Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 29.
Homeભક્તિPitru Paksha શ્રાદ્ધનું આજથી પ્રારંભ, જાણો કેવી રીતે પ્રસન્ન કરશો તમારા પિતૃઓને

Pitru Paksha શ્રાદ્ધનું આજથી પ્રારંભ, જાણો કેવી રીતે પ્રસન્ન કરશો તમારા પિતૃઓને

Pitru Paksha
Share Now

આજથી પિતૃપક્ષની (Pitru Paksha) શરૂઆત થઈ રહી છે જે 6 ઓક્ટોબર સુધી રહેશે. કુંડલીના પિતૃ દોષ દૂર કરવા માટે પિતૃપક્ષનો સમય સૌથી સારો માનવામાં આવે છે. આ દિવસો દરમિયાન પિતૃઓને ખુશ કરવા માટે અને તેમના આશિર્વાદ મેળવવા માટે ઘણાં પ્રકારના ઉપાય કરવામાં આવે છે. જો તમે આ સરળ ઉપાયો કરશો તો તમારા પિતૃઓ તમારા પર પ્રસન્ન રહેશે. આથી આજથી જ જાણો આ નાના સરળ ઉપાયો જેનાથી તમે તમારા પિતૃઓને પ્રસન્ન કરી શકો છો. આજે પૂર્ણિમાનું શ્રાદ્ધ રાખી શકો છો અને કાલથી એકમના શ્રાદ્ધની શરૂઆત થશે.

Pitru Paksha 2021

 

પિતૃ દોષની અસર

જે લોકોની કુંડલીમાં પિતૃ દોષ (Pitru Paksha) હોય છે એ લોકોને સંતાન સુખ સરળતાથી મળતુ નથી. ઘણા કિસ્સામાં સંતાન ખોટી સંગતમાં પડી જાય છે. એવા લોકોને હંમેશા નોકરી કે વેપારમાં હંમેશા સમસ્યાનો સામનો કરવો પડે છે. કાર્યમાં વાંરવાર અડચણો આવે છે. ઘરમાં વધારે ઝઘડા થતા રહે છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ આવતી નથી. ગરીબાઈ આવી જાય છે તથા દેવાદાર બની જવાય છે. હંમેશા ઘરમાં બીમારી રહે છે અને દીકરા-દીકરીના લગ્નમાં અડચણ આવે છે.

પિતૃઓને પ્રસન્ન કરવાના ઉપાય

પિતૃઓને પ્રસન્ન કરવા પિતૃ દોષને સરળતાથી દૂર કરી શકાય છે. શ્રાદ્ધના પહેલા જ દિવસે ભાદરવી પૂનમનો ઉપવાસ કરો. ઘર, વેપારના સ્થળ પર સ્વર્ગિય પિતૃઓની સારી તસવીરો લગાવો. આ તસવીર દક્ષિણ-પશ્ચિમ દીવાલ કે ખૂણા પર લગાવો. દિવસની શરૂઆત કરતા અગાઉ સૌથી પહેલા તેમને પ્રણામ કરો.

દરરોજ તેમને માળા ચઢાવો અને ધૂપ-અગરબત્તી કરીને તેમનો આશિર્વાદ લો. તેમના નામથી જરૂરિયાતમંદોને ભોજન જમાડો. પિતૃઓ(Pitru Paksha) ના નામથી ધાર્મિક સ્થળ પર ધન કે સામગ્રી દાન કરો. ઘર કે બહારના વડીલોની સેવા કરીને તેમના આશિર્વાદ લો. અમાસ પર તર્પણ, પિંડદાન કરીને બ્રાહ્મણોને ભોજન કરાવો. ગાય, કૂતરા, કીડીઓ, કાગડા કે અન્ય પશુ પક્ષિઓને જમાડો.

આ પણ વાંચોઃ- Chardham Yatra માટે ઈ-પાસ હોવું આવશ્યક, ઈ-પાસ વગર યાત્રા કરી શકાશે નહીં

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment