Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / October 18.
Homeભક્તિજો તમારા પૂર્વજો સ્વપ્નમાં આવે છે તો આ હોઈ શકે છે સંકેત

જો તમારા પૂર્વજો સ્વપ્નમાં આવે છે તો આ હોઈ શકે છે સંકેત

Pitru Paksha
Share Now

હિન્દૂ ધર્મમાં એવી માન્યતાઓ છે કે, શ્રાદ્ધ પક્ષ(Pitru Paksha)માં આપણા પૂર્વજો ધરતી પર આશિર્વાદ આપવા માટે ઉતરે છે. ઘણા લોકો તેમના પૂર્વજોને પોતાની આસપાસ છે તેવું અનુભવતા પણ હોય છે જ્યારે કેટલાક લોકોને તો પૂર્વજો સ્વપ્નમાં આવે છે. આ વખતે પિતૃપક્ષ 20 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર સુધીની રહેશે. આવો જાણીએ સપનામાં પૂર્વજોના આવવાનો શું મતલબ છે.

Pitru Paksha માં પિતૃઓનો આશિર્વાદ

પંડિતોનું માનવુ છે કે, શ્રાદ્ધ પક્ષ(Pitru Paksha)માં દાન-પુણ્યથી પ્રસન્ન થઈને પૂર્વજો સપનામાં આશિર્વાદ આપવા માટે આવે છે. તેમનું આવવું એ વાતનું સંકેત છે કે તેમણે શ્રાદ્ધને ગ્રહણ કરી લીધું છે. સપનામાં આવીને પૂર્વજો તમને સંપૂર્ણ સફળતાના આશિર્વાદ આપે છે.

દાન-પૂણ્ય

હંમેશા લોકોને સ્વપ્નમાં આવીને પૂર્વજો કોઈક વસ્તુ માંગતા જોવા મળે છે. જો તેમના પગમાં ચંપલ નથી અને જો તેઓ ભૂખ્યા છે તો તેઓ તમને કોઈક વાતનું સંકેત આપી રહ્યાં છે. પંડિતો અનુસાર, પૂર્વજો દ્વારા માંગવામાં આવેલી વસ્તુઓનું પૂર્ણ શ્રદ્ધાથી દાન કરવુ જોઈએ.

Pitru Paksha ગરુડ પુરાણ

ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પૂર્વજ સ્વપ્નમાં આવે છે તો તેનો અર્થ છે કે, તેમની આત્મા હજુ સુધી ભટકી રહી છે. આત્માની શાંતિ માટે ઘરમાં રામાયણ કે ગીતાનું પાઠ કરો. એવું કરવાથી તમારા પૂર્વજોની આત્માને શાંતિ મળશે.

આ પણ વાંચોઃ- Pitru Paksha શ્રાદ્ધનું આજથી પ્રારંભ, જાણો કેવી રીતે પ્રસન્ન કરશો તમારા પિતૃઓને

પરિવાર પ્રત્યે મોહ

ઘણા લોકોને સ્વપ્નમાં તેમના પૂર્વજો હંમેશા ઘરની પાસે જોવા મળે છે. આ વાતનું સંકેત હોય શકે છે કે તેમના પરિવાર પ્રત્યેનો મોહ પૂર્ણ થયો નથી. પંડિતો અનુસાર, આવો આભાસ થાય ત્યારે દરરોજ બે રોટી ખવડાવી જોઈએ. અમાસના દિવસે ભોગ લગાવવું જોઈએ. તેનાથી પિતૃઓનો આશિર્વાદ મળતો રહે છે.

આ સંકેત આપે છે પૂર્વજો

માન્યતા છે કે, પિતૃ પક્ષ(Pitru Paksha)માં પૂર્વજ ધરતી પર આવીને પરિવારને જોઈને પ્રસન્ન થઈ જાય છે તેમને આશિર્વાદ આપવા આવે છે. સ્વપ્નમાં જો કોઈ પરિવારના સભ્યનું મૃત્યુ જોવા મળે તો આવનારા સમયમાં તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment