રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શનિવારે એટલે કે આજે રાષ્ટ્રપતિ ભવનમાં વિશેષ રીતે આયોજિત કાર્યક્રમમાં રાષ્ટ્રીય રમત પુરસ્કાર 2021, ખેલાડીઓને અર્પણ કરશે. યુવા બાબતો અને રમત મંત્રાલય દ્વારા 2 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય રમત પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી.
12 ખેલાડીઓને એવોર્ડ આપવામાં આવશે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર
મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર વિજેતા નીરજ ચોપરા (એથ્લેટિક્સ), રવિ કુમાર (કુસ્તી), લવલીના બોર્ગોહેન (બોક્સિંગ), શ્રીજેશ પીઆર (હોકી), અવની લેખા (પેરા- શૂટિંગ), સુમિત એન્ટિલ (પેરા-એથ્લેટિક્સ) સહીતના 12 ખેલાડીઓને એવોર્ડ આપવામાં આવશે.આ ઉપરાંત પ્રમોદ ભગત (પેરા-બેડમિન્ટન), કૃષ્ણા નગર (પેરા- બેડમિન્ટન), મનીષ નરવાલ (પેરા- શુટીંગ), મિતાલી રાજ (ક્રિકેટ), સુનીલ છેત્રી (ફૂટબોલ), મનપ્રીત સિંહ (હોકી)ને પણ એવોર્ડ અર્પણ કરાશે.
આ ખેલાડીઓ મળશે એવોર્ડ
રુપિન્દર પાલ સિંહ, સુરેન્દ્ર કુમાર, અમિત રોહિદાસ, બિરેન્દર લાકરા, સુમિત, નીલકાંત શર્મા, હાર્દિક સિંહ, વિવેક સાગર પ્રસાદ, ગુરજંત સિંહ, મનદીપ સિંહ, શમશેર સિંહ, લલિત કુમાર ઉપાધ્યાય, વરુણ કુમાર, સિમરનજીત સિંહ, યોગેશ કથુનિયા, નિષાદ કુમાર, પ્રવીણ સિંહ. કુમાર, સુહાશયતિરાજ, સિંઘરાજ અધના, ભાવિના પટેલ, હરવિંદર સિંહ અને શરદ કુમાર.
આ વર્ષે સ્પોર્ટ્સ એવોર્ડની જાહેરાત ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સને કારણે મોકૂફ રાખવામાં આવી હતી, જેના કારણે આ વખતે એવોર્ડ્સ આપવામાં મોડું થયું છે. આ પહેલીવાર છે જ્યારે એક સાથે આટલા બધા ખેલાડીઓને ખેલ રત્ન માટે પસંદ કરવામાં આવ્યા છે. ગયા વર્ષે 5 ખેલાડીઓને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : યાત્રી કૃપયા ધ્યાન દે : કોરોનાકાળ પહેલાંની જેમ સામાન્ય રીતે દોડશે તમામ સ્પેશિયલ ટ્રેન
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક સમારોહમાં 73 વ્યક્તિઓને પદ્મ પુરસ્કારો અર્પણ કર્યા
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક સમારોહમાં 73 વ્યક્તિઓને પદ્મ પુરસ્કારો અર્પણ કર્યા હતા, જેમાંથી કેટલાકને મરણોત્તર પણ આપવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અર્પણ કરાયેલા પુરસ્કારોમાં ચાર પદ્મ વિભૂષણ, આઠ પદ્મ ભૂષણ અને 61 પદ્મ શ્રીનો સમાવેશ થાય છે. તદનુસાર, આ પુરસ્કારો વર્ષ 2020 માટે આપવામાં આવ્યા છે.
પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ આ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે
પદ્મ પુરસ્કારો ત્રણ શ્રેણીઓમાં આપવામાં આવે છે – પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી. દર વર્ષે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ આ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. રાષ્ટ્રપતિએ બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ, ડૉ. અનિલ પ્રકાશ જોશીને સામાજિક કાર્ય માટે, ડૉ. એસ સી જમીરને જાહેર બાબતો અને આધ્યાત્મિકતા માટે સન્માનિત કર્યા છે. જ્યારે મુમતાઝ અલીને પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કર્યા છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4