મહારાષ્ટ્રના પુણે અને પિંપરી-ચિંચવાડ શહેરમાં પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે ગત્ત શુક્રવારે લેખિત પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષા દરમિયાન એક નકલબાજને પોલીસે એક્ઝામિનેશન સેન્ટરમાં જતા પહેલા જ પકડી લીધો હતો. તમે નકલબાજની ફેસ માસ્ક (face mask)વાળી હરકત વિશે જાણી ચોંકી જશો.
face mask માં હાઇટેક રીતે કરી હતી ગોઠવણી
ગત્ત શુક્રવારે પિંપરી-ચિંચવાડ શહેરમાં પોલીસ કોન્સ્ટેબલ (Police constable)ની ભરતી માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં પોલીસે (Police)એક નકલબાજને પકડી પાડ્યો હતો જોકે નકલબાજની આ હરકત જાણી તમે નક્કી ચોંકી જશો. જી હા, નકલબાજે માસ્કની અંદર એક હિયરિંગ ડિવાઈઝ લગાવ્યું હતુ. આ ડિવાઈઝમાં એક બેટરી એક કેમેરો અને એક સિમ કાર્ડ (SIM card)સેટ ઈનબિલ્ટ કરવામાં આવ્યો હતો. જોકે, તે ફોટો લાવવાના બહાને ત્યાંથી નાશી છુટ્યો હતો. હાલ તેની શોધખોળ ચાલી રહી છે.
Maharashtra | Pimpri Chinchwad police seized a face mask fitted with an electronic device from a candidate who had arrived to appear for the police constable recruitment exam in Hinjewadi yesterday pic.twitter.com/sSFUy3NNM6
— ANI (@ANI) November 20, 2021
આ સમગ્ર ઘટના મામલે પોલીસ (Police)કમિશનરે જણાવ્યું હતુ કે, ગત્ત શુક્રવારે 720 પોલીસ કોન્સ્ટેબલોની ભરતી માટે 80 કેન્દ્રો પર લેખિત પરીક્ષા યોજાઈ હતી. દરેક કેન્દ્રની બહાર મોટી સંખ્યામાં પોલીસકર્મીઓને તહેનાત કરવામાં આવ્યા હતાં. આ પરીક્ષામાં લગભગ 1.89 લાખ ઉમેદવાર સામેલ થયા હતા. તૈનાત પોલીસ કર્મીઓની ટીમ ચેકિંગની સાથે-સાથે તેનું વીડિયો શુટ પણ કરી રહી હતી અને તે દરમિયાન જ અમે નકલબાજને ઝડપ્યો હતો. માસ્કને જોઈને ચેકિંગ માટે ઘટનાસ્થળે ઉભેલા એક કોન્સ્ટેબલ (Constable)ને શંકા ગઈ અને આરોપીને રોક્યો હતો.
આ પણ વાંચો: રાજસ્થાન મંત્રીમંડળનો આજે વિસ્તાર, 11 કેબિનેટ અને 4 રાજ્યમંત્રી લેશે શપથ
face mask માં સિમ કાર્ડથી આરોપીની ઓળખ થઈ
પોલીસ કમિશનરે જણાવ્યું હતુ કે, અમે આરોપીની ખૂબ જ નજીક છે. માસ્કમાં લાગેલા સિમ કાર્ડથી તેની ઓળખાણ થઈ ગઈ છે. અમે ઈચ્છીએ છીએ તે આત્મસમર્પણ કરી દે તેથી તેની સજા ઓછી થઈ શકે. માસ્કની અંદરથી એક સિમ કાર્ડ, બેટરી અને કેમેરો મળ્યો છે. તેને જોઈને એવું લાગે છે કે, આ એક્ઝામ દરમિયાન તે તસવીરો બહાર મોકલવાની ફીરાકમાં હતો અને બહારથી તેનો સોલ્વર તેના કાનમાં જવાબ આપવાનો હતો. માસ્ક (Mask)માં આવું ડિવાઈઝ ફિટ કરવાની આ કોઇ સૌ પ્રથમવાર ઘટના જોવા મળી છે.
ડબલ માસ્ક ફરજીયાત કરશે કેન્દ્ર ?
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4