Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝરાજકોટ જિલ્લામાં ૧૦૮ સેવા દ્વારા પાયલોટ દિવસની ઉજવણી કરાઈ

રાજકોટ જિલ્લામાં ૧૦૮ સેવા દ્વારા પાયલોટ દિવસની ઉજવણી કરાઈ

108 pilot staff
Share Now

સાંપ્રત કોરોના કાળમાં જીવના જોખમે ૧૦૮ ના પાયલોટ બન્યા દેવદૂત

Rajkot 108 staff

શ્રેષ્ઠ કામગીરી કરનાર પાઇલોટને એવોર્ડથી સન્માનિત કરાયા

કહેવાય છે કે યુધ્ધ સમયે યોદ્ધાના સારથીની ભૂમિકા અતિ મહત્વની હોઈ છે, એજ રીતે સંકટ સમયે એક સારથીની ભૂમિકા ભજવનાર દરેક ૧૦૮ ના પાયલોટની કોરોના કાળમાં ખૂબ જ મહત્વની ભૂમિકા રહી છે. જીવન જોખમે કોરોનાના અનેક દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડી, દર્દી દાખલ થાય ત્યાં સુધી સેવારત ૧૦૮ ના ડ્રાઈવર તેમજ ઇમરજન્સી મેનેજમેન્ટ ટેક્નિશિયન દ્વારા કરાયેલી સેવા સન્માનીય છે. અનેક પાયલોટ આ દરમ્યાન કોરોના ગ્રસ્ત થયા. પરંતુ સારવાર બાદ પુનઃ ફરજ પર આવ્યા. ઘરે ૫ માસની દીકરી હોઈ તો પણ ફરજ નિભાવતા, કોઈના પરિવારજનો કોરોનામાં અવસાન પામ્યા હોઈ તેમ છતાં તુર્તજ ફરજ પર હાજર થઈ તેમની ફરજને પ્રાથમિકતા આપી માનવતા અને ફરજનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે ૧૦૮ ની ટીમે.

આ પણ જુઓ : શું તમે પણ બહુ પેરાસીટામોલ લો છો? તો આ જાણી લો

Rajkot 108 staff

૧૦૮ ની વિશિષ્ઠ કામગીરીને અનુલક્ષી પ્રતિ વર્ષ તા. ૨૬ મે ના રોજના રોજ ૧૦૮ સેવા દ્વારા પાયલોટ દિવસની ઉજવણી જીલ્લા વાઇઝ ઉજવવામાં આવે છે. રાજકોટ ખાતે ૧૦૮ ના અધિકારીઓ તેમજ કર્મચારીઓની હાજરીમાં પાયલોટ દિવસની ઉજવણી કરાઈ હતી. ૧૦૮ ના કર્મચારીઓને તેમની વિશિષ્ઠ કામગીરીને અનુલક્ષીને અધિકારીઓના હસ્તે એવૉર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. પાયલોટ દિવસની ઉજવણી માટે ખાસ અમદાવાદ ૧૦૮ હેડ ઑફિસથી અધિકારીશ્રી સ્નેહલ શાહ, આર.ડી.ડી ડો. રૂપાલી મહેતા, રાજકોટ જિલ્લા પ્રોગ્રામ મેનેજર શ્રી મિલન પટેલ, ઈ.એમ.ઈ. સર્વેશ્રી વિરલ ભટ્ટ, શ્રેયસ ગઢીયા તથા જયમીન પ્રજાપતિ ઉપસ્થિતિ રહ્યા હતાં.

  • અધિકારીઓ દ્વારા ૧૫ જેટલા કર્મચારીઓને વિવિધ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
  • તેમજ દરેક કર્મચારીઓને મોમેન્ટો રૂપે ૧૦૮ લોગો-ડિઝાઇનના મગ યાદગીરી રૂપે અપાયા હતાં.
  • આ ખાસ દિવની ઉજવણી કરતા ડો. રૂપાલી મહેતાએ કોરોના કાળ માં ૧૦૮ ના કર્મીઓના કામને બિરદાવ્યું હતું.
  • જયારે રાજકોટ પ્રોગ્રામ મેનેજર મિલન પટેલે કર્મીઓ સતત ૨૪ કલાક અવિરત કામ કરતા પાયલોટ કર્મચારીઓને બિરદાવી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય લક્ષી વિવિધ સેવાઓ પૈકી ૧૦૮ ની ભૂમિકા અતિ જ મહત્વની સાબિત થઈ છે. ઈમરજન્સીમાં દર્દીઓને સ્થળ પર પ્રાથમિક સારવાર સાથોસાથ હોસ્પિટલ સુધી પહોંચાડી દર્દીઓની અમૂલ્ય ઝીંદગી બચાવવામાં આવે છે.

108 નંબર સાંભળતાની સાથે જ પહેલાતો હૃદયમાં ધ્રાશકો પડતો. કારણકે શરૂઆતના સમયમાં 108 એટલે માત્ર ખુબ ઇમરજન્સી હોય ત્યારે જ એમ્બ્યુલન્સને બોલવવામાં આવતી. ધીમે ધીમે લોકોમાં સમજદારી આવતી ગઈ અને લોકો 108ની સેવાનો સદઉપયોગ કરવા લાગ્યા. ગુજરાત સરકારનો લોકો માટેનો ખુબ જ મહત્વનો અને સેવા-ભાવનો નિર્ણય હતો. શરૂઆતમાં ગુજરાતની તમામ શેરીઓમાં અને વિસ્તારોમાં જઈને દરેક લોકોને ખુબ શાંતિથી દાક્તરીની સમજ આપવામાં આવી હતી અને 108નું કાર્ય લોકો માટે હકીકતમાં શું છે? એ સમજદારી પોહ્ચાડવામાં આવતી હતી.આવી રીતે લોકો 108 એમ્બ્યુલન્સથી પરિચિત થયા અને માનવ તરીકે માનવની મદદ કરવામાં આગળ આવ્યા.

108 ambulance

ડાયલ -108, અથવા એક-શૂન્ય-આઠ એ ભારતમાં કટોકટી સેવાઓ માટે એક મફત ટેલિફોન નંબર છે. હાલમાં તે 18 રાજ્યો (આંધ્ર પ્રદેશ, આસામ, છત્તીસગ,, ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, તમિળનાડુ, તેલંગાણા, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ) માં કાર્યરત છે. બે કેન્દ્રશાસિત પ્રદેશો (દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ). 108 ઇમર્જન્સી રિસ્પોન્સ સેવા એક નિ:શુલ્ક ઇમર્જન્સી સેવા છે જે એકીકૃત તબીબી, પોલીસ અને ફાયર ઇમરજન્સી સેવાઓ પ્રદાન કરે છે. ભૂતપૂર્વ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન Dr.અંબુમાની રામાડોસે દેશભરમાં આ સિસ્ટમની રજૂઆત કરી હતી.મધ્યપ્રદેશમાં, માનનીય મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ દ્વારા જુલાઇ 2009 માં 108 જીવીકે એમ્બ્યુલન્સ સુવિધા લાગુ કરવામાં આવી હતી. જેનું ઉદઘાટન આરોગ્ય પ્રધાન શ્રી નરોત્તમ મિશ્રાએ કર્યુ હતું. આ સેવા રાજ્ય સરકારો અને ખાનગી ઇએમએસ પ્રદાતાઓ વચ્ચે જાહેર-ખાનગી ભાગીદારી છે. આ 108 સેવા શરૂઆતમાં રામલિંગા રાજુ અને તેના પરિવારે August 2005 માં શરૂ કરી હતી. શરૂઆતમાં તે ખાનગી ભંડોળથી ચાલતી પહેલ હતી, પરંતુ પછીથી August 2007 થી અનેક રાજ્ય સરકારો સાથે એમઓયુ પર સહી કરી હતી. ડો.વાય.એસ.રાજેશેકર રેડ્ડી, જે આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્ય પ્રધાન હતા, તે પહેલા મુખ્યમંત્રી હતા. જેણે 15 ઓગસ્ટ 2007 ના રોજ આંધ્રપ્રદેશ રાજ્યમાં સેવાઓ શરૂ કરવા માટે ઇએમઆરઆઈ સાથે કરાર કર્યા હતા. થોડા દિવસો પછી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી 29 August 2007 ના રોજ ગુજરાતમાં આ સેવાઓ શરૂ કરી. જીવન સંરક્ષણ સેવા સંયુક્ત આંધ્રપ્રદેશના ગ્રામીણ ભાગોમાં ખૂબ પ્રખ્યાત થવા સાથે, (108) સિસ્ટમ પાછળથી ભારતના અન્ય ભાગોમાં ભારતની કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવી. આ સિસ્ટમ મૂળ સત્યમ ઈન્ફોટેક દ્વારા બનાવવામાં આવી હતી. નવેમ્બર, 2014 સુધીમાં, આ સેવા ભારતમાં 540,000 ઇમરજન્સી કેસ સંભાળી ચૂકી છે. આઇઓએસ ડિવાઇસ પર, “હે સિરી, 108” સિરીને કમાન્ડ ઇમર્જન્સી call કરશે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment