(Russia) રશિયાના તાતારસ્તાન ક્ષેત્રમાં મેનજેલિંસ્કમાં રવિવારે એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. આ વિમાનમાં 21 પૈરાશૂટ ડાયવર્સ સહિત 23 લોકો સવાર હતા. વિમાન દુર્ઘટનામાં 16 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 7 લોકો ઘાયલ થયા છે. આ સાતેય લોકોને બચાવી લેવામાં આવ્યા છે. (Russia) રશિયાના આપાતકાલીન મંત્રાલયે કહ્યું કે, પૈરાશૂટ ડાયવર્સને રવિવારે આ વિમાન દ્વારા લઈ જવામાં આવી રહ્યા હતા આ દરમિયાન મધ્ય રશિયામાં પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતુ. આ પહેલા પણ રશિયાના એક ફારઈસ્ટમાં એક પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનાઓ પાછળનું કારણ વિમાનો જુના હોવાનું સામે આવી રહ્યું છે.
Russia
મેનજેલિંસ્કમાં શહેરમાં એક L-410 ટર્બોલેટ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ વિમાન બે એન્જિનવાળુ શોર્ટ-રેન્જ ટ્રાન્સપોર્ટ એરક્રાફટ છે. આ વિમાનની માલિકી એયરો ક્લબની હતી. આ વિમાન મોસ્કોના સમય અનુસાર 09.11એ સવારે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.
તાજેતરમાં જ રશિયામાં વિમાનના સુરક્ષા માપદંડમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેમ છતાં દૂરના વિસ્તોરોમાં દુર્ઘટનાઓ વારંવાર થતી રહે છે. આ પહેલા એન્ટોનોવ એનએન -26 વિમાન ગત મહિને પૂર્વ રશિયામાં દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતું. જેમાં 6 લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે જુલાઈમાં કામચટકામાં એક પ્લેન દુર્ઘટનામાં એન્ટોનોવ એનએન-26 ટ્વિન-એન્જિન ટર્બોપ્રોપમાં સવાર તમામ 28 લોકોના મૃત્યુ થયા હતા.
વિમાનના કાટમાળ સુધી પહોચવા માટે ફાયર અને રેસ્ક્યૂ ટીમને ભારે મહેનત કરવી પડી હતી. આ ટીમ ભારે મહેનત બાદ વિમાનના કાટમાળ સુધી પહોચી હતી. રશિયાની ફાયર એન્ડ રેસ્ક્યૂની ટીમે પહોચીને સાતેય લોકોને વિમાનના કાટમાળમાંથી બચાવ્યાં હતા. વિમાનમાંથી બચાવ્યાં બાદ લોકોને Mi-8 helicopter મારફત હોસ્પિટલ પહોચાડવામાં આવ્યા છે.
જૂના વિમાનોને કારણે થાય દુર્ઘટનાઓ
ગયા મહિને 23 મી તારીખે રશિયાના દૂર પૂર્વમાં ક્રેશ થયેલા એન્ટોનોવ એન -26 પરિવહન વિમાનમાં સવાર તમામ 6 લોકો માર્યા ગયા હતા. આ પ્લેન એક દિવસ પહેલા જ રડારમાંથી ગાયબ થઈ ગયું હતું. રશિયન સમાચાર એજન્સીઓએ વિમાનમાં સવાર લોકોના મોતની જાણ કરી હતી. વિમાનની જુનુ થઈ ગયુ હોવાને કારણે આ અકસ્માત થયો હતો. પ્રાથમિક તપાસના ડેટા અનુસાર, વિમાન રશિયન દૂર પૂર્વમાં ખાબોરોવસ્ક પ્રદેશમાં ક્રેશ થયું હતું.
તાજેતરમાં જ (Russia) રશિયામાં વિમાની સુરક્ષાના માપદંડોમાં સુધારો થયો છે. જોકે રિમોટ વિસ્તારમાં જૂના વિમાનોમાં દુર્ઘટનાઓ ઘટી નથી. તાજેતરના વર્ષોમાં રશિયન ઉડ્ડયન સલામતીના ધોરણોમાં મોટા પ્રમાણમાં સુધારો થયો છે. પરંતુ વિમાન અકસ્માતો સામાન્ય બની ગયા છે, ખાસ કરીને દૂરના વિસ્તારોમાં. આમાંના મોટા ભાગના અકસ્માતો જૂના વિમાનોને કારણે થાય છે, જે ઘણીવાર રડારમાંથી ગાયબ થઈ જાય છે અને જંગલોમાં તૂટી પડે છે.
છેલ્લા થોડા વર્ષોમાં મોટી દુર્ઘટનાનો શિકાર થયા રશિયાના વિમાન
- 2020માં દક્ષિણ સૂડાનમાં જૂબા એરપોર્ટ પરથી ઉડાન ભારતી વખતે સાઉથ-વેસ્ટ એવિએશન An-26 ટબ્રોપ્રોપ વિમાન ક્રેશ થઈ ગયું હતું.
- 2020 સપ્ટેમ્બરમાં યુક્રેનના પૂર્વ સ્થિત યુગયેવ પ્રાંતમાં લેન્ડ થઈ રહેલુ An-26 વિમાન જમીન પર પડ્યું હતું. વિમાનમાં બેઠેલા 28માંથી 22 લોકોના મૃત્યુ થયા હતા.
- 2019માં ફલેગ કેરિયર એરલાઈન્સ Aerofotનું વિમાન સુખોઈ સુપરજેટ મોસ્કો એરપોર્ટના રનવે પર ક્રેશ લેન્ડ થયું અને તેમાં આગ લાગી ગઈ. આ દુર્ઘટનામાં 41 લોકોના મૃત્યુ થયા હતા.
- ફેબ્રુઆરી, 2018માં સારટોવ એરલાઈન્સનું An-148 એરક્રાફટ ઉડાન ભરવાના થોડા સમય પછી જ મોસ્કોની પાસે ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 71 લોકોના મૃત્યુ થયા હતા.
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4