અમદાવાદના સરખેજ-ગાંધીનગર હાઇવે પર ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજીએ 12,858 ચો.મી.નો પ્લોટ અધધ… 385 કરોડની કિંમતે હરાજી માટે મૂકવામાં આવ્યો છે. આ ભાવ મુજબ આ પ્લોટ(plot)ની ઓછામાં ઓછી કિંમત અંદાજે રૂપિયા 3 લાખ પ્રતિ ચો.મી.ની થઈ છે.
ઇતિહાસમાં પ્લોટ(plot)નો સૌથી વધુ ભાવ
રાજ્યના ઇતિહાસમાં આ જમીનનો સૌથી વધુ ભાવ અને આ સૌથી મોટો સોદો હોવાનું મનાય રહ્યું છે. આ અગાઉ આ જ સંસ્થાએ 2017માં આ સ્થળે જમીનના બે ભાગ 312.90 કરોડની કિંમતે વેચ્યા હતા, જેની કિંમત રૂપિયા 1.49 લાખ પ્રતિ ચો.મી. હતી. એટલે કે માત્ર ચાર વર્ષના સમયગાળામાં એસ.જી. હાઇવે (SG Highway)પરની જમીનના ભાવ ડબલ બોલાઇ રહ્યા છે.
આ પણ વાંચો: રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી
નોંધનીય છે કે, 2017માં 11,381 ચો.મી.ના પ્લોટ માટે 170 કરોડનો તળિયાનો ભાવ નક્કી કરવામાં આવ્યો હતો. આ પ્લોટ બી સફલ ગ્રૂપની કંપની એસ.એચ.જી. રિઅલ્ટીએ 170.40 કરોડમાં ખરીદ્યો હતો. અર્થાત હરાજીમાં ચોરસ વાર દીઠ 1,25,192ની કિંમત ઉપજી હતી. જ્યારે 9500 ચો.મી.ના પ્લોટ માટે 142 કરોડનો તળિયાનો ભાવ નક્કી કરવામાં આવ્યો હતો. ટ્રુ વેલ્યુ ઇન્ફ્રા બિલ્ડ નામની કંપનીએ આ પ્લોટ 142.50 કરોડમાં ખરીદ્યો હતો. 2017ના આ બંને પ્લોટનું કુલ ક્ષેત્રફળ 20881 ચોરસ મીટર થતું હતું. જ્યારે 2021માં જે પ્લોટની હરાજી કરવાની છે તેનું ક્ષેત્રફળ 12,858 ચોરસમીટર છે.
71,000 વૃક્ષોનું વાવેતર જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4