Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / July 6.
Homeનેચર & વાઈલ્ડ લાઈફ52 ટકા સમુદ્રી પક્ષીઓએ પ્લાસ્ટીકનું સેવન કર્યું, વિશ્વનો વિનાશ નોતરતા માનવી

52 ટકા સમુદ્રી પક્ષીઓએ પ્લાસ્ટીકનું સેવન કર્યું, વિશ્વનો વિનાશ નોતરતા માનવી

Birds
Share Now

સાત દેશોની 18 સંસ્થાઓની આંતરરાષ્ટ્રીય સંશોધન ટીમે વિશ્વભરમાંથી 32 દરિયાઈ પક્ષીઓની પ્રજાતિઓના નમૂનાઓ એકત્ર કર્યા અને તેનું વિશ્લેષણ કર્યું. સંશોધન ટીમે શોધી કાઢ્યું હતું કે 52 ટકા (Birds) પક્ષીઓએ માત્ર (Plastic) પ્લાસ્ટિકનું સેવન કર્યું છે. સાથે જ શોધમાં સામે આવ્યું કે, પક્ષીઓના શરીરમાં પ્લાસ્ટિકના રસાયણો પણ જોવા મળ્યા છે. અભ્યાસમાં ચોંકાવનારા પરિણામો જાહેર થયા છે, જેનાથી અનુમાન લગાવી શકાય છે કે 2050 સુધીમાં દરિયાઈ પક્ષીઓની 99 ટકા પ્રજાતિઓ (Plastic)પ્લાસ્ટિકનું સેવન કરશે.

Birds

ટોક્યો યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેક્નોલોજીની લેબોરેટરીમાં ઓર્ગેનિક જીઓકેમિસ્ટ્રી (LOG)ના સંશોધન મુજબ વિશ્વભરમાં દર વર્ષે લગભગ 400 કરોડ મેટ્રિક ટન પ્લાસ્ટિકનું ઉત્પાદન થાય છે, અને તેનો એક ભાગ વાતાવરણમાં રહે છે. આખરે તે વહેતા મહાસાગરો સુધી પહોંચે છે. પ્લાસ્ટિક સમુદ્રની સપાટી પર તરતુ હોય અથવા દરિયાકિનારા પર ફસાયેલુ હોય છે. આ પ્લાસ્ટિક સૂર્યના યુવી કિરણોના સંપર્કમાં આવે છે. અને નાના ટુકડાઓમાં તૂટી જાય છે. અત્યંત ઝીણા ટુકડાઓ જેને આપણે માઇક્રોપ્લાસ્ટિક્સ તરીકે ઓળખીએ છીએ.

આ ટુકડાઓ તેમજ પ્લાસ્ટિક ફીડસ્ટોક તરીકે જળમાર્ગોમાં પ્રવેશ કરે છે. આ માઈક્રોપ્લાસ્ટિક્સ બાયોડિગ્રેડેબલ નથી હોતા કે પાણીમાં ડુબે એવા પણ નથી હોતા. આ પ્લાસ્ટિક કદમાં નાની માછલીઓ અને દરિયાઈ જીવો જેવા લાગે છે, જેથી પક્ષી માછલી જેવો શિકાર સમજીને આવા પ્લાસ્ટિકને ખાય જાય ​​છે.

Birds

 

દુનિયાના દરેક મહાસાગરમાં ખુબ જ માત્રામાં પ્લાસ્ટિક છે. 2020 સુધીમાં, દરિયાઈ (Birds)પક્ષીઓની લગભગ 180 પ્રજાતિઓએ પ્લાસ્ટિકનું સેવન કર્યું હોવાનું જાણવા મળ્યું છે, જે વિશ્વભરના દરિયાઈ પક્ષીઓની કુલ પ્રજાતિઓમાંથી અડધી છે.

જુઓ વીડિયોઃ પેટ્રોલના ભાવ વધતા ખેડૂતો મુશ્કેલીમાં 

જ્યારે પ્લાસ્ટિક ગળી જવાથી શારીરિક નુકસાન થાય છે અને આ જ કારણે દરિયાઈ પક્ષીઓના મૃત્યુ થાય છે. ફૂડ પેકિંગ, ફિશિંગ ગિયર અને અન્ય વપરાશમાં લેવાતા પ્લાસ્ટિકમાં જોવા મળતા રસાયણોના સેવનના પરિણામો વિશે બહુ ઓછી માહિતી છે. પ્લાસ્ટિક ખાવાથી સમુદ્રી પક્ષીઓના પેટમાં પ્લાસ્ટિકના ઘણાં જ ખતરનાક કેમિકલ જમા થાય છે.

શોધકર્તાઓએ દુનિયાના 16 અલગ-અલગ સ્થળો પરથી 145 સમુદ્રી (Birds) પક્ષીઓના પ્રિન ગ્લેન્ડમાંથી નીકળતા તેલનું પણ અધ્યયન કર્યું. આ તેલમાં રાસાયણિક સાંદ્રતાની તપાસ કરીને, સંશોધકો પક્ષીના આંતરિક ચરબીના ભંડારનો દૂષિત ભાર નક્કી કરી શકે છે.

Birds

સંશોધકોએ દરિયાકિનારા પર મળી આવેલા 54 પક્ષીઓના શબની પ્રિન ગ્લેન્ડમાંથી નીકળતા તેલ અને પેટની સામગ્રીની પણ તપાસ કરી હતી. જે બાદ આ શોધ થઈ છે. આ અભ્યાસ એન્વાયર્નમેન્ટલ મોનિટરિંગ એન્ડ કન્ટેમિનેન્ટ્સ રિસર્ચમાં પ્રકાશિત થયો છે. 16 પક્ષીઓના પેટમાં આ એડિટિવ જમા થયેલુ મળ્યુ હતું. અન્ય 67 પક્ષીઓના પેટમાંથી પણ એડિટિવ મળ્યું હતા. મોટા, ગળેલા પ્લાસ્ટિક સહિત દરિયાઈ પક્ષીઓમાં એડિટિવની ઊંચી સાંદ્રતા મળી આવી હતી.

આ પણ વાંચો : કોપ-26: ગંભીર રૂપે પાણીની કમી, પાણીની કમી હેરાન છે દરેક ત્રીજું બાળક

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment