક ઓપ્શન દેખાડશે. આ ઓપ્શન પર ક્લિક કરતા આગળ તમને વિવિધ ગ્રુપ્સમાં દરરોજ આવતી ઈમાજીસ અને વિડીયો ડાઉનલોડ કરવા કે નહિ? તે માટેનો એક ઓપ્શન બતાવશે, જે ચેન્જ કરવાથી તમારા ગ્રુપ્સમાં આવતા ફોટા અને વિડીયો, જે આપમેળે ડાઉનલોડ થતા હતા, તે હવે નહિ થાય. હવે ગ્રુપમાં આવેલા જે પણ ફોટો અથવા વિડીયો તમારે ડાઉનલોડ કરવો હોય તેના પર તમારે ક્લિક કરવાનું, હવ માત્ર એ જ ફોટો ડાઉનલોડ થશે.
આ સિવાય પણ વ્હોટસએપમાં સ્ટેટસમાં મુકવામાં આવતા વિવિધ ફોટો અને વિડીયો પણ તમારા ફોનમાં આપમેળે સેવ થતા હોય છે, ત્યારે દર અઠવાડિયે તમે તેનો ડેટા પણ ક્લીયર કરી શકો છો. સેટિંગમાં જઈને તમે સ્ટોરેજના (Phone storage) ઓપ્શનમ જઈને “સ્ટોરેજ એન્ડ ડેટા” પર ક્લિક કરો. ત્યાં જઈને “clear cache” ઓપ્શન પર ક્લિક કરો. એનાથી તમારા ફોનમાં સેવ થયેલી બિન-જરૂરી વસ્તુઓ બધી સાફ જઈ જશે. અને તમારો ફોન ફરીથી એકદમ સ્મૂથ ચાલવા લાગશે.
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4