પિતૃઓની આત્માની શાંતિ માટે પિતૃપક્ષ (PitruPaksha )માં તર્પણ શ્રાદ્ધ કરવામાં આવે છે. ધરતી પર આવનારા પિતૃ તર્પણથી પ્રસન્ન થઈને આશિર્વાદ આપે છે. જો પૂર્વજ પ્રસન્ન છે, તો તેના સંકેત પણ પિતૃ પક્ષમાં મળે છે. તેમાં કાગડાની મુખ્ય ભૂમિકા હોય છે. તમે સાંભળ્યુ હશે કે જ્યારે કાગડો ઘરના ધાબા પર આવીને અવાજ કરે છે, ત્યારે કહેવાય છે કે, ઘરમાં કોઈ મહેમાન આવશે. કાગડાના એવા જ ઘણા ઉદાહરણો અને માન્યતાઓ છે. આવી જ કેટલીક માન્યતા પિતૃ પક્ષને લઈને પણ છે.
PitruPaksha માં કાગડા આપે છે આ સંકેત
કાગડાને શ્રાદ્ધ પક્ષમાં ભક્તિ અને વિનમ્રતાથી ભોજન કરાવ્યા બાદ વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવી છે. કાગડાને પિતૃઓનું પ્રતીક માનીને શ્રાદ્ધ પક્ષના દિવસોમાં ભોજન કરવવામાં આવે છે.
કાગડા અને પીપળાને પિતૃઓનું પ્રતીક માનવામાં આવે છે. એવી ઘણી માન્યતા છે કે, પિતૃ પક્ષ દરમિયાન કાગડા ઘરના ધાબા પર બેસીને શુભ અને અશુભ સંકેત આપે છે.
આ પણ વાંચોઃ- Chardham Yatra પરથી શું કામ શ્રદ્ધાળુઓને પાછા મોકલવામાં આવી રહ્યાં છે?
શુભ સંકેત
શ્રાદ્ધના દિવસોમાં જો ઘરના ધાબા પર કાગડાની ચાંચમાં ફુલ-પાન હોય તો મનોરથની સિદ્ધિ થાય છે. જો કાગડો ગાયની પીઠ પર બેસીને તેની ચાંચ રગડતા દેખાય તો તેમાં ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થાય છે. શુષ્ક તળખલું પોતાની ચાંચમાં રાખેલો જોવા મળે તો ધન લાભ થાય છે.
અનાજના ઢગલા પર બેસેલો જોવા મળે તો ધાન લાભ થાય છે અને ગાયના માથા પર બેસેલો જોવા મળે તો પ્રિયજનને મળવાનું અવસર આવે છે. જો કાગડો ઊંટની પીઠ પર બેસેલો જોવા મળે તો યાત્રા કુશળ થાય છે અને જો સૂઅરની પીઠ પર બેસેલો જોવા મળે તો, વિપુલ ધનની પ્રાપ્તિ થાય છે.
જો કાગડો જમણી તફ ઉડીને ડાબી તરફ જઈને જમવાનું ગ્રહણ કરે તો યાત્રામાં સફળતા મળે છે. નહીંતર ઉલ્ટુ પરિણામ મળે છે. જો કાગડો સામે આવીને ભોગ ગ્રહણ કરે અને પગથી માથું ખંજવાળે તો કાર્ય સિદ્ધ થાય છે.
જો ભોગ ગ્રહણ કરીને ઉડીને કૂંવાની પાળી પર જઈને બેસે, કે નદી તટ પર જઈને બેસે તો ખોવાયેલી વસ્તુઓ મળી જાય છે. કોર્ટ કેસમાં જીત હાંસલ થાય છે અને ધન-ધાનમાં પણ વૃદ્ધિ થાય છે
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4