Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeન્યૂઝદેશના ૧૦ રાજ્યના ૫૪ કલેક્ટરો સાથે પીએમ નરેન્દ્ર મોદીનો સંવાદ

દેશના ૧૦ રાજ્યના ૫૪ કલેક્ટરો સાથે પીએમ નરેન્દ્ર મોદીનો સંવાદ

pm held meeting with megistrate
Share Now

કોરોનાની સ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના મહામારી પર કાબૂ મેળવવા માટે 10 રાજ્યનાં 54 જિલ્લાનાં કલેક્ટરની સાથે વર્ચ્યૂઅલ બેઠકનું આયોજન કરી.કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે અને સૌથી મોટો પડકાર એ ગ્રામ્ય વિસ્તાર છે કારણકે ગ્રામ્ય વિસ્તારમાં કેસો સૌથી વધે છે સાથે જ ત્યાં આરોગ્યસુવિધા પણ ઓછી હોઈ.ગ્રામ્ય વિસ્તાર પર વધુ ધ્યાન આપવાની જરૂર છે.ગામડાઓને કોરોનથી બચાવવાના છે. આ દરમિયાન પીએમ મોદીએ કોરોના વાયરસને બહુરૂપીયા તરીકે પણ ગણાવ્યો હતો.આ બેઠકમાં વિપક્ષોએ નારાઝગી વ્યક્ત કરી હતી.

modi had virtual meeting

 

વાઇરસ જેમ સ્વરૂપ બદલે તેમ સારવારની પદ્દતિમાં ફેરફાર જરૂરી

બેઠકમાં મોદીએ જણાવ્યું હતું કે મહામારીનાં કોઈપણ તબક્કામાં તેને હરાવવા માટે રીતમાં અને પદ્ધતિમાં સતત બદલાવ લાવવો જોઈએ. વાયરસ જેમ પોતાનું સ્વરૂપ બદલે છે, તે સ્વરૂપ આપણે પણ સારવારની પદ્ધતિમાં ફેરફાર કરવો જોઈએ. એટલે કે ઇન્નોવેસન એમાં પણ જરૂરી છે. યુવાન અને બાળકો પર વધુ અસર બીજી લહેરમાં જોવા મળી હતી. તમે જેવી રીતે કોરોના વિરૂદ્ધ લડત આપી છે એનાથી પરિસ્થિતિ વધુ ખરાબ નહોતી થઈ પરંતુ આપણે હજું વધુ સારા પ્રયાસ હાથ ધરવાની આવશ્યકતા છે.પરંતુ તમે આ દોઢ વર્ષમાં અનુભવ કર્યો છે કે જયાં સુધી સંક્રમણ નાના સ્કેલ પર છે ત્યાં સુધી પડકાર યથાવત્ છે.

આ પણ જુઓ : મુખ્યમંત્રીએ કર્યું વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનું નિરીક્ષણ

વેક્સીન નષ્ટ જાય એટલે સમજી જવું વ્યક્તિનું સુરક્ષા કવચ નષ્ટ થઇ ચૂક્યું

પીએમ મોદીએ જિલ્લા અધિકારીઓ સાથે વાત કરતા કહ્યું -જીવન બચાવવા ઉપરાંત, જીવનને સરળ બનાવવાની પણ અમારી પ્રાથમિકતા છે. ગરીબો માટે મફત રેશન માટેની સુવિધાઓ હોવી જોઈએ, ત્યાં બીજી આવશ્યક પુરવઠો છે, બ્લેક માર્કેટિંગ પર પ્રતિબંધ છે, આ યુદ્ઘ જીતવા માટે આ બધા પણ જરૂરી છે, અને આગળ વધવું પણ જરૂરી છે.દરેક બીમારીએઆપણે એક વસ્તુ શીખવી છે. બીમારી સાથે કામ કરવાની અમારી રીતમાં સતત ફેરફાર, સતત નવીનતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે એક વેક્સિન વેસ્ટ જાય એટલે સમજી જવાનું કે એક વ્યક્તિનું સુરક્ષા કવચ નષ્ટ થયું છે. તમે જે ફિલ્ડમાં અનુભવ મેળવ્યા છે, એના આધારે આગળ યોજનાઓ બનાવવામાં ઘણી સહાયતા રહેશે.પીએમ મોદીએ કહ્યું કે રોગચાળા જેવી દુર્ઘટના સામે સૌથી મોટું મહત્વ આપણી સંવેદનશીલતા અને આપણું હિંમત છે. પીએમ મોદીએ જિલ્લા અધિકારીઓને કહ્યું કે આ ભાવનામાં પહોંચીને તમારે જે કામ તમે કરી રહ્યા છે તે વધુ તાકાત અને મોટા પાયે કરવાનું ચાલુ રાખવું પડશે.

પીએમ એ કહ્યું ,જિલ્લો જીતે છે ત્યારે દેશ જીતે છે

આ બેઠકમાં પશ્ચિમ બંગાળ તેમ જ ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, પુડ્ડુચેરી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઝારખંડ, ઓડિશા, કેરળ અને હરિયાણાના જિલ્લા મેજિસ્ટ્રેટ્સ પણ બેઠકમાં હાજર છે. પશ્ચિમ બંગાળમાં આ બેઠકમાં ૯ જિલ્લાના ડીએમઓએ ભાગ લીધો છે. પીએમ મોદીએ કહ્યું હતું કે આપણા દેશમાં જિલ્લાઓની સંખ્યા જેટલી જુદી જુદી પડકારો છે. એક રીતે, દરેક જિલ્લાની પોતાની પડકારો છે. તમે તમારા જિલ્લાના પડકારોને વધુ સારી રીતે સમજો છો. તેથી જયારે તમારો જિલ્લો જીતે છે, ત્યારે દેશ જીતે છે.

તેમાં મોદીએ કહ્યું હતું કે 1 જિલ્લો જીતે, ત્યારે જ દેશ જીતે છે. આપણા દેશમાં જેટલા જિલ્લાઓ છે, તેટલા જ વિવિધ પડકારો પણ છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment